Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ TRo - મારુ (સ્ત્રી) (લુહારનું શેકવા-મૂંજવાનું પાત્ર) મારપ - મશ્નર (a.) (સ્વર્ણાદિ ઉત્પત્તિના સ્થાને આવેલ વૃક્ષાદિથી ગહન સ્થાને આવેલ વસતિવિશેષ) સામુત્તિ - માર્જરમુજી (it) (સ્નિગ્ધતા, આદ્રતા) શાસ્ત્રમાં કહેવાયેલું છે કે “લોભ એ સર્વપાપોનું ઉદ્ભવ સ્થાન છે.” તમે માયા કરો છો. ક્રોધ કરો છો કે પછી અહંકાર કરો છો. તે બધાના મૂળમાં તો આ લોભ જ રહેલો હોય છે. તમને સુંવાળું સુવાળું ખાવાનું મન થાય છે. સુંવાળું પહેરવાનું મન થાય છે કે પછી સ્નિગ્ધ સ્પર્શ ગમે છે તેમાં પણ લોભ કષાય જ બેઠેલો છે. જેના પ્રતાપે અન્ય ક્ષાદિ સ્પર્શ પ્રત્યે તમને અપ્રીતિ ઉપજાવડાવે છે. અને અશુભ કર્મનો બંધ કરાવે છે. આar (7) - માર (ઉ.) (1, સુંદર આકારવાળો 2, ખાણનો માલિક) મારિસ - મા (ઈ.) (1. ગ્રહણ કરવું 2. આકર્ષણ 3. પુનઃ ગ્રહણ કરવું 4. ચારિત્રની પ્રાપ્તિ) આકાશ પ્રદેશમાં અસંખ્ય કર્મયુગલો રહેલા હોય છે. અને તે બધા જ અજીવ છે. આથી એ વાત નક્કી થાય છે કે કર્મપુદ્ગલો સ્વયં કાંઈ આત્માને આવીને નથી ચોટતા. પરંતુ જીવ પોતે જ મન-વચન અને કાયાના શુભાશુભ પ્રયત્નો દ્વારા પોતાનામાં એક એવું આકર્ષણ ઉત્પન્ન કરે છે કે જેનાથી આકર્ષાઇને કમરજકણો આત્મા ઉપર આવીને ચોટે છે. જેમ લોખંડ પોતે કાંઇ લોહચુમ્બક પાસે નથી જતું, પરંતુ લોહચુમ્બકમાં રહેલી ચુમ્બકીય શક્તિવાળા પરિસરમાં પ્રવેશ થતાં જ જીવ તેના તરફ આકર્ષાઇને ચોંટી જાય છે. બસ તેવી જ રીતે આ કર્મોનું નિર્માણ પણ જીવે સ્વયં કરેલું છે. જ્યારે જીવનો આ કર્મગ્રહણ કરનાર ચુમ્બકીય શક્તિનો નાશ થાય છે, ત્યારે તે સિદ્ધ શબ્દથી ઉદ્બોધિત થાય છે. મારિયન - માર્ષિ (4. ત્રિ) (1, લોહચુમ્બક 2, આકર્ષણ કરનાર) બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે આકર્ષણ હોય છે. બાહ્ય રૂપ, રંગ, આકાર દેખીને મન આકર્ષિત થાય તે બાહ્ય આકર્ષણ છે. આજનો માનવ જાત જાતની ફેશનો, કરતબો, નખરા કરીને બીજાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ બધાથી લોકો તમારા તરફ અમુક જૂજ લોકો જ આકર્ષિત થશે. કદાચ બની શકે કે તમે જીવો છો ત્યાં સુધી જ તેઓ તમારી નોંધ લેશે. પરંતુ જો તમે પકાર, ઉદારતા, સૌમ્યતા, સહાયકતા વગેરે અત્યંત ગુણો ખીલવશો તો તેના દ્વારા તમારા પરિચયમાં રહેલા કે નહીં રહેલા પણ તમારા તરફ આકર્ષિત થશે. અને તેના દ્વારા તમારી ગેરહાજરીમાં પણ તેઓ તમને યાદ કરશે. માલિr - ડાઇr (7) (1. ખેંચવું, આકર્ષિત કરવું 2. પ્રેરવું) માત્રા - રાસ્ના (2) (અધ્યવસાય, વિચાર, મનોમંથન). મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ઇચ્છાનો નિરોધ કરવો તે યોગ છે.” અર્થાતુ તમારા મનની ઇચ્છાઓને કે વિચારોને રોકવાથી યોગની પ્રાપ્તિ થાય છે. જ્યારે તે જ વ્યાખ્યામાં વિશેષતા કરતાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું કે માત્ર ઇચ્છાનિરોધ યોગ નથી. પરંતુ અશુભ ઇચ્છાઓમાંથી નિવૃત્તિ અને શુભ ઇચ્છાઓમાં પ્રવૃત્તિ તે યોગ બને છે. સારી ઇચ્છાઓ તો ભાવવા જેવી છે. તે સાચા યોગની પ્રાપ્તિમાં સહાયક બને છે. 253 -