Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ફg - મલિક્ષ() (1. સંસારથી સર્વથા નિવૃત્તિ, મોક્ષની પ્રાપ્તિ 2. મૃત્યુ 3 મોક્ષ માટે ઉદ્યત સાધુ) સૂત્રકૃતાંગ સૂત્રમાં કહેલું છે કે જે સાધુઓ ભવિષ્યમાં કવિપાકને આપનાર, મોક્ષમાર્ગમાં બાધા સમાન અને અધર્મના પ્રધાન કારણભૂત એવી સ્ત્રીઓનું સેવન નથી કરતાં તેઓ આદિમોક્ષ છે. અર્થાત્ સ્ત્રીઓનો સર્વથા ત્યાગ કરનાર તેવા સાધુઓ માટે તો આ સંસાર જ મોક્ષ સમાન સાબિત થાય છે. તેવા જીવ સુગમ રીતે ધર્મનું પાલન કરીને અલ્પકાળમાં જ મોક્ષપદના ભોગી બને છે. ઝાઝુય - મણિત (.). (1. ગૂંથેલું, ગુમ્ફિત 2. સંચિત, સંગ્રહેલું 3. વ્યાપ્ત, આકીર્ણ) તત્ત્વાર્થ સૂત્રમાં કહેલું છે કે “વૈરાગ્ય પામવા માટેના કારણો સંસારમાં આપણી આસપાસ દિવસ-રાત રહેલા જ છે. જરૂર છે માત્ર નજર કેળવવાની.” હનુમાનજીને સંધ્યાના રંગો જોવા માત્રથી વૈરાગ્ય થયો. રામચંદ્રજીના પૂર્વજ રાજાને માથામાં માત્ર એક સફેદ વાળ જોઈને વૈરાગ્ય આવી ગયો. અને આપણે દિવસ-રાત લોકોના એક્સીડન્ટો, મૃત્યુ, આતંકવાદ વગેરે કેટલાય પ્રસંગો જોઇએ છીએ. ઢગલાબંધ નિમિત્તો મળવા છતાં આપણો આત્મા જાગ્રત થતો નથી. તેની પાછળ શું સમજવું? તમારું દિલ કઠણ થઇ ગયું છે કે પછી હૃદયની જગ્યાએ પથ્થર છે? માયા - વાન (.) (ગ્રહણ કરવું) તમે વ્યાખ્યાનમાં સાધુ ભગવંતોના પ્રવચનો સાંભળો છો. તેમની વાચનાનું શ્રવણ કરો છો. પરંતુ સાચુ કહેજો તે સાંભળેલું ગ્રહણ કેટલું કરો છો? તમે શ્રોતા તરીકે સાંભળો છો બધું જ પણ ગ્રાહક બનીને ઘરે કેટલું લઇને આવો છો? જે ગ્રાહક બનીને ઉપાશ્રયમાં જાય છે તે જ સાચા અર્થમાં પરમાત્માની વાણીના ફળને પામી શકે છે. માત્ર શ્રોતા બનવાથી ધર્મના મર્મને પામી શકાતો નથી. મારા - મરિયાત્રિક(). (સાર્થવાહ આદિનું રક્ષણ કરનાર) જેવી રીતે આજના કાળમાં લોકોને એકસાથે ફેરવવા માટે ટ્રાવેલ એજન્સીઓ ટૂરનું આયોજન કરે છે. તેવી જ રીતે પૂર્વના કાળમાં સાર્થવાહ પદ્ધતિ ચાલતી હતી. એક નગરમાં રહેતા વહેપારીઓ, મુસાફરો, યાત્રિકો વગેરે બીજા સ્થાને જવું હોય ત્યારે તે બધાને એકઠા કરીને સમૂહમાં એકસ્થાનેથી ઇચ્છિત સ્થાને પહોંચાડવાનું કામ સાર્થવાહના આયોજકો કરતાં. તેઓ સાર્થ અર્થાત્ સમૂહ અને તેનું વાહ અર્થાત રક્ષણ કરનાર હોવાથી સાર્થવાહી અથવા આદિયાત્રિક કહેવાતાં હતાં. તેઓ પોતાના સાર્થવાહમાં સાથે ચાલતા યાત્રિકોના પ્રાણ, ધન અને માલની રક્ષા પોતાના પ્રાણના ભોગે પણ કરતાં હતાં. કફ () યાત્રા - મહાજન (ર.). (ગ્રહણ કરાવનાર) સ્વયં સંબુદ્ધ એવા વિરલ પુરુષોને અને તીર્થકર ભગવંતોને દીક્ષા લેવા માટે બોધ કરાવવાની જરૂર પડતી નથી. તેઓને આત્મા સ્વયં જાગ્રત હોવાથી તેઓ યોગ્ય સમયે સંસારમાંથી વિરતિ લઇ લે છે. જયારે કેટલાક જીવોને સંવેગ પમાડવા માટે ગુરુભગવંતોએ અનેક માર્ગો અપનાવવા પડતાં હોય છે. અને જ્યારે તેમનો આત્મા જાગ્રત થાય છે ત્યારે સંયમ જીવન ગ્રહણ કરાવવા માટે અને તેના નિરતિચાર પાલન માટે ગીતાર્થ ગુરુભગવંતની આવશ્યકતા રહે છે. ગાય - ાિન (ઈ.) (ઋષભદેવ, પ્રથમ તીર્થંકર) આફત્ર - માહિત્ન (.). (1. અસ્વચ્છ, મલિન 2. ભેદનાર) તમે એમ વિચારો કે મારે ધર્મના કામો કરવા છે પરંતુ મારી પાસે પૈસા નથી. જો મારી પાસે ધન હોત તો હું પણ ધર્મના કાર્યો કરી 221