Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૧૧૧
છે, કારણ કે સ્રોઓના પ્રેમી ખનવું અને લાજ શરમ રાખવી એ એને બનતું જ નથી. તેમજ જ્યારે તેના પર અત્યંત રાગ થાય છે, ત્યારે વિષયની ઇચ્છા પ્રમળ થવાથી શીલવ્રત પણ જરૂર નાશ પામે છે, અને એ વખતે શાસ્ત્રોને જાણકાર પંડિત હાય તા પણ તે વખતે શાસ્ત્ર જ્ઞાન (શાશ્ત્રોનું જાણુપણું સમજણુ) બુઠ્ઠું થઇ જવાથી સંકોચાઇ જાય છે, એટલે સ્ત્રીના પ્રેમમાં પડેલેા જીવ શાસ્ત્ર જ્ઞાનને પણ વિસારી રુ છે. પરન્તુ તે વૈરાગી જીવને “ક્ષણુ માત્ર સુખને અર્થે હું જીવ! તારે નરકનાં અનેક ભયંકર દુ: ખા ૩૩ સાગરોપમ સુધીના પણ ભોગવવા પડશે ” એમ જ્યારે યાદ આવે છે ત્યારે તત્ત્વ સૃષ્ટિ (ખરી સમજણુ) જાગે છે, ને તેથી સ્ત્રીને ભયંકર દુ:ખનું કારણ સમજે છે. તે વખતે એ જ ઘણી વ્હાલી સ્ત્રી પણ એ જીવને ઝેરના સમુદાય જેવી ઘણી અળખામણી લાગે છે, એટલે તેના પરથી રાગ ઉડી જાય છે, અને તે વૈરાગ્યવાળા જીવ સ’પૂ સચમી બને છે, એ તત્ત્વ સૃષ્ટિના જ માટે પ્રભાવ છે. પરિણામે તે જીવ મુક્તિ પદને પણ પામે છે. આ શ્લાકનું ખરૂ રહસ્ય એ છે કે ભાગના સાધના કાઈ પણુ કાલે વાસ્તવિક સુખને આપી શકતા જ નથી, આવી દૃઢ ભાવના શ્રી જૈનેન્દ્ર શાસન રસિક ભવ્ય જીવે એ જરૂર રાખવી જોઇએ. પુદ્ગલાનંદી જીવાને તત્ત્વ દૃષ્ટિ બહુ જ દુર્લભ હાય છે. ન સમજણને લઇને કરેલા અયેાગ્ય આચરણની ખાખતમાં અંતે તા સમજી જીવાને જરૂર પશ્ચાત્તાપની ભાવના જાગે છે, અને ક્રીથી તેવુ કાર્ય કરતા નથી. આ અંધા તત્ત્વ