Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
રર૭
સ્પષ્ટથ સહિત વૈરાગ્યશતક ]
આ બાબતમાં કે વૈરાગ્યવંત છવ પિતાના મિત્રની આગળ પશ્ચાત્તાપ કરે છે કે હે મિત્ર! હૃદયમાં ફેલાતે કામદેવનો વેગ મેં બ્રહ્મચર્યના ઉપાય વડે અટકાવે નહિં, પરતુ નિરંકુશપણે વધવા દીધે, કામોત્તેજક ઔષધિઓ ખાધી. વાજીકરણ સેવ્યા. અને એથી મેં કામાધીન થઈ અનેક કુકર્મો કર્યા એ ઘણુ ખેદની વાત છે.
તેમજ સત્પાત્રને દાન દેવા વિગેરેના ઉપાયથી લેભ ઓછો ન કર્યો, પરંતુ વૈભવ વધારવાને અનેક પેઢીએ ખોલી અનેક હિંસક કારખાનાં ઉભાં કર્યા, અનેક હિંસક
પિષ્યા, ને મોટા મોટા પાપારંભ કરી કરડે ને અબજોની મિલક્તથી પણ સંતોષ ન રાખે એટલું જ નહિં પરંતુ તેમાંથી સુપાત્ર દાનાદિ કંઈ પણ સન્માર્ગે મારૂં ધન ન વાપર્યું, કેવળ ધન કમાવામાં જ મશગુલ રહી અનેક છળ પ્રપંચે કરી ધનવાન બન્યું. ખેટાં ખાતાં બનાવી ચેપડા ખેટા બનાવી અનેક ગરીબના માલ લુંટયા ને ભૂખે રખડતા ક્ય.
તેમજ સદ્દગુરૂની પાસેથી શાસ્ત્ર શ્રવણના ઉપાયથી મેહનું તત્ત્વ વિચારી તેને નાશ ન કર્યો પરંતુ સદ્દગુરૂઓની ને શાસ્ત્રોની અવગણના કરી. સદ્દગુરૂઓને પણ ખાવાનું ન મળ્યું એટલે સાધુ થયા ઈત્યાદિ કહી વગેવણી કરી. બાવા લંગોટીયા ભિખારી ઈત્યાદિ દુર્વચનોથી મહાત્માઓને વગેવ્યા, ને પિથાં તે થોથાં ઈત્યાદિ દુર્વચનથી પરમ પદને ઉપકારી એવાં શાસ્ત્રોને પણ વગેવ્યાં.