Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 21
________________ હવે પૃથ્વીપ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા હતો. તે ચક્રવર્તી જેવો અને ગુણવંત હતો. બીજી બાજુ, શ્રી કાલિકાચાર્યનો ભાણેજ અને યશસ્વી એવો બલમિત્ર નામે રાજા ભરૂચમાં રાજ્ય કરતો હતો. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરો ઘાલ્યો, તેમાં બહાર રહેતાં બાર વરસ નીકળી ગયા, છતાં તે રાજા નગર લઈ શક્યો નહીં. ઘણા સમય પછી પણ તે કિલ્લો લેવો અશક્ય જાણી તે કંટાળ્યો. એ પ્રસંગે નાગાર્જુને તે (સાતવાહન)ના મુખ્યમંત્રીને જણાવ્યું કે ભેદના પ્રયોગથી હું કિલ્લો જીતવાની યુક્તિ બતાવીશ, માટે મને નગરમાં મોકલો. ત્યારે મંત્રીએ વાત કબૂલ કરી. નાગાર્જુન સૈન્યમાંથી અલગ થઈ ભાગવતનો વેષ પહેરી નગરમાં દાખલ થયો. ત્યાં રાજમંદિરમાં જઈ તેણે રાજાને કહ્યું કે હે રાજન્ ! જીર્ણ દેવમંદિરોનો ઉદ્ધાર કરાવતાં અને સત્કારપૂર્વક મહા દાન આપતાં પુષ્કળ પુણ્ય પેદા કરી શકાય છે. તેથી આ વર્તમાન સંકટ દૂર થશે. એટલે દુર્ગરોધથી કંટાળેલા રાજાએ નાગાર્જુનનું વચન સત્ય માનીને તે પ્રમાણે કરવા માંડ્યું. કારણ કે આપત્તિકાલે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે. પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગોળા સહિત યંત્રો રચાવ્યાં અને ધર્મસ્થાનો ભાંગવા માંડ્યાં, તથા નવેસરથી બનાવવા માંડ્યા. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર ૧૩ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56