Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आकोसायंत -- आकोशायमान (त्रि.) (વિકસિત, વિકાસ પામેલ) તમે ક્યારેય ખીલેલું કમળ જોયું છે ખરા જો જોયું હશે તો તમને ખબર હશે કે વિકસેલું કમળ અત્યંત નયનરમ્ય હોય છે. પરંતુ તેની નાભિ અર્થાતુ મધ્યભાગ અત્યંત ઊંડો અને ગૂઢ હોય છે. શાસ્ત્રોમાં કહેવું છે કે ઘણા બધા શસ્ત્રોનો અભ્યાસ કર્યા બાદ જ્ઞાની પુરુષ વિકાસ પામેલા કમળની નાભિ જેવો હોય છે. એટલે કે અત્યંત ગુઢ અને ગંભીર આશયવાળો હોય છે. તે જ્ઞાનના મદમાં ઉછાંછળો કે સ્વચ્છંદી નથી બની જતો. સાવંત્ર - મા-gઇન (ઈ.) (ઇન્દ્ર) HTI - મારુતિ (a.). (આગમન, આવવું) દંડક પ્રકરણમાં કુલ ચોવીસ દ્વારનું વિવરણ કરવામાં આવેલું છે. તે ચોવીસ દ્વાર પૈકી એક દ્વારનું નામ આગતિ છે. તેનો અર્થ કરતાં લખ્યું છે કે જેવી રીતે એક ગતિમાંથી જીવ બીજી ગતિમાં જાય છે. તેવી જ રીતે જે તે ગતિમાં ક્યા જીવો આવી શકે તે આગતિ કહેવાય છે. ઉદાહરણ તરીકે મનુષ્યગતિનો જીવ દેવ, નારક અને તિર્યંચમાં જઇ શકે છે. પરંતુ મનુષ્ય યોનિમાં દેવ, નારક અને પંચેંદ્રિય તિર્યંચ જ આવી શકે છે. એકેંદ્રિય કે વિકસેન્દ્રિય ગતિના જીવો તેમાં આવી શકતા નથી. અર્થાત તે જીવો મનુષ્યભવ પ્રાપ્ત કરી શકતા નથી. આમ જે ગતિના જીવો જે યોનીમાં ઉત્પન્ન થઇ શકે તેની યોગ્યતાને આગતિ કહેલી છે. आगइगइविण्णाण - आगतिगतिविज्ञान (न.) (ભૂત-ભવિષ્યના જન્મનો નિર્ણય કરવો તે) આજના લોકો જેમ કહે છે કે માણસની લેખન શૈલી પરથી, તેની ચાલ ઉપરથી તે કેવા સ્વભાવનો હશે તેનું અનુમાન થાય છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં કહેવું છે કે વ્યક્તિ જાહેરમાં કે એકાંતમાં જેવું જીવન જીવે છે તેના પરથી તેનો પૂર્વભવ અને પરભવ નક્કી થાય છે. જો અત્યંત માયાવી હોય તો પશયોનિમાંથી આવ્યો હશે અથવા તે ગતિમાં જવાનો હશે, જો ક્રોધી હશે તો નરકમાંથી આવ્યો હશે કે પછી નરકમાં જવાનો હશે. આ પ્રકારના જ્ઞાનને આગતિગતિવિજ્ઞાન કહેવામાં આવે છે. માતર - ગાનાર (ઉં. 7). (મુસાફરને ઉતરવાનું સ્થાન, ધર્મશાળા, અતિથિભવન) મામiતા - કાન્ત (ત્તિ.) (આગંતુક, મહેમાન, આવનાર) માતાર - કાન્તિાર (ઈ. સ.) (મુસાફરને ઉતરવાનું સ્થાન, ધર્મશાળા, અતિથિભવન) ધર્મગ્રન્થોમાં સંસારને ધર્મશાળા જેવું કહેલું છે. જેવી રીતે કામધંધા અર્થે પરદેશમાં ગયેલ મુસાફર તે સ્થાનમાં જયાં સુધી ધંધો કરે ત્યાં સુધી કોઈ ધર્મશાળામાં આશરો લઈને રહે છે. પરંતુ તેને પોતાનું કાયમી ઠેકાણું નથી સમજતો. તેવી જ રીતે આ સંસાર પણ ધર્મશાળા છે. જયાં સુધી કર્મોની ખપત નથી થતી ત્યાં સુધી જજીવે સંસારમાં રહેવાનું છે. કર્મો ખાલી થઇ જાય એટલે તેને છોડીને પોતાના મૂળસ્થાન મોક્ષમાં જવાનું છે. એ વાતને યાદ રાખવી જોઇએ. પરંતુ ખાટલે મોટી ખોટ એ પડી છે કે દરેક જીવ આ સંસારને પોતાનું કાયમી સરનામું માની બેઠો છે. અને જાણે હવે અહીંથી ક્યારેય જવાનું જ નથી એવું વર્તન કરતો હોય છે. * મત્તા (). (ધર્મશાળા, અતિથિભવન, મુસાફરને ઉતરવાનું સ્થાન) आगंतारद्विय - आगन्तुकागारस्थित (त्रि.) (ધર્મશાળાદિમાં ઉતરનાર મહેમાન, મુસાફર)