________________
૨૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ नो भूयो भूयः उपचिनोति, अनादिकं च नु अनवदनं दीर्घाद्धं चतुरन्तं संसारकान्तार क्षिप्रमेव व्यतिव्रजति ॥३४॥
અર્થ-સૂત્રની માફક અર્થના અવિસ્મરણ માટે અનુપ્રેક્ષા કરવી જોઈએ. તે હે ભગવન્! અનુપ્રેક્ષાથી જીવ ક્યા ગુણને મેળવે છે? અર્થના ચિંતન રૂપ અનુપ્રેક્ષાથી આયુષ્યકર્મ સિવાયની ગાઢબંધને બાંધેલી સાત કર્મપ્રકૃતિઓને શિથિલબંધને બદ્ધ અર્થાત્ અપવર્તાનાદિ કરણ કરે છે, કારણ કે–આ અનુપ્રેક્ષા તપના ભેદ રૂપે હોઈ તપની તે નિકાચિત કર્મને ખપાવવામાં શક્તિ છે. વળી દીર્ઘકાળની રિથતિવાળી અશુભ કર્મપ્રકૃતિએને હુવકાલની સ્થિતિવાળી બનાવે છે, કારણ કે-શુભ આશયના વશે સ્થિતિ કંડકનો અપડાર થાય છે. વળી તીવ્ર રસવાળી અશુભ કર્મપ્રકૃતિએને મંદ રસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી અશુભ પ્રવૃતિઓને અલ્પ પ્રદેશવાળી બનાવે છે. આયુષ્યકર્મને બાંધે ખરે અને ન પણ બાંધે, કારણ કે–તે જીવને ત્રીજો ભાગ વગેરે શેષ આયુષ્યપણમાં જ બંધાય છે. જો બાંધે તે દેવનું આયુષ્ય જ બાંધે, કારણ કે-મુનિને દેવના આયુષ્યના બંધનો જ સંભવ છે. તથા અશાતા વેદનીયકર્મ અને બીજી અશુભ પ્રકૃતિએને વારંવાર બાંધ નથી. વારંવારનો નિષેધ એટલા માટે છે કે કેઈ એક પ્રમાદથી પ્રમત્ત મુનિને તે અશુભ પ્રકૃતિના બંધને પણ સંભવ છે. તથા અનાદિ અનંત દીર્ઘ કાળવાળા ચતુર્ગતિ રૂપ સંસારજંગલને જલદી જલદી પાર કરી જાય છે–ઉલંઘી જાય છે. (૨૪-૧૧૧૪)