________________
૨૮૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
( ૭૮૯ )
અરે, સમ્યગ્દર્શનના સ્વરૂપની અને તેને પ્રગટાવવાની રીતની ખબર વિના જીવ પોતાની મતિ-કલ્પનાથી વ્રત-તપ ધારણ કરીને તેને ધર્મ માની લે પણ તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થયાં હોય અને સ્વરૂપની ઉગ્ર રમણતા થાય તેને ચારિત્ર ને ધર્મ થાય છે, અને તેને અંતરમાં અનાકુળ આનંદનો પ્રચુર આસ્વાદ આવે છે. અહા! આવા અંતરંગ ચારિત્ર વિના મુક્તિ થતી નથી. ભાઈ! જેમાં આસ્વાદમાં આવતી અતીન્દ્રિય આનંદના રસની પ્રબળ ધારા પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે. અને તે સમ્યગ્દર્શનના અભાવમાં કદીએ હોતું નથી.
અહાહા...! ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની અંતર-રમણતા થાય તે ચારિત્રદશા છે. અહા! આવા ચારિત્ર સાથે અંદર અતીન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. આવી અનાકુળ આનંદની ભૂમિકામાં મુનિને કિંચિત્ વ્યવહાર-રત્નત્રયનો રાગ આવે, પણ તેનું તેને સ્વામિત્વ નથી; વ્યવહારનો રાગ અને તેનું ફળ-જે ઇન્દ્ર ઇન્દ્રાણીના વૈભવ ને કરોડો અપ્સરાઓનો સંયોગ આવે તે-એને ઝેર સમાન હેયબુદ્ધિએ હોય છે. પુણ્ય અને પુણ્યનાં સમસ્ત ફળ સમકિતીને ઝેર જેવાં લાગે છે. ( ૧૦–૩૮ )
( ૭૯૦)
અનંતગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે. તે ચારિત્ર સ્વભાવમાં કરણસાધન શક્તિનું રૂપ છે; જેથી વીતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે. અર્થાત્ ચારિત્ર ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને ચારિત્રની વીતરાગી દશારૂપ પરિણમે છે. ઓહો....! ચારિત્રની અકષાય વીતરાગી પરિણતિ સંત-મુનિવરોને હોય છે ને? તેનું સાધકતમ સાધન અંદર ચારિત્રપરિણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનુ વેદન હોય છે. સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન છે, પણ પ્રચુર આનંદનું વેદન નથી. વીતરાગી નિગ્રંથ દિગંબર સંત-મુનિવરને પ્રચુર આનંદનું વેદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તે કોઈ સાધુ નથી; તેમ જ ખાલી વ્રત, તપનાં સાધન કરે તે સાધુ નથી, કારણ કે એ તો બધો રાગ છે ને એ બંધનું કારણ છે.
ચારિત્રદશા જેને પ્રગટ થાય તેને બહા૨માં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહા૨માં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન-એવી વીતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, પણ તે કાંઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધનૈય નથી. અહાહા...! અંદર સ્વસ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે. તે ચારિત્રનું સાધન શું? પંચ મહાવ્રતને પંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે? ના; તે સાધન નથી. ચારિત્રગુણમાં કરણશક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિજસ્વભાવ સાધન વડે વીતરાગી ચારિત્ર પર્યાયનું ભવન થાય છે. આવો મારગ છે ભાઈ ! વસ્ત્ર સહિત કોઈ મારગ નથી, ને વ્રતાદિના રાગને સાધન માને તૈય મારગ નથી. એ તો ઉન્માર્ગ છે. (૧૧-૧૯૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com