________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૬૯
એ બધાં છે ખરાં, પણ એ તારા સ્વરૂપમાં ઘરમાં નથી. અહા ! એ બધાને જાણવાકાળે તારું જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનને જ જાણે છે, અને તે જ્ઞાન તારું નિજસ્વરૂપ છે, સ્વલક્ષણ છે. અહા ! એ જ્ઞાનલક્ષણને-વર્તમાન જ્ઞાનની દશાને ત્યાં અંદરમાં વાળતાં આનંદનો સાગર જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકલ્પપણે (પર્યાયમાં ) સિદ્ધ થાય છે–પ્રગટ થાય છે. આને ભગવાન સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કહે છે. ભાઈ ! ભવરોગ મટાડવાનો આ ઉપાય છે, બાકી તો બધાં થોથાં છે.
(૧૧-૫) (૧૯૫) અહાહા.......! હું જ્ઞાનલક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ્યાં નિર્વિકલ્પ દષ્ટિ થાય છે ત્યાં જાણ નક્રિયા માત્ર એક જ્ઞતિક્રિયા માત્ર ભાવ પ્રગટ થાય છે અહાહા...! એમાં જ્ઞાનની સાથે બીજા બધા જ અનંત ગુણની નિર્મળ પરિણતિ એક સાથે જ ઉત્પન્ન થાય છે, અહાહા..! એ બધાનું પરિણમન એક જ્ઞતિમાત્ર ભાવમાં સાથે જ છે અને તે આત્મા જ છે. સમજાણું કાંઈ...? એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય થવા છતાં એ બધું એક જ્ઞતિમાત્ર ભાવમાં સમાઈ જાય છે. અનંતી પર્યાય શેયપણે હોવા છતાં એ બધું એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં અભેદરૂપ છે. ભિન્ન નથી. અહાહા...! જાણવાની એક પર્યાયમાં બધા જ ગુણો ને પર્યાયોનું જ્ઞાન અભેદપણે સમાઈ જાય છે અને તે રૂપે પોતે જ થતો હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે. સમજાણું કાંઈ... ?
અહાહા...! અંદર નજર કરતાં જ ન્યાલ કરી દે એવો ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. અહાહા...! જેમાં પરસ્પર ભિન્ન અનંતધર્મો છે એવા અભેદ આત્માને લક્ષ કરીને જ્યાં જ્ઞાન પરિણમ્યું, ત્યાં તે જ્ઞતિમાત્ર ભાવની સાથે અનંતગુણનું પરિણમન ભેગું જ પ્રગટ થાય છે. અહાહા...! અનંતધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અહા ! આવી જ્ઞતિક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મક્રિયા છે. અહા! આવી અંતરની વાત! ભગવાનની વાણી બહુ ગંભીર બાપુ! એના એક-એક શબ્દ અમૃતની ધારા વહે છે. કોઈને થાય કે શું આવો ધર્મ ! હા, ભાઈ ! આ ધર્મનું મૂળ રહસ્ય છે. આના વિના બધું જ થોથા છે, કાંઈ કામનું નથી.
(૧૧-૮) ' (૧૯૬) અહાહા...! આત્મા શક્તિઓનો સાગર પ્રભુ એક ચૈતન્યમહાપદાર્થ છે. તેમાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. અહાહા...! શક્તિવાન આત્મા એક દ્રવ્ય છે, ને તેમાં અનંત શક્તિોઓ છે. શું કીધું? ભગવાન આત્મા એક વસ્તુ છે ને તેમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. કેટલી? અનંત... અનંત... અનંત!
અહાહા.. ! આ જગતમાં જીવ અનંત છે, ને પરમાણુઓની સંખ્યા એનાથી અનંતગુણી અનંત છે; વળી ત્રણ કાળના સમયોની સંખ્યા એનાથીય અનંતગુણી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com