________________
૨૦૫ ,
પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર પરમ કલ્યાણની સદા રહેલી છે તથા તેમણે વિશ્વને, તે જે સ્વરૂપે છે, તે સ્વરૂપ યથાસ્થિતપણે પ્રકાશિત કરેલું છે. અને તેના આધાર પર મુક્તિમાર્ગની સાધના વિશ્વમાં અવિચ્છિન્નપણે ચાલી રહેલી છે.
આજ્ઞારા વિદ્ધા , શિવાજ જ મવાર જ ! કલિકાલસર્વજ્ઞ ભગવંત રચિત શ્રીવતગતેત્રમાંની આ પતિને અર્થ એ છે કે
આરાધેલી આજ્ઞા મોક્ષ માટે અને વિધેલી આજ્ઞા સંસાર માટે થાય છે.”
અહીં “આજ્ઞા” શબ્દને જ પ્રયોગ શા માટે? આજ્ઞા એટલે શાસન. આજ્ઞા એટલે મહાસત્તાનું નિયંત્રણ
કર્મની સત્તા એક મહાન સત્તા છે, એમ આપણે સહુ કેઈ માનીએ જ છીએ. પરંતુ તેનાથી પણ મોટી સત્તા રહેલી છે, એ વાત આપણને લલિતવિસ્ત ગ્રન્થથી જાણવા મળે છે.
આ સત્તાને શ્રી જૈન શાસનની મહાસત્તા કહે, તીર્થકારત્વની મહાસત્તા કહે કે વિશ્વની મહાસત્તા કહે, તેમાં શે જ ફેર પડતું નથી.
જિનેશ્વર ” અને “તીર્થકરે” એ બે નામ એક જ અર્થના સૂચક છે. માત્ર સમજવાનું એટલું છે કે તેમનું શાસન જગત ઉપર કેવી રીતે ચાલે છે?
વિશ્વના કેઈ પણ શાસન કરતાં આ શાસન વધુ વ્યવસ્થિત છે, વધુ કલ્યાણકર છે. કર્મની સત્તા નીચે રહેલા છાને આ શાસન તેમાંથી છોડાવનાર છે, દુઃખમુક્ત કરાવનાર છે.
આવી મહાશક્તિ આ શાસનમાં શાથી આવી? તે વીતરાગ પુરુષનું શાસન છે, એટલા માટે જ એ શક્તિ આવતી હોય તે તેને માત્ર “વીતરાગ શાસન કહેવાત, માત્ર સર્વસનું શાસન કહેવાત, માત્ર કર્મ મુક્તનું કહેવાત, પણ તીર્થંકરનું શાસન કેમ કહ્યું?
શાસ્ત્રમાં આ શાસનને જિનશાસન અર્થાત તીર્થંકરદેવોના શાસન તરીકે ઓળખાવેલ છે, તેની પાછળ કોઈ વિશિષ્ટ હેતુ રહેલે હવે જોઈએ. તે આપણે શોધી કાઢે પડશે. તે માટે લલિતવિસ્તરા ગ્રન્થ આપણને મહાન સહાય પૂરી પાડે છે. સર્વકલ્યાણકારની ભાવના
સાચા હૃદયથી એ સહાય લેવામાં આવે તે આપણને તરત જ સ્પષ્ટ થાય એમ છે કે તે હેતુ બીજો કઈ નહિ પણ શ્રી તીર્થકરના આત્માઓની અનાદિકાલીન વિશિષ્ટ ચેગ્યતા જ છે. તેમના આત્માઓમાં જ સમગ્ર વિશ્વના વ્યકિતગત કે સમષ્ટિગત ઉભય પ્રકારના કલ્યાણની એક સરખી ભાવના ભવ સુધી ટકે છે.