________________
૫૯૦
આત્મ-ઉત્થાનને પાયે પર્યુષણ પર્વ અનાદિસંબંધી એવા કષાયાદિનું મૃત્યુ કરનાર હોવાથી મુનિએ માટે તે ઉત્તમ કાળ, મુંડન કાળ બની રહે છે. અર્થાત્ તે કાળે મુનિઓ મુંડન કરાવે છે.
પ્રભુને શ્રી સંઘ આ ઉત્તમ દ્રવ્ય, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કાળ અને ઉત્તમ ભાવની ભક્તિ દ્વારા સદા ઉજમાળ રહે છે. તેમજ તેને પામીને કૃતકૃત્યતા અનુભવે છે.
5
માન–મુક્તિ માનવને માન-કષાયની અધિકતા છે. માટે અભિમાન છોડીને નામગ્રહણપૂર્વક બીજાને માન આપવામાં માનવજન્મની સાર્થકતા છે.
દેવગુરુને નમસ્કારથી ધર્મને પ્રારંભ થાય છે. તેના મધ્યમાં અને અંતમાં પણ નમસ્કાર વડે જ માનરહિત અને જ્ઞાન સહિત થવાય છે.
પિતાનું મનાવવાનો પ્રયાસ માન વધારવા માટે થાય છે, તેથી સામાનું મન ઘવાય છે, બે માનવ વચ્ચે અંતર વધે છે. આપ્તજનેનું માનવાની ટેવ પડવાથી માન ઘસાય છે. અને ધર્મના મૂળરૂપ વિનયગુણ પુષ્ટ બને છે.
આધ્યાત્મિક સુખ અને શાંતિ મેળવવાને ઉપાય, પિતાનું મનાવવાને મિથ્યા આગ્રહ છોડી દઈને, બીજાને સહાનુભૂતિપૂર્વક સાંભળવા-માનવાને છે.
દરેક ક્ષેત્રમાં માનવીને વિકાસ, માનવીને માન આપવાથી થાય છે. માન માંગવાથી નહિ. પણ માન્ય પુરુષને માન આપવાથી, તેમનું બહુમાન કરવાથી થાય છે. માન તે માંગવાની વસ્તુ જ નથી, આપવાની વસ્તુ છે.
પ્રભુની આકૃતિ મૂર્તિના દર્શનથી સાલેય મુક્તિ, પ્રભુના નામનું ગ્રહણ કરવાથી સામીપ્ય મુક્તિ, પ્રભુના આત્મદ્રવ્યના ચિંતનથી સારુખ્ય મુક્તિ અને પ્રભુના ભાવની સાથે તન્મય થવાથી આયુજય મુક્તિ પ્રાપ્ત થાય છે. એ ચારે પ્રકારની મુક્તિ “માન મુક્તિના પર્યાયરૂપ મુક્તિ છે.
પૂજ્યના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાન આપવાથી માનકષાયથી મુક્ત થવાય છે. માન મુક્તિથી અન્ય કષાયથી મુક્તિ સુલભ બને છે.
દાન પણ માન છોડવા માટે હોય તે જ ધર્મરૂપ બની શકે છેપ્રત્યેક ધર્મક્રિયા મુખ્યત્વે માનવને માનકષાય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે વિહિત છે.
માનનું ઘર મન છે, એ ઘરમાં પરમ માનનીય પરમાત્માને બહુમાનપૂર્વક પગલાં કરાવવાથી માન કે જે કષાયરૂપ હતું તેનું નમન દ્વારા ભકિતમાં રૂપાંતર થઈ જાય છે.
મા” પણ એ જ સૂચવે છે, “અમે પણ એ જ કહે છે કે, માન છોડે, સન્માન દે. ખમી ત્યારે જ શકાય, જ્યારે માન-કષાય મળે પડયે હેય. એ મળે ત્યારે પડે જ્યારે મહાપુરુષને માન આપવામાં આપણે કટિબદ્ધ બનીએ.