Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 19
________________ પ્રાણીવિદ્યા તેમણે ઉત્પન્ન કરી છે અને તેના ઉપરથી ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર પણ ઉત્પન્ન કર્યું છે તથા માનસશાસ્ત્રના પણ અનેક પ્રયોગોની નોંધો રાખવા માંડી છે. એ બધાની પાછળ રહેલી ચૈતન્ય નામની વ્યાપક શક્તિ શું છે તેનો પત્તો હજુ લાગેલો જ નથી ત્યારે ચૈતન્ય અને તેના અધિષ્ઠાનરૂપ આત્મા તથા તેનાં કાર્યોના વિશાળ વૈવિધ્ય વિશે ગ્રંથોના ગ્રંથો જૈનદર્શનમાં ભર્યા છે અને તે પણ માત્ર છૂટક નોંધરૂપે નથી, પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચાયેલ યોગ્ય પદ્ધતિસર તેનું વિસ્તૃત-અતિવસ્તૃત વર્ણન છે. અનુભવગમ્ય, અતિવિપુલ ધન હોય તો પ્રયોગગમ્ય અને બુદ્ધિગમ્ય કરી શકાય તેવું પણ વર્ણન છે. પુદ્ગલદ્રવ્ય વિશે હાલનું વિજ્ઞાન ઘણું આગળ વધ્યું હોય એમ કહેવામાં આવે છે, પરંતુ આધુનિક વિજ્ઞાનના ઇતિહાસના લેખકો જ તેને “પાશેરામાં પહેલી પૂણી” કહીને તેની અત્યલ્પતા જણાવે છે અને વાત પણ ખરી છે કે તે ક્ષેત્ર પણ એટલું બધું વિશાળ છે કે તેનો પાર સામાન્ય બુદ્ધિથી કરોડો વર્ષ પછી પણ માનવજાત લાવી શકે એમ નથી જ.. જૈનદર્શનમાં પુદ્ગલ દ્રવ્યના પાંચ વર્ણો ઃ બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ વગેરે પરમાણુ અને સ્કન્દગત પરિણામો તથા છ પ્રકારના શબ્દો ત્રણ પ્રકારનો બંધ, બે પ્રકારનું સૌમ્ય, બે પ્રકારનું સ્થૌલ્ય અનેક પ્રકારની આકૃતિઓ, પાંચ પ્રકારનો ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત વગેરે સ્કન્ધગત પરિણામો બતાવેલાં છે. પુગલમાંથી શરીર બંધાય છે. ભાષા, મન અને ૧૨

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94