________________
ર૪]
સ્થાનાંગસૂત્ર
'F વ્યાન સાચું વચન પણ તેને ખોટી રીતે જોડતાં તીથકર
નામકમ બાંધ્યું હોય તો તે પણ ચાલ્યું જાય
શબ્દો સાચા, શાસ્ત્રના પણ ગોઠવનારે એવી જગે પર ગોઠવે કે બંનેનું અહિત થાય. જેમ ચૂડામણિ માથે ધરાય પણ મેજડી તરીકે ધરાય તે ? ચૂડામણિની વ્યવસ્થા બગડી ગઈ. પણ ચૂડામણિ પણું ગયું નથી. જિનેશ્વરનું વચન હોય છતાં તેને અગ્ય સ્થાને જોડે. વચન સાચું છતાં જોડનાર ડૂબી જાય. વચન ખોટી રીતે જેડયું તેથી બાંધેલું તીર્થંકર નામકર્મ ચાલ્યું ગયું. નિકાચિત ન જાય. “દરેક મતવાળા જાણે છે” એ શબ્દ એમણે કહ્યો, જેને સ્યાદવાદી છે એ શબ્દ વાપર્યો એમાં તીર્થકર નેત્ર ચાલ્યું જાય એને અર્થ શો ? જે સ્થાનને માટે તે શબદ કરેલો તે સ્થાને ન વાપરતાં બીજે ઠેકાણે વાપર્યો.
કમલપ્રભ આચાયનું દ્રષ્ટાંત (4) કમલપ્રા આચાર્ય બહારથી આવતા હતા. વંદના કરતાં કોઈ જતનીએ પગ પકડી લીધો, પોતે જાણતા ન હતા. જતની ખસી ગઈ. મુનિ ગામમાં આવ્યા. કોઈ વખત વ્યાખ્યાનમાં પ્રરૂપણા ચાલી. કલ્પના ખાતર લો કે તીર્થંકર હેય તે સ્ત્રીને હાથ પકડે નહિ, તીર્થકર હોય, અને સ્ત્રીને હાથ પકડે તે તે તીર્થકર નહિ. આ પ્રરૂપણું ચાલી નિરૂપણ કર્યું. નિરપવાદ હોય તે આ વસ્તુ છે. લોકોએ પ્રશ્ન કર્યો. મહારાજ આપને તે દિવસે સંઘટ્ટો થયો તેનું કેમ? સીધું કહેવાનું હતું કે મારા ખ્યાલમાં ન હતું, તે જગા પર કહ્યું –“સ્યાદવાદ” છે. આ પિતાના પ્રમાદના બચાવને માટે જોડયું. જે વસ્તુના બચાવ માટે સ્યાદવાદ હવે તેને પોતાના પ્રમાદને માટે જેડ. આથી તીર્થકર નામત્ર બાંધેલું તેનાં દલિયાં વીખરાઈ ગયાં. ચોર્યાસી ચોવીસી રખડયા. કારણ કે સ્યાદવાદને અસ્થાને ગોઠવ્યો.'