Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 64
________________ હસ્તગત વાત છે. કેમ કે તેઓ વાસ્તવિક રીતે ગુલામ જ હોય છે. આઝાદી, સ્વતંત્રતાની બૂમો પાડ્યા કરે અને દેશમાં ઘૂમ્યા કરે. પરદેશી તંત્ર પ્રજામાં કાયદા કાનૂનોથી વધુ ને વધુ મજબૂત બન્યું જાય, ને પ્રજા આઝાદીની ખોટી ધૂનમાં રહ્યું જાય. તેના જેવી સત્તા આગળ વધારવાની પરદેશીઓને બીજી મજા કઈ ? આર્ય સંસ્કૃતિમાં માનનાર વર્ગને ખસેડીને કૉંગ્રેસમેનોને પ્રધાન બનાવવાનો હેતુ આ ઉપરથી બરાબર સમજાશે અને ત્યાર પછી આ દેશમાં વસવાટ કરી રહેલા પરદેશી પ્રજાજનોને તે જ સ્થાનો સુખેથી આપી શકાય અને તેઓ ધારાસભાઓનો કબજો કરે, એટલે અહીં પાર્લામેન્ટ અને સંપૂર્ણ પરદેશીપ્રજાકીય સંસ્થાનિક સ્વરાજ. સારાંશ કે ભારતીય પ્રજા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવનારી છે અને રહેવાની. તેને પલટવાના અનેક પ્રયોગમાં કૉંગ્રેસ વગેરેનું સ્થાન છે. આર્યસંસ્કૃતિની સામે જેમ પરદેશીઓ છે, તેમ જ કૉંગ્રેસવાદીઓ પણ છે. બન્નેય તોડવામાં એક સામટા સામેલ છે. કૉંગ્રેસમેનો તોડી રહે, એટલે તેઓ તો ઘેર બેસે, પરંતુ સત્તા તેનો લાભ લે. તોડવા ખાતર બળ ક૨વા માટે તેઓને પરદેશીઓ બળવાન અને કૃત્રિમ સત્તાધીન બનાવે, એ સ્વાભાવિક છે. એ રીતે સત્તાધીશ બનાવાયેલા દેશીઓ, તે આજના પ્રધાનો. જ્યાં સુધી પરદેશી પ્રગતિવાદનું જોર દુનિયા ઉ૫૨ રહેશે, ત્યાં સુધી આમ ચાલ્યા કરશે. પરંતુ પ્રાચીન ભારતના મહાત્માઓના પ્રતાપથી ત્રણ રત્નને આરાધનારા એકાદ-બે પણ આખર સુધી નીકળ્યા કરશે, એટલે તેનો વિજય જ છે. ૫૭

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94