________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૪
અધ્યાત્મ વૈભવ સમજો. માર્ગ આ છે; અહીં વીતરાગ માર્ગમાં કોઈની સિફારસ લાગતી નથી.
સત્યને માનનારા થોડા છે અને અસત્યને માનનારા ઝાઝા છે. પણ એ રીતે સંખ્યા વડે સત્ય-અસત્યનું માપ નથી. સત્યનું માપ તો સ્વયં સત્યથી છે. તેને માનનારા ભલે એકાદ બે હોય વા ન હોય, તેથી સત્ય કાંઈ બીજું થઈ જતું નથી.
(૬–૧૪૫) (૧૦૬૩). પુણ્યપરિણામ જે કર્મ છે એ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના તિરોધાયીભાવસ્વરૂપ એટલે વિરુદ્ધ ભાવસ્વરૂપ છે-એમ કહે છે. શુભભાવની રુચિ તે મિથ્યાત્વ છે, શુભભાવમાં રોકાયેલું જ્ઞાન તે અજ્ઞાન છે અને શુભભાવનું આચરણ તે અચારિત્ર છે. એ ત્રણેય ભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી વિપરીતભાવ છે. માટે કર્મ નિષેધવા લાયક છે. ખેરખર શુભભાવ છે તે મિથ્યાત્વ નથી પણ શુભભાવને પોતાના માનવા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ સહિત જે જ્ઞાન અને આચરણ છે તે અજ્ઞાન અને અચારિત છે.
(૬-૧૭ર) (૧૦૬૪) જુઓ, કર્મ એટલે શુભભાવનું આલંબન લેનારા શુભકર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે એટલે સંસારમાં ખૂંચેલા છે કેમકે તેઓ પોતે સદા ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. અહા! રાગને અવલંબનારા પુરુષો રાગરહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને જાણતા નથી, અનુભવતા નથી અને તેથી તેઓ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ ભવસમુદ્રમાં ગોથાં ખાયા કરે છે.
(૬-૨૦૨). (૧૮૬૫) અહાહા...! શું કહ્યું? શુભભાવ-વ્યવહારરત્નત્રયાદિના ભાવ ઠીક-ભલા છે અને અશુભભાવ અઠીક-બૂરા છે-એમ બેમાં જે ઉન્માદપણે ભેદ પાડે છે તેઓ, જેમ દારૂ પીને કોઈ પાગલ થઈ જાય તેમ, મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસને પીને પાગલ થઈ ગયા છે એમ કહે છે. મોહરૂપી દારૂના અમલથી ઉત્પન્ન ભ્રમણાના રસની અતિશયતાથી, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે-એમ પુણ્ય-પાપમાં ભેદ પાડીને જેઓ ઉન્માદને નચાવે છે તેઓ પાગલ થઈ ગયા છે. હવે આવ વાત લોકોને આકરી પડે; પુણ્યનો પક્ષ થઈ ગયો છે ને?
વ્યવહારથી (નિશ્ચય) થાય, વ્યવહારથી થાય; વ્યવહારથી થાય-એમ રટણ થઈ ગયું છે ને? એમ કે-શુભભાવથી ભલે ન થાય પણ એમાં જે કષાયની મંદતા છે એનાથી થાય. અહીં કહે છે-આવું જે માને છે તેઓ મિથ્યાત્વના જોરથી મોહરૂપી દારૂ પીને પાગલ થઈ ગયા છે.
(૬-૨૦૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com