Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે જીવને રત્ન-ઝવેરાતનું જ્ઞાન ન હોય તેના માટે તો પારસમણિ પણ પત્થરસમાન હોય છે. રત્નની કિંમત તો એક ઝવેરી જ સમજી શકે છે. તેમ જે જીવને તત્ત્વાતત્ત્વનું જ્ઞાન નથી. જે હજી અચરમાવર્તકાળમાં પ્રવર્તી રહ્યો છે તે જીવને સદ્ગુણ અને દુર્ગુણોનો ભેદ ક્યારેય સમજી શકાતો નથી. તેના ભેદને તો સાધુસંગતિએ જેણે પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું છે તેવો ગુણવાનું આત્મા જ સમજી શકે છે. મલ્લિયઋરિ () - મસમક્ષિતઋરિન (કિ.) (વિચાર્યા વિના કાર્ય કરનાર) શાસ્ત્રમાં કહેલ છે કે પશુ પક્ષીઓને પણ પાંચ ઇંદ્રિય છે અને મનુષ્યને પણ પાંચ ઇંદ્રિય પ્રાપ્ત થયેલ છે. તો પછી બન્નેમાં ફરક શું છે તફાવત છે માત્ર જ્ઞાનનો. પશુ જે પણ કાર્ય કરે છે તે વિના વિચાર્યું અને સમજણ વિના કરે છે. જયારે મનુષ્ય કોઇપણ કાર્ય કરતાં પહેલા તેના લાભનુકસાનનો વિચાર જરૂર કરે છે. પરંતુ જે વ્યક્તિ મનુષ્યપણું પ્રાપ્ત થવા છતાં પણ અવિચારીકાર્ય કરે છે. તેના માટે કહેલું છે કે તે મનુષ્ય પૂંછડા વિનાનો પશુ છે. असमिक्खियप्पलावि (ण)- असमीक्षितप्रलापिन् (पुं.) (વિચાર્યા વિના બોલનાર) असमिक्खियभासि (ण)- असमीक्षितभाषिन् (पुं.) (વિચાર્યા વિના બોલનાર) સમય - ગમત (ઈ.) (સમિતિ પાલનમાં પ્રમાદી) જે પુત્ર પોતાને નિરપેક્ષ ભાવે પ્રેમ કરનારી માતાની મન, વચન કે કાયાથી અવહેલના કરે છે. તેને માતુમ્બ કહેવાય છે. શાસ્ત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને પ્રવચન માતા કહેલ છે. આ પ્રવચન માતા તેની શરણે રહેલા આત્માની ભવોભવ રક્ષા કરે છે. કિંતુ જે સાધક આત્મા સુખશીલીયા સ્વભાવે તેના પાલનમાં પ્રમાદ કરે છે. તેને શાસ્ત્રમાં વિરાધક કહેલ છે. આવો વિરાધક આત્મા મોક્ષસાધક બની શક્તો નથી. મસ (ત્રિ.) (અયોગ્ય, અસંગત) જીવનમાં ઘણી પળો એવી આવતી હોય છે કે આપણું મન મિથ્યાભ્રમણાઓમાં અટવાઇ જાય છે. અને સાચી વસ્તુ પણ ખોટી અને યોગ્ય વાતો પણ અયોગ્ય લાગવા માંડે છે. જ્ઞાની ભગવંતો તેને મિથ્યાભિનિવેશ કે મિથ્યાત્વ તરીકે સંબોધે છે. સાંસારિક કે ધાર્મિક સ્થાનોમાં આવા મિથ્યાભિનિવેશ સદા કણ પરિણામો સર્જતા હોય છે. આથી વિવેકી અને સુખેફ્યુજીવો હમેશાં તેનાથી બચવાનો પ્રયાસ કરતા હોય છે. असमोहय - असमवहत (त्रि.) (મરણવિશેષે મરનાર જીવ). બંદુકનો એક ધડાકો થાય અને એક જ ગતિમાં ગોળી લક્ષ્યસ્થાને જેમ પહોંચી જાય. તેમ મૃત્યુ સમયે કોઇપણ જાતના સમુદૂધાત કર્યા વિના આત્મપ્રદેશો એકી સાથે શરીરને છોડીને પરલોક તરફ પ્રયાણ કરે. તેવા મરણને પ્રાપ્ત કરનાર જીવ અસમોહય કહેવાય છે. મHIR - Hધ્યક્ત () (મિથ્યાત્વ, વિપરીત માન્યતા) આવશ્યકસૂત્રમાં અસમ્યક્તની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે ‘ના’અર્થાતુ આત્મસાક્ષાત્કારે કહેવાયેલ વાતોને ચામડાની આંખે અને ટૂંકી વિચારમાત્રા ધરાવતા મન વડે તોલીને તેનો અસ્વીકાર કરવો, કે પછી તે વાતો પ્રત્યે દ્વેષભાવ લાવવો તે અસત્ત્વ છે. શાસ્ત્રમાં તેને સમ્યક્તના દૂષણ તરીકે ઓળખાવેલ છે. 156 -