________________
ઉદ્યોત ૩–૨૪ ]
બાધ્યબાધક વિધિ કેમ ટળે? [ ૨૩૯ આને સમજાવતાં લેચનકાર કહે છે કે આમાં બે વિકલ્પ હોય એમ લાગે છે. એક તો એ કે અંગી રસના વિરોધી રસના વ્યભિચારીઓનું નિરૂપણ કશું ન કરવું અને બીજું એ કે કરવું તો તરત પ્રધાન રસના વ્યભિચારીનું નિરૂપણ પાછું ફરી શરૂ કરી દેવું. જે વિરોધી રસના વ્યભિચારીનું નિરૂપણું જ કરવામાં ન આવે તો તે પરિપુષ્ટ જ ન થાય, અને અપરિપુટ રહે તે તે ૨સ પણ ન કહેવાય; એ મુશ્કેલી ટાળવા માટે બીજો વિકલ્પ સૂચવ્યું છે કે વિરોધી રસના વ્યભિચારીઓનું નિરૂપણ કરવું પડે તો કરવું, પશું તરત જ પાછા પ્રધાન રસના વ્યભિચારીનું પણ નિરૂપણ શરૂ કરી દેવું. આમ, આમાં વિરોધી રસના વ્યભિચારીનું નિરૂપણ ન કરવા ઉપર ભાર નથી, પણ તરત પ્રધાનરસના વ્યભિચારીનું નિરૂપણ શરૂ કરી દેવા ઉપર છે એમ સમજવું. જેમ કે બીજા ઉદ્યોતની ૧૯મી કારિકાની વૃત્તિમાં ઉદાહરણ તરીકે ટાંકેલા “ોધે ભરાઈને” વગેરે મકમાં જંગી રસ શૃંગાર છે; પણ નાયકને અપરાધ સાબિત થવાથી નાયિકાને ક્રોધ ચડેલો છે. એ ક્રોધ રૌદ્રનો સ્થાયી ભાવ છે અને તેને પષવા માટે “સખત બાંધીને ' વગેરે અનુભાવોથી તેના વ્યભિચારી અમર્ષનું સૂચન કર્યું છે; પણ તરત જ પાછું, “રડતી પ્રેમિકા” “હસતો નાયક' વગેરેથી શૃંગારના વ્યભિચારી ભાવે ઈષ્ય, સુકાય અને હર્ષનું અનુસંધાન કરી લીધું છે.
હવે ત્રીજો ઉપાય બતાવે છે.
ત્રીજે ઉપાય એ છે કે અંગભૂત રસને પરિપષ માથા પછી પણ તે અંગરૂપ છે એ વાતનું વારંવાર ધ્યાન રાખવું.
આના દૃષ્ટાંત તરીકે લોચનકાર “તાપસવત્સરાજને ટકે છે. એમાં અંગી રસ છે ઉદયનને વાસવદતા પ્રત્યેને શૃંગાર, પશુ વાસવદત્તાના મરણ સમાચાર મળ્યા પછી ઉદયન પદ્માવતી સાથે લગ્ન કરે છે અને તેના સાથે એનો સંભોગ શૃંગાર બરાબર પરિપષ પામતો નિરૂપાય છે: છતાં તે છે અંગી શૃંગારનું અંગ. એટલે કવિ એના નિરૂપણ દરમ્યાન વારે વારે ઉદયનનની વિરહ વેદનાનું વર્ણન કરતો રહે છે, જેથી વાસવદત્તા પ્રત્યે એને પ્રેમ ભાવકની નજર બહાર ન જાય. આમ કરવાથી અંગ રસના પરિપષમાં દોષ નથી આવતો.
આ પ્રમાણે બીજા પણ ઉપાયો પિતે કલપી લેવા.