________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવ૨
૩૪૫
આવવાનું જે નિમિત્ત એવા રાગ-દ્વેષ-મોહની સંતતિ-પરંપરાનો નિરોધ થાય છે. લ્યો આ સંવર થયો. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો એનું નામ સંવર છે. જ્યાં અચ્છિન્નધારાએ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માના અનુભવની પ્રગટતા થઈ ત્યાં રાગદ્વેષમોહની સંતતિ અટકી જાય છે; આનું નામ સંવર છે, ધર્મ છે. સંવર થતાં શુદ્ધ આત્માનો ભેટો થાય છે, ભગવાન નિર્મળાનંદના આનંદનો અનુભવ થાય છે.
(૬-૪૦૭)
(૯૪૩)
અહાહા...! સ્વભાવસન્મુખ દષ્ટિ છે અને રાગથી ભિન્નતા થઈ છે તેને ધારાવાહી નિર્મળતા-પવિત્રતા પ્રગટ થાય છે. એને વર્તમાન કર્મનો સંવર થાય છે અને સંવ૨પૂર્વક પૂર્વ કર્મની નિર્જરા થાય છે.
ત્યારે કોઈ કહે કે–ભગવાને તપથી નિર્જરા કહી છે; અનશન, ઉણોદર ઇત્યાદિ કરવાથી તપ થાય છે અને એના વડે નિર્જરા થાય છે.
સમાધાનઃ- - ભાઈ! જેને તું તપ કહે છે તે વાસ્તવિક તપ ક્યાં છે? એને તો ઉપચારથી તપ સંજ્ઞા કહી છે. એવું (બાહ્ય ) તપ કાંઈ નિર્જરાનું કારણ નથી. ભાઈ ! તપ કોને કહેવાય તેની તને ખબર નથી. ભગવાન આત્મામાં અંદર ઉગ્ર ૨મણતા થવી એનું નામ તપ છે અને તે સંવરપૂર્વક જ હોય છે. અહીં એ જ કહ્યું કે-રાગથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવથી રાગનું અટકવું થાય છે અને એ રાગનો નિરોધ થઈ સંવર થાય છે. (૬-૪૦૯ )
(૯૪૪)
અહા! અખંડ દષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેને દૃષ્ટિમાં લઈ જે પરિણમ્યો તે અખંડ ધારાવાહી પોતાને શુદ્ધ જ અનુભવ્યા કરે છે. તેને રાગદ્વેષ-મોહરૂપી ભાવાસવો રોકાય છે અર્થાત્ પ્રગટતા નથી. તેથી તે શુદ્ધ આત્માને શુદ્ધતાને પામે છે અને એનું નામ સંવર છે. (૬-૪૧૦)
(૯૪૫)
શુભાશુભભાવ કેમ રોકાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડેલા જ્ઞાને કરીને ભગવાન આત્માના આશ્રય વડે જ શુભાશુભભાવ રોકાય છે. શુભાશુભભાવમાં વર્તતા આત્માને રોકવો એ તો ઉપદેશની કથનશૈલી છે. ખરેખર તો ઉપયોગને આત્મામાં રોકવાથી-એકાગ્ર કરવાથી સંવર પ્રગટ થાય છે. અર્થાત્ આત્મા વડે આત્મામાં એકાગ્ર થતાં સંવર થાય છે.
આત્મા કેવો છે? શુદ્ઘ દર્શનજ્ઞાનરૂપ ભગવાન આત્મા છે. આ દયા, દાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com