________________
સાચી માનવતા
પરંતુ તેટલા માત્રથી તેની દિવ્યતા પ્રત્યેની ભક્તિ ગેરવ્યાજબી છે, એમ કોણ કહી શકે? તે જ કહી શકે જેણે માનવજન્મની કિંમત પેટ ભરવા જેટલી જ અટકી હોય.
ઉર નિર્વાહ એ જીવનનું અપેક્ષાએ એક આવશ્યક અંગ છે, પણ એ જ એક અંગ છે અને બીજા તેનાથી ચઢિયાતા અંગો અને માનવેતર જીવનમાં અસુલભ એવા અંગેનું મૂલ્ય કાંઈ જ નથી–એ વિચાર સરણ શું યોગ્ય છે?
માનવને મન, દેહ કરતાં આત્મા એ મહત્વની વસ્તુ છે. દેહનું જીવન તે પશુઓ પણ જીવે છે તેટલા માત્રથી માનવની સાર્થકતા શું?
દિવ્યતાની પૂજામાં માનવતા સાર્થક થાય છે. પૂજા એ કેવળ વિધિ જ નથી. કિત તેની પાછળ માનવની ભાવના છે, પોતે જે નથી, તે થવાની કામના છે. પૂજાની ક્રિયા દ્વિારા માનવી તે ભાવનાને ઉચ્ચારે છે.
સાંસારિક લાભ-હાનિની દષ્ટિએ પૂજાના અને તેની પાછળ રહેલી ભાવનાના મૂલ્ય આંકવા એ દિવ્યતાની નરી–ઠેકડી છે.
જે માનવતા દિવ્યતાને પ્રગટાવી ન શકે તે માનવતાનું મૂલ્ય પાશવતાથી જરા પણ અધિક નથી.
માનવતાની પૂજા, દિવ્યતાની પૂજાના ફળ સ્વરૂપ ન હોય તે તે પૂજા માનવતાની નહિ, પણ દાનવતાની જ છે.
દિવ્યતાનું મૂલ્ય જેઓ સમજે છે, તેઓ ઘરમાં ભલે અંધારૂં રહે તેની ચિંતા કરતા નથી, પણ દેવમંદિરમાં દીવે અવશ્ય કરે છે. પિતે અધભૂખ્યા રહે છે, પણ અતિથિ કે સાધુ-સંતને ભેજન આપ્યા સિવાય નથી રહી શક્તા.
અહિક સુઓમાં સર્વસ્વને જેનારાએ આ વાત નહિ સમજી શકે. દિવ્યતા પ્રગટાવતી માનવતાના જ જેઓ પૂજારી હશે, તેઓને આ વાત સહેલાઈથી સમજાશે.
પેટ ભરી માનવતા અને દિવ્યતાની યાત્રા સ્વરૂપ માનવતા એ બે વચ્ચે મોટું અંતર છે.
સંસારી જીવ ભલે ગણત્રી કર્યા કરે, હિસાબ મેળવ્યા કરે, ઉપયોગિતાવાદને આગળ કરીને માનવતાને છેહ દે, પણ દિવ્યતાના પંથે વિહરવાની તાલાવેલીવાળે સાચે માનવ, દેવો કે દેવમંદિર, ગુરુ કે ગુરુમંદિર, ધર્મ કે ધર્મસ્થાનને કદી નહિ ભૂલે, નહિ ભૂલી શકે.
દિવ્યતાના સાધનરૂપ નાનામાં નાની વસ્તુ પણ તેને મન માનવની સકલ સમૃદ્ધિઓથી પણ અધિક સમૃદ્ધિવાળી છે. સકળ સુખોપભોગથી પણ અધિક સુખકારક છે.