Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
તેરમું] સ્થાનાં સૂત્ર
૧૭૭ જેણે વગર સાધને અગતેર તેડી નાખી, તેને એક કડાડીમાં શું હતું? આવી કલ્પના કરવાવાળા જે હોય તેઓએ વિચારી , લેવું કે આ બધું મેળવવા માટે, મળવા માટે કાંઈ છે જ નહિ.
ત્યારે શું આ બધું નકામું ?
માણસ રેચ લે ત્યારે શરીરમાં શું આવે છે? રેચનું તત્ત્વ કચરો કાઢવામાં છે. કચરે નીકળી જાય તે જઠરાગ્નિ તૈયાર (તીવ્ર થાય) છે. કચરો હોય તે જઠરાગ્નિ મંદ પડે છે. અગણેતરને કચરે નીક, એકને તેડી નાખ તે આપોઆપ મિક્ષ મળશે. લેપ માટે સાબુના ન્યાયે સકામ-નિર્જરાની જરૂર - લૂગડું કચરામાં રગદોળાઈ ગયું, અર્ધી આંગળ થર બાઝી ગયે. પાણીમાં કચરો ધોવાઈ જાય પણ લેપ માટે તે સાબુ જોઈએ. અગણોતેર કડાકોડ અકોમ-નિર્જરાએ નીકળી જાય પણ છેવટે રહેલી એક કેડીકેડ સકામ–નિર્જરાના સાબુ વિના નીકળે જ નહિ.
રાતના પિણીબાર કલાક ગયા તેમાં સૂર્યનું અજવાળું ન આવ્યું. પણ છેવટનો પા કલાક તેમાં અંધકાર માટે અજવાળું થાય, સૂર્યને પ્રકાશ થઈ જાય. * જેમ જેમ વાદળ વિખરાય તેમ તેમ પ્રકાશ
છેલ્લાં વાદળ વિખેરાયાં ત્યારે સૂર્યને તડકે પડયે. ત્યારે પહેલાનાં વિખરાએલાં નકામાં પણ બારે ગયા. તે છેલ્લા પામાં સૂર્ય દેખા. અગણોતેર કેડીકેડ તોડી નાંખી ત્યારે સમ્યગ્દર્શનનો પ્રકાશ. પાંચ મિનિટ પછી વધારે. એક તેડી નાંખે ત્યારે મેક્ષ. જેમ જેમ કર્મને ક્ષય થતું જાય, તેમ તેમ આત્માને ધર્મ પ્રકાશતો જાય. સૂર્યને પ્રકાશ મોકલવા માટે હાથ જોડવાના નથી. બારી ખૂલે એટલે પ્રકાશ આપોઆપ મળે.