________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬
અધ્યાત્મ વૈભવ પરમ વીતરાગ પરમેશ્વર માટે એ ત્રિકાળ સંભવિત નથી. આવી વાત છે. સમજાણું કાંઈ ?
(૧૦-૨૧૩) (૧૦૧૨) પંચમકાળમાં અત્યારે કેવળજ્ઞાન નથી એમ તું મુંઝાઈશ નહિ. ભાઈ ! કેવળજ્ઞાન ભલે અત્યારે નથી, પણ ભગવાન મુક્ત-આનંદસ્વરૂપની દષ્ટિ, જ્ઞાન ને રમણતા તો અત્યારે વર્તે છે, થાય છે. અહા ! જેને મુક્તસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ સ્વસંવેદનમાં જાણ્યું, માન્યું તેને પર્યાયમાં અંશે મુક્તિ થઈ જ ગઈ, અને અલ્પકાળમાં તે ઉગ્ર અંતરના પુરુષાર્થ વડે મુક્તિ પામશે જ.
અહાહા..! આનંદનો સાગર પ્રભુ પોતે છે તેનાં રસ-રુચિને રમણતા કરતાં અંદર આનંદનાં પૂર આવે, આનંદના લોઢના લોઢ ઊછળે-અહા! તે દશામાં જે સ્થિત રહે છે તે પુરુષ, કહે છે, અલ્પકાળમાં પરમાનંદસ્વરૂપ મોક્ષને પામે છે.
(૧૦-ર૬ર) (૧૦૧૩) ચોથા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જાય છે. પણ અહીં પંચમ આરાના મુનિરાજ છે તે પોતાની વાત કરે છે એમ કે અહીંથી સ્વર્ગમાં જશું, ત્યાંથી મનુષ્ય થઈને ત્રીજે ભવે મોક્ષ જશું. પાંચમો આરો છે, અમારો પુરુષાર્થ ધીમો છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય એવો હુમણાં પુરુષાર્થ નથી, પણ ત્રીજે ભવે અમે જરૂર મોક્ષપદ પામશું. આ તો સૌને સાગમટે નોતરું છે. એમ કે નિજ સ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા કર, તેમાં જ વિહર; અમે કોલકરાર કરીએ છીએ કે ત્રીજે ભવે તું મોક્ષપદ પામીશ.
ભાઈ ! તું અનાદિ વ્યવહારની ગુંચમાં ગુંચાયો છો. જો તારે મોક્ષલક્ષ્મીને વરવું છે તો ધીરજથી અને સાહસથી ગુંચ ઉકેલી નાખ. વ્યવહાર સાધન છે એ અભિપ્રાયને છોડી દે તો ગુંચ ઊકલી જશે. અહા ! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એ એક જ સાધકભાવ છે. તેનો કાળ અસંખ્ય સમયનો છે. તેના ફળમાં મોક્ષદશા પ્રગટ થાય. તેનો રહેવાનો કાળ અનંત-અનંત સમયનો છે.
-ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અનાદિ-અનંત છે. -તેના આશ્રયે પ્રગટ થયેલી સાધકદશા સાદિ-સાત અસંખ્ય સમય છે. -તેના ફળરૂપે પ્રગટ થયેલી કેવળજ્ઞાન અને મોક્ષની દશા સાદિ-અનંત છે.
સમ્યગ્દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે, પાંચ, કે પંદર ભવ સુધીમાં થાય છે, તોપણ સાધકદશાનો કાળ અસંખ્ય સમય જ છે, તેમાં અનંત સમય ન લાગે.
અહા ! આત્મા અનંતગુણનો દરિયો પ્રભુ ચૈતન્ય ચમત્કારથી ભરિયો છે. તેનાં નિશ્ચય શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા જેને થયાં તેના સંસારનો અલ્પકાળમાં જ અંત આવીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com