Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आसणगय - आसनगत (त्रि.) (સ્વસ્થાને રહેલ, આસન ઉપર બેસેલ) आसणचाग - आसनत्याग (पुं.) (આસનનો ત્યાગ) આપણને થાક લાગે કે કંટાળો આવે એટલે તરત જ ખુરશી પર બેસી જઇશું. અથવા તો પલંગ કે પથારીમાં આડા પડી જઇએ છીએ. થોડોક પણ થાક સહન કરી શકતાં નથી. પરંતુ જિનશાસનમાં એવા વિરલ સાધુઓ થયા છે કે જેઓએ ઉપસર્ગ અને પરિષહોને સહન કરીને પોતાના આત્માને અને જીવનને નિર્મળ બનાવ્યું છે. એક કિંવદત્તી અનુસાર શ્રી શુભવીર વિજયજી મહારાજે સંથારાનો ત્યાગ કરીને આખી રાત કાઉસગ્ગ મુદ્રામાં આખી રાત વિતાવી હતી. અને તે જ કાઉસગ્નાવસ્થામાં તેમણે શાંતિસ્નાત્રની રચના કરી હતી. જેને આજે સમસ્ત સંઘ પ્રતિદિન જિનાલયમાં કે ઘરમાં ભણાવે છે. સાક્ષIO - માસનસ્થ (ઉ.) (આસનમાં રહેલ). રાજયાવસ્થામાં જેઓ મખમલના ગાલીચાઓ વિના ચાલતાં નહોતા. સુંવાળી શય્યાઓનું સદા સેવન કરતાં હતાં. પોતાનું કાર્ય કરવા માટે જેમને ક્યારેય કોઇપણ જાતનો પ્રયત્ન કરવો નહોતો પડ્યો, એવા પરમાત્મા શ્રમણ બન્યા પછી ક્યારેય પણ પલાઠી વાળીને બેઠા નથી. તેઓએ અભિગ્રહ ધારણ કરી લીધો કે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી કોઇને કોઇ આસનમાં રહેવાનું. જેથી કરીને તેઓ ક્યારેક વીરાસનમાં, ક્યારેક દંડાસનમાં, ક્યારેક ઉત્કટિકાસનમાં રહેતાં હતાં. અરે ! તેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પણ તેઓ ગોદોહિકાસનમાં રહેલા હતાં. માસવાળ - માસનદાન () (અસાનાદિ આપવું તે). आसणपयाण - आसनप्रदान (न.) (આસન આપવારૂપ દર્શનવિનયનો એક ભેદ) आसणाणुप्पयाण - आसनानुप्रदान (न.) (સત્કારાર્થે આસનનું આમંત્રણ આપવું તે). જેવી રીતે ગૃહસ્થોના ત્યાં બહારથી મહેમાન આવે તો તેઓ તરત જ ખુશ થઈને તેમને સામે લેવા જાય છે. તેડીને ઘરમાં લાવે છે અને તેઓને બેસવા માટે આગ્રહ પૂર્વક ખુરશી વગેરે આપે છે. આ લૌકિક આચાર છે. તેવી જ રીતે લોકોત્તર જિનશાસનમાં જે ઉપાશ્રયમાં બહારથી કોઇ અન્ય સાધુ આવેલા હોય તો ત્યાં રહેલા સાધુ તેઓને સામે લેવા જાય છે. અને ઉપાશ્રયે લાવીને તેઓના સત્કાર કરવાને અર્થે પોતાના આસન પર બેસવાનું આમંત્રણ આપે છે. એટલું જ નહીં તેના માટે ગોચરી-પાણીની પણ વ્યવસ્થા કરી આપે છે. અહીં ફરક એટલો જ માત્ર છે કે આપણે જેને ઓળખતા હોઇએ તેની જ આવી ભક્તિ કરીએ છીએ. જ્યારે સાધુ કોઇપણ જાતના પરિચય વિના પણ આચાર પાલન કરે છે. માણા - માસન્ન (a.). (નિકટવર્તી, નજીકમાં રહેલ) સાધુનો વિહાર જીવદયા પ્રધાન હોય છે. તેઓ એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજા શહેર, એક રાજયમાંથી બીજા રાજયમાં જ્યાં પણ જાય છે ત્યાં ઇર્યાસમિતિનું પાલન કરતાં કરતાં જાય છે. વિહારક્રમમાં કોઇપણ જીવની વિરાધના ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે. ગન્તવ્ય સ્થાન નજીક રહેલું હોય પરંતુ જવાના માર્ગ વિરાધનાવાળો હોય તો તેનો સદંતર ત્યાગ કરે છે. અને જવાનો માર્ગ દૂર હોય પરંતુ નિર્દોષ હોય તો તેવા માર્ગે ઉગ્રવિહાર કરીને પણ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું પાલન કરે છે आसन्नलद्धपइभ - आसनलब्धप्रतिभ (त्रि.) (પરતીર્થીને ઉત્તર આપવામાં સમર્થ)