Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૪૫
એ પ્રમાણે નિરન્તર પ્રભુની ભકિત કરતાં કેટલાએક દિવસેા ચાલ્યા ગયા. તેવામાં એક વખતે આકાશમાં બહુ જ વાદળાં ચઢી આવ્યા, સુશળધાર જલવૃષ્ટિ થવા માંડી, ખધી જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું. આ પ્રસંગે દેવપાળ પ્રભુની પ્રતિમાની સેવા કરવા જઈ શકયા નહિ, તેથી તે સાજન પણ લેતા નથી. એ પ્રમાણે સાત દીવસ સુધી તેનાથી જઈ શકાયું નહિ તેથી તેને સાત ઉપવાસ થયા. આઠમે દીવસે વરસાદ બધ થયા ત્યારે તે દેવપાળ રાજી થઇને પ્રભુની સેવા કરવા માટે ગયા. પ્રભુની અત્યંત ભકિતપૂર્ણાંક સેવા કરીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા કે હે કરૂણાસમુદ્ર ! મારે। ગુના માક્ કરો, કારણ કે સાત દિવસ સુધી હું આપની ભકિત કરી શકયા નથી, તેથી હું માનું છું કે મારા તે સાત દિવસે નકામા ગયા. પરંતુ આજે પ્રગલ પુણ્યાયે આપના પવિત્ર દર્શન કરીને હું કૃતાર્થ થયા છે. માટે કૃપાનિધિ ! હું આપની પાસે એટલું જ માગું છું કે આપના ધ્રુશન વિના મારા એક પણ દિવસ નકામે
ન જાય.
આ પ્રમાણે દેવપાલના અત્યંત ભકિત રાગ જોઇને ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે હું દેવપાળ ! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે ઇચ્છિત વરદાન માગ. દેવપાલે કહ્યું કે હું એ માગુ' છું કે પ્રભુની ઉપર મારી અનુપમ અને અખંડ ભકિત થાઓ. ત્યારે દેવી એટલી કેહું પુણ્યશાળી ! તે તે છેજ. માટે તે સિવાય બીજું વરદાન માગ દેવનુ દૃન ફ્રાગટ ન જાય. ત્યારે દેવપાલે કહ્યું કે હે દેવી! ભગ
૩૫