________________
૪-૬]
વક્રોક્તિજીવિત ૩૨૫
સાગરદત્તને સમુદ્રદત્તની વાત જણાવે છે. એટલે કુલકલંકના ભયથી દુ:ખી થતા તે સાર્થવાહ વહુને પેાતાના પુત્રથી જ ગર્ભ રહ્યો છે એમ જાણી તેના શુદ્ધ ચારિત્ર્ય વિશે નિઃશક બને છે, એમાં પેલી વીંટી ખૂબ ઉપયાગી થઈ પડે છે. સાગરદત્ત કહે છે—
“મારા પુત્રના નામવાળી એ વી...ટી વહુની ચારિત્ર્યશુદ્ધિને સ્પષ્ટ રીતે જાહેર કરે છે. પણ મારા પાપની શુદ્ધિ તે પશ્ચાત્તાપ જ કરશે.” ૧૪
દ્વારપાળને જ્યારે એમ પૂછવામાં આવે છે કે તે અમને પહેલાં કેમ ન કહ્યું, ત્યારે તે કહે છે
(પ્રાકૃત ભ્રષ્ટ હાર્દ અનુવાદ થઇ શકે એમ નથી) ૧૫ વાચકોએ તે મૂળમાં જ જોઈ લેવું.
વળી જેમ કે ઉત્તરરામચરિત’માં—
કઠોરગર્ભો સીતાના વિનાદ માટે રામ પહેલાં થઈ ગયેલા રાજાએનાં ચિત્રો બતાવતાં અમેઘ ાંભકાસ્રોને વિશે કહે છે— “આ તારા સંતાનને પૂરેપૂરાં પ્રાપ્ત થશે.”
આ ઉક્તિ પાંચમા અંકમાં સીતાપુત્ર લવને ઓળખવામાં ખૂબ ઉપયાગી થઈ પડે છે. ત્યાં લવ યુદ્ધકળામાં નિપુણ ચંદ્રકેતુ સાથે ક્ષણિક યુદ્ધક્રીડાના પ્રસ્તાવ કરે છે એ વખતે કાલાહુલ મચાવતા વિશાળ સૈન્યને મારી હઠાવવાની ઉત્કંઠાથી ઝડૂળતા લવે જા...ભકાસ્ત્ર વાપરવાના વિચાર કરી કહ્યું——
“ભલે, તેા સમય ન બગડે તે માટે જા ભકાચ વડે સૈન્યાને જરી નિશ્ચેતન કરી દઉં.”
સુમંત્ર (ગભરાટથી) : વત્સ, મને લાગે છે કે આ કુમારે જા ભકાસ્ર આમંણ્યું છે. ચંદ્રકેતુ એમાં શે સંદેહ—
તિમિર-વીજળી કે ચૈાગ આ શે પ્રચંડ દુખતી રંગ, થતી એ જોઈ ઉઘાડમી'ચ