Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
-
૧૦૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માટે જણાવે છે કે વિશુ સાસુદ્ધી (ઓઘ૦ ભાષ્ય ગાત્ર ૭) દ્રવ્યાનુયેન-કર્મગ્રંથ, જીવવિચાર વગેરેથી સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે. પણ સમ્યકૃત્વની શુદ્ધિ કરી એ પરમ ફળ નથી, કઈ પણ કાર્ય વિચાર આવે તે થાય, તેથી કાર્યની જડ વિચારને ગણીએ, પણ મુખ્યતા કાર્યની. કાર્ય બને ત્યારે વિચારનું સફળ પણું. કાર્યમાં ઢીલા થાય કે કાર્યની પરિણતિ ન થાય, તે વિચારની કિંમત નહિ. “કારક” સમ્યકત્વ જે કહેવું તે કરવું. સમ્યક્ત્વના ભેદ
સમ્યક્ત્વના પ્રકાર ત્રણ ઃ (૧) કારક (૨) રોચક અને (૩) દીપક. કારક સમ્યકત્વનું સ્વરૂપ
(૧) કારકમાં જેવું માને તેવું કરે–જેવી માન્યતા તેવી કરણ. “કારક સમકિત ખરેખર તેરમે ગુણઠાણે માનવું જોઈએ. છાંડવા લાયક માન્યતા છતાં છૂટયા નહિ, કરવા લાયક આદરવું જોઈએ ત્યારે “કારક”. બારમી-ક્ષીણમેહનીય ગુણઠાણે કે તેરમે નહિ, સાતમે ગુણઠાણે. છટ્ટે પણ ન માન્યું, સાતમે માન્યું. સાત અને બાર, તેર વચ્ચેનું અંતરૂં તે બાહ્ય પ્રવૃત્તિનું નથી. જે પ્રવૃત્તિ સારી માને તે કરે. કારકમાં માને તેવું કરે. રેચકે સમ્યકત્વનું સ્વરૂપ આ રોચક સમકિતમાં માને બધું પણ કરી શકે નહિ. ચોથે ગુણઠાણે રહેલે માને સિદ્ધ દશા. સ્વરૂપે સિદ્ધ મહારાજના આત્મામાં અને નિગોદિયાના આત્મામાં ફરક નથી. પિતાના આત્માનું સિદ્ધપણું માને, શ્રેષ્ઠ માને, પણ વર્તાવમાં કાંઈ નહિ. એક વ્રત કે અણુવ્રત ન હોય..
- - -
-
-
-
-
.::.. . . . . . - -