________________
૩૬૩
અહિંસા પર અન્વેષણ
સત્ય શાસ્ત્રોની રચના તેઓશ્રીના ઉપદેશથી થાય છે. સત્ય અને શાશ્વત મંત્ર, યંત્ર, તંત્રાદિ પ્રગટ થાય છે અને તે દ્વારા પ્રકૃતિનું મહાશાસન વિશ્વકલ્યાણનું કાર્ય કરે છે અને તીર્થકરની ભક્તિ વગેરે સહજ કમાનુસારે થાય છે, માટે પરમાર્થ–પરાયણ જીવનમાં આપણે “જીવન” માનવું જોઈએ.
1 અહિંસા પર અન્વેષણ 'दीर्घमायुः परं रुपं आरोग्यं श्लाघनीयता ।। अहिंसायाः फलं सर्व किमन्यत् कामदैव सा ॥'
-कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्रसूरिजी અર્થ - દીર્ઘ આયુષ્ય, શ્રેષરૂપ, રંગરહિતતા અને પ્રશંસનીયતા એ સર્વ અહિંસાનાં ફળ છે. વધારે શું કહીએ આ અહિંસા જ સર્વ ઈચ્છિતેને અવશ્ય પૂર્ણ કરનારી છે.
“હિંસા ન કરવી તે અહિંસા અહિંસાની આ વ્યાખ્યા સર્વમાન્ય છે. પણ હિંસા કેને કહેવી? એ બાબતમાં મોટો વિવાદ છે.
“પ્રાણનાશ એ હિંસા” એટલે જ ટુંકે અર્થ કરવામાં આવે, તે તેમાં ઘણું રે અને અસંગતિએ રહી જવા પામે છે. એટલે “અહિંસા” શબને “યથાર્થ” વિશેષણ લગાડીએ છીએ ત્યારે જ એ વિવાદને અંત આવે છે.
શ્રી જિનેશ્વદેવએ કહેલી અહિંસા એ જ એક એવી અહિંસા છે કે જેમાં અહિંસાના સવ અંગેનો યથાર્થ વિચાર કરવામાં આવ્યું છે. અહિંસાને વિચાર કરવા માટે ત્રણ અંગે મુખ્ય છે. હિંસક, હિંસ્ય અને હિંસા.
પ્રાણનાથ તે હિંસા, એ સ્વીકાર્યા પછી પ્રાણુનાશ કરનાર, જેને પ્રાણુનાશ થાય છે તે અને પ્રાણનાશ થવાના પ્રકારનું સાંગોપાંગ વર્ણન અને વિવેચન આવશ્યક છે જ.
અહિંસા આવશ્યક છે, તે તેને અમલમાં મૂકવા માટે અને જીવનમાં ઉતારવા માટે એટલી જ જરૂર હિંસકને, હિંસ્યને અને હિંસાની રીતને જાણવાની છે.
રોગમુક્ત થવા માટે રોગી, સર્વ પ્રકારની નિદાન પદ્ધતિઓ ઉત્સુક્તાપૂર્વક અપનાવે છે, તેવી જ રીતે યથાર્થ અહિંસાની આ નિદાન પદ્ધતિ તરફ જરા પણ અરૂચિ કે ઉદાસીનતા રાખવી અહિંસા પ્રેમીને ન જ છાજે. આ ઉપેક્ષા નાવમાં પડેલા છિદ્રની ઉપેક્ષા કરવા કરતાં પણ વધુ ગંભીર છે. હિંસાથી દુખ-અહિંસાથી સુખ
હિંસાથી જ દુઃખ અથવા હિંસાથી દુઃખ જ અને અહિંસાથી જ સુખ અથવા અહિંસાથી સુખ જ, એવો નિશ્ચિત કાર્ય કારણભાવ હિંસા અને દુઃખ વચ્ચે તથા અહિંસા અને