Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 13
________________ સિદ્ધાંત સ્યાદ્વાદછે. સ્યાદ્વાદ એટલે શું? આ જગતમાં એવું અટપટું છે કે તે કેવું છે તે સંપૂર્ણપણે કહેવું મુશ્કલે છે, એટલું જ નહિ પણ અશક્ય છે. ઉપનિષદૂકારો પણ તિ નેતિ કહીને જગતનું નિરૂપણ અશક્ય છે–એમ કહે છે. જૈનો પણ એમ જ માને છે છતાં તે એટલું તો કહે જ છે કે જગતનું સંપૂર્ણ સ્વરૂપ કહેવાને માટે અશકય જ છે, છતાં કેટલુંક સ્વરૂપ આપણે સૌ બોલીએ છીએ, માટે તેનો સ્વાદ્વાદ થઈ શકે છે. સ્યાદ્વાદ એટલે કથંચિદ્વાદ. સામે પક્ષે કથંચિઅવાદ રહે છે. અર્થાત્, જગત સાદું વક્તવ્ય છે અને સ્યાદ્ અવ્યક્તવ્ય છે. જગત સર્વ વિજ્ઞાનમય કેવી રીતે છે, તે જાણવામાં આવવા છતાં સ્યાદ્ કથંચિ) વાદ કહી શકાય છે. જે કાંઈ બોલાય છે, તેના સિવાય પણ એ વસ્તુ વિશે બીજું કાંઈક હોય છે ખરું, પણ બોલાતું નથી અથવા એ બોલાતું હોય તે વખતે પણ પ્રથમનું જે બોલાયેલું છે તે પણ એ વખતે બોલી શકાતું નથી. તેથી આ જગતનો સ્યાથી જ વાદ થઈ શકે છે. સ્યાદ્ વિના વાદ થઈ શકતો નથી, બોલી શકાતું નથી. આ રીતે જૈનદર્શનમાં જગતનું નિરૂપણ સ્યાથી કરવામાં આવ્યું છે, તે પણ ઘણું જ વિવિધ છે. એકીકરણની દષ્ટિથી, પૃથક્કરણની દૃષ્ટિથી, વિશેષ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, સત, અસતુ, વગેરે દૃષ્ટિબિંદુઓથી એ ઉપરાંત એક રીતે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ રીતે, છે રીતે, સાત રીતે, આઠ રીતે, નવ રીતે, એમ અનેક રીતે જગત સમજાવ્યું છે અને તે દરેક રીતમાં પરસ્પર એક બીજી પદ્ધતિને ગૌણમુખ્ય ભાવ આપેલો છે. ઉપરાંત ચૈતન્ય વિજ્ઞાન, પ્રાણી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94