________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮
અધ્યાત્મ વૈભવ
ભાઈ ! અંતર્મુખદષ્ટિ થયા વિના રાગની રૂચિ છૂટતી નથી અને જ્યાં રાગની રુચિ હોય છે ત્યાં અંતર્દષ્ટિ-ભેદજ્ઞાન હોતું નથી. માટે ભેદજ્ઞાન અને આસ્રવોથી નિવર્તન-એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું.
(૪-૪૭) (૮૩૭) ક્રોધ કહેતાં અંદર પૂર્ણાનંદનો નાથ જે જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે તેથી વિમુખ થઈને રાગની રુચિ કરે તેને જ્ઞાયક રુચતો નથી માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કહ્યું છે ને કે “ઢષ અરોચક ભાવ. ' નિજ સ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. આ ક્રોધ આદિ ઉપરથી જેને દષ્ટિ ખસી નહિ અને સ્વભાવની દૃષ્ટિ કરી નહિ તે આસ્રવોથી નિવર્યો નથી. પરંતુ જ્યાં આસ્રવોથી દષ્ટિ ખસેડી નિજ ચૈતન્યસ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતíન થયું, સમ્યજ્ઞાન થયું. આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન તે જ્ઞાનમાત્રથી જ બંધતો નિરોધ થાય છે.
(૪-૪૮) (૮૩૮) રાગ અને સ્વભાવનું જે ભેદજ્ઞાન થયું તે જ્ઞાન આસ્રવોથી નિવર્તે છે એટલે સર્વથા રાગ મટી જાય છે એમ અહીં અર્થ નથી. અભિપ્રાયમાં જે પુણ્ય-પાપનાં રસ-રુચિ હતાં તે મટી જાય છે અને તેને જ્ઞાન આસ્રવોથી નિવ– એમ કહે છે. તે જ્ઞાનથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકી જાય છે.
(૪-૪૯) (૮૩૯) જ્ઞાન કહો અને વળી આસ્રવોમાં પ્રવર્તે-રુચિ કરે એમ કહીએ તો એનું એ થયું. પુણ્ય-પાપના ભાવોને ઉપાદેય કરીને પ્રવર્તે તે જ્ઞાન ભેદજ્ઞાન જ નથી. રાગથી ભિન્ન પડી સ્વભાવને ગ્રહે તે જ્ઞાન ભેદજ્ઞાન છે. અને તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકે છે, પરંતુ પુણ્ય પાપમાં પ્રવર્તે એ તો જ્ઞાન જ નથી. આસ્રવમાં પ્રવર્તતું અટકે એનું નામ સાચું જ્ઞાન-ભેદજ્ઞાન છે, અને એનાથી બંધનો નિરોધ થાય છે.
(૪-૪૯) (૮૪૦) આત્મા આસ્રવોથી કેવી રીતે નિવર્તે છે-એમ શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર ચાલે છે. આત્મા અખંડ, અનંત, પ્રત્યક્ષ ચિન્માત્રજ્યોતિ વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે એક છે. તેની દષ્ટિ કરતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ સૌ પ્રથમ ધર્મની શરૂઆતની વાત છે.
(૪-૫૯) (૮૪૧) આસ્રવનો નિરોધ સંવર છે. પુણ્ય-પાપના વિકલ્પો તે આસ્રવો છે. પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય-પાપના જે ચંચળ કલ્લોલો તેનો નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિરોધ કરતાં આગ્નવોનાં નિવૃત્તિ-ક્ષય થાય છે. જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com