Page #1
--------------------------------------------------------------------------
________________
// નમો નમઃ શ્રીગુરુનેમિસૂરયે .
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
(શાસ્ત્રાધારિત ઈતિહાસ)
આ. વિજયપધસૂરિ
શ્રીસ્તંભન પાર્શ્વનાથ ૭૦૦ વર્ષ ઉજવણી સમિતિ, ખંભાત ઈ. ૨૦૧૩
સં. ૨૦૬૯
Page #2
--------------------------------------------------------------------------
________________
નામ :
લેખક :
પ્રકાશક :
પ્રતિ :
મૂલ્ય
:
પ્રાપ્તિસ્થાન :
મુદ્રક
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રીસ્તંભન પાર્શ્વનાથ (ગુજરાતી)
આ.વિજયપદ્મસૂરિ
શ્રીસ્તંભન પાર્શ્વનાથ ૭૦૦ વર્ષ ઉજવણી સમિતિ, ખંભાત
સં. ૨૦૬૯, ઈ. ૨૦૧૩
૨૦૦૦
31. 30/
શ્રીસ્તંભન પાર્શ્વનાથ દેરાસર ખારવાડો, હેમચન્દ્રાચાર્ય ચોક, ખંભાત - ૩૮૮૬૨૦
: કિરીટ ગ્રાફીક્સ, અમદાવાદ. મો. ૯૮૯૮૪૯૦૦૯૧
Page #3
--------------------------------------------------------------------------
________________
આનંદનાં વધામણાં
માનવજીવનમાં કેટલીક ક્ષણો એવી આવતી હોય છે કે જે જીવનમાં એક નૂતન ઇતિહાસ રચી જતી હોય છે. શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુના અલૌકિક અને અતિપ્રાચીન જિનબિંબની ખંભાતમાં પધરામણી થયાનાં ૭૦૦ વર્ષ (૧૩૬૮-૨૦૬૮)ની ઘડી એ આવા જ એક અવિસ્મરણીય ઇતિહાસનું સર્જન જીવનમાં કરી ગઈ છે, એનો આનંદ વહેંચવા માટે જ આ પ્રકાશન થઈ રહ્યું છે.
ગયે વર્ષે પ્રસંગવશ ખંભાત જવાનું થયું અને ત્યાં ધ્યાનમાં આવ્યું કે આ વર્ષ તો પ્રભુજી પધાર્યાના ૭૦૦ વર્ષના અવસરનું વર્ષ છે. તત્ક્ષણ તેની ઉજવણી આખું વર્ષ કરવા-કરાવવાના મનોરથ જાગ્યા અને સ્તંભનજી જિનાલયના ટ્રસ્ટના સહયોગથી વિવિધ આયોજનોની હારમાળા સર્જાઈ.
સહુપ્રથમ ઉજવણી સમિતિનું ગઠન થયું. જેમાં (સ્વ.) જસવંતભાઈ ઝવેરી, વિજયભાઈ મણિલાલ ખંડવાવાળા, મહેન્દ્રભાઈ જયંતીલાલ શાહ, રાજુભાઈ બી. કાપડિયા, સંજય શનુભાઈ શાહ વગેરેને નિયુક્ત કરીને વિવિધ કાર્યભાર સોંપવામાં આવ્યો. એ પછી વર્ષભરમાં કરવા યોગ્ય કેટલાંક નક્કર અને સાર્થક સુકૃતો કરવાનું ઠરાવી તે માટે ફંડ કરવામાં આવ્યું. શ્રીસ્તંભનજી પ્રભુના પુનિત પ્રભાવે બહુ જ ઝડપથી ૨૦ લાખ કરતાંયે વધુ રકમ એકત્ર થઈ, જે ખંભાતવાસીઓ માટે કલ્પનાતીત હતું.
એ પછી શરૂ થયાં નિયત થયેલાં આયોજનો. સૌપ્રથમ ખંભાતમાં વસનારાં જૈન-અજૈન સર્વ મળીને ૧૮૨૦ હજાર કુટુંબોને પ્રભુ પધાર્યાની હરખ-પ્રસાદીરૂપ મીઠાઈના પેકેટનું પ્રભાવનારૂપ વિતરણ બહુમાનપૂર્વક કરવામાં આવ્યું. આના મંગલાચરણરૂપે એક જાહેર સભાસમારંભ યોજાયો અને ત્યાં ઉપસ્થિત પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં ઉજવણી-કાર્યોનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. એક જ દિવસમાં થયેલ મીઠાઈ-વિતરણના આયોજનને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો. ગરીબો તથા
3
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનેતરોએ હરખના આંસુ સાથે, પોતાના વતી ભગવાનને ધરવાની નાની નાની રકમ આપવાપૂર્વક, બહુમાનસહિત તથા પગે લાગીને તે પેકેટ સ્વીકાર્યા, તે દશ્ય અનુમોદનાની પરાકાષ્ઠા સમા બની રહ્યાં. મીઠાઈના નિર્માણ-કાર્યમાં કંદોઈઓ તથા તેમના કારીગરોએ, ઘી વગેરેના વ્યાપારીઓએ, લારી, વાસણો વ. ભાડે આપનારાઓએ (બધા અજૈનો) પોતાનાં હકનાં મહેનતાણાંનો ઘણો ભાગ, ભગવાનની ભક્તિ માટે જ જતો કરીને એવો તો સહકાર આપ્યો હતો કે તે બધાં અવશ્ય પ્રભુભક્તિની અનુમોદનાનું મૂલ્યવાન ભાથું બાંધી ગયા.
ત્યારબાદ, ખંભાતમાં જ વસતા, ખૂબ જરૂરતમંદ એવા આપણા ૯૬ સાધર્મિક-પરિવારોને, ત્રણ માસ ચાલે તેવી, જીવનજરૂરી સામગ્રીની કીટ બનાવીને ભેટ આપવામાં આવી. મીઠાઈ-વિતરણનો અંદાજિત ખર્ચ પાંચ લાખ જેવો હતો, તો આ કીટનો ખર્ચ આશરે સાડા ત્રણેક લાખ જેવો અંદાજી શકાય.
તે પછી, ખંભાતમાં જ વસનારાં, ગરીબી રેખા નીચે જીવનારાં, સવારે શું ખાવું તેની ચિંતામાં જીવતાં, લગભગ ૧૦૮૦ જેટલાં અજૈન (હિંદુ-મુસ્લિમ-હરિજન તમામ) પરિવારોને, તેમના જીવનધોરણને અનુરૂપ હોય તેવી સામગ્રીની, એક મહિનો ચાલી શકે તેવી કીટો વહેંચવામાં આવી. તેમાં પણ આશરે અઢી લાખ રૂા.નો સદ્યય થયો.
આ બધાં કાર્યો શ્રીસ્તંભનજી પ્રભુનાં ૭૦૦ વર્ષ નિમિત્તે તથા પ્રભુની પ્રસાદીરૂપે કરવામાં આવ્યાં હતાં.
જીવદયા માટે, એક જીવને અભયદાન આપવાના રૂા. બે હજાર લેખે ફંડ થયેલું. તેમાં સંયોગ-સમયની આવશ્યકતા અનુસાર, એકલા જીવ છોડાવવાનું જ ન રાખીને છોડાવેલાં જીવોના નિભાવને પણ લક્ષ્યમાં લઈને દાન આપવામાં આવ્યું. તેમાં ખંભાત, ગોધરા, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર એમ વિવિધ જીવદયા-સંસ્થાઓમાં અનેક જીવોને અભયદાન અપાયું છે, જેમાં સાડા ત્રણ લાખ કરતાં વધુ રકમ વપરાઈ છે. હજી પણ ફંડની અપેક્ષાએ ઉપયોગ થવાનો છે.
4
Page #5
--------------------------------------------------------------------------
________________
ખંભાતનાં જિનાલયો માટે, શેઠ જમનાભાઈ ભગુભાઈ ટ્રસ્ટ અમદાવાદ તરફથી મોટી રકમ ભેટરૂપે મળી. તો પ્રત્યેક જિનાલયને એકેક હજાર રૂા. સાધારણ ખાતે અર્પણ કરવામાં આવ્યાં. કેટલાંક દેરાસરોમાં આવશ્યકતાનુસાર વધારે ૨કમો પણ આપવામાં આવી.
-
ખંભાત તેમજ સ્તંભનજીના ઇતિહાસ વ.ને લગતું સાહિત્ય પ્રકાશન કરવાનું પણ આયોજન વિચારેલું જ છે. તેના મંગલાચરણરૂપે આ લઘુ પુસ્તિકા આપના હાથમાં છે. આગળ અનુકૂળતા પ્રમાણે કાર્ય થતું રહેશે. જો કે તે કાર્ય માટે કોઈ ફંડ હજુ મળ્યું નથી. ફંડ ઉપલબ્ધ થશે તેવી ખાતરી છે જ.
એક મહત્ત્વનું આયોજન એ થઈ શક્યું કે શ્રીસ્તંભન પાર્શ્વનાથજીની પ્રતિકૃતિ(રેપ્લિકા) અમે બનાવી શક્યા છીએ. આ એક પડકારરૂપ કાર્ય હતું. પરંતુ વિજયભાઈ જોષી (તીથલ) નામના મજાના મિત્ર મૂર્તિનિર્માતાએ આ પડકાર ઝીલી લીધો, અને તેમના આર્ટિસ્ટ પાસે હૂ-બ-હૂ પ્રતિકૃતિ તૈયાર કરાવી આપી. ખ્યાલ તો એવો હતો કે ખંભાતના વતનીઓના ઘેરઘેર આ પ્રતિકૃતિ પહોંચાડવી. પરંતુ એક તો ખર્ચાળ કાર્ય હતું, વળી બધા લોકો પ્રતિમા લઈ જવા કે રાખવા માટે ઉત્સાહિત હોય તેવું પણ નથી, તેથી મર્યાદિત પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેને સ્તંભનજી ટ્રસ્ટ દ્વારા યોગ્ય રીતે વિતરિત થાય તેવો પ્રબંધ કરાવ્યો છે. તેમાંથી જે થોડીક રકમ આવે તે દેરાસરજીમાં સાધારણ ખાતે લઈ જવાનો ભાવ છે.
ઉજવણીનાં શાશ્વત સંભારણાંસમાન અને યશકલગીસમાન કાર્ય તે શ્રીઅભયદેવસૂરિ મહારાજની પ્રતિમાની દેરાસરજીમાં પ્રતિષ્ઠા કરવાનું કાર્ય. વિ.સં. ૧૧૩૧માં, આ પ્રભુજીને થામણા-સ્તંભનકપુર ગામ પાસે, સેઢી નદીના કાંઠે, જમીનમાંથી પ્રગટ કર્યા તે આ આચાર્ય ભગવંતે. ત્યારે જ તેમણે જયતિહુઅણ સ્તોત્રની રચના કરી. આ પ્રતિમાના ન્હવણજળના વિલેપનથકી જ તેઓશ્રીનો ભયંકર કોઢ રોગ મટી ગયેલો.
5
Page #6
--------------------------------------------------------------------------
________________
એ આચાર્યદવે ૪૫ આગમોમાંનાં ૧૧ અંગસૂત્રો પૈકી ૯ - ૯ અંગ આગમો' ઉપર ટીકા (વિવરણ) બનાવીને જૈન સંઘ-શાસન ઉપર અજોડ ઉપકાર કર્યો છે. આવા ઉપકારી મહાપુરુષની સ્મૃતિનું એક પણ ચિન ખંભાતમાં નહિ ! આ વાત વર્ષોથી કઠતી હતી. આ વેળા ૭૦૦નું નિમિત્ત પામીને વિચાર્યું કે થંભણજી-જિનાલયમાં જ તેમની પ્રતિમા કેમ ન મૂકાય? વાત મૂકી. ટ્રસ્ટીગણે ઝીલી લીધી.
મૂર્તિ પણ પ્રાચીન પદ્ધતિની, આ ભગવંતને અનુરૂપ આકારની જ બનવી જોઈએ. એટલે રાજસ્થાન (પ્રાયઃ સવાડી)માં બિરાજતી, ૮૦૦ વર્ષ પુરાણી ગુરુમૂર્તિની છબી મેળવી, તેના જેવી જ ગુરુમૂર્તિ જયપુરમાં તૈયાર કરાવી. તે પ્રતિમા સહિત દેરીનો લાભ પણ ભાઈ જયંતીલાલ રતિલાલ શાહ – પરિવારે લઈ લીધો.
અને હવે શ્રીઅર્પન્મહાપૂજન તથા ખંભાતના જૈન સંઘની નવકારથી સહ પંચાનિકા મહોત્સવપૂર્વક તે ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૬૯ના પોષ સુદિ પૂનમ તા. ૨૭-૧-૨૦૧૩ના શુભ દિને કરવામાં આવી રહી છે.
આ રીતે ૭00 વર્ષની મંગલમય ઉજવણી દ્વારા પરમાત્માની, અમારા સમુદાયના પૂજ્યપાદ શાસનસમ્રાટ પરમગુરુ ભગવંતથી માંડીને પાદનોંધ :
૧. હમણાં એક રમૂજ પડે તેવી વાત સાંભળવા મળી. અભયદેવસૂરિ મહારાજના નામ આગળ ‘નવાંગી ટીકાકાર’ એવું વિશેષણ કાયમ લાગે છે. એક મિત્રે એનો અર્થ કરતાં એવું કહ્યું કે “પ્રભુજીની મૂર્તિના નવ અંગે (ચાંદીના) ટીકા લગાડવામાં આવે છે તેની શરૂઆત અભયદેવસૂરિએ કરાવેલી, એટલે તેમને નવાંગી ટીકાકાર તરીકે કહેવામાં આવે છે – આવું અમે બધા (લોકો) સમજીએ છીએ.
જ્ઞાનથી વિખૂટો-વેગળો પડતો સમાજ કેવી વિચિત્ર સમજણ પામે ! તેનો આ ગમ્મતભર્યો દાખલો છે. ફરી –
૪૫ આગમો, તેમાં ૧૧ અંગ-આગમો, તે પૈકી ૯ અંગ સૂત્રો (ભગવતી સૂત્ર વગેરે) ઉપર ટીકા એટલે કે વિવરણ લખવાને કારણે તેમને નવાંગી ટીકાકારના નામે ઓળખવામાં આવ્યા છે. અસ્તુ.
Page #7
--------------------------------------------------------------------------
________________
સર્વ કોઈ માટે પરમ શ્રદ્ધાસ્પદ એવા થંભણાજી પ્રભુની શ્રદ્ધા-ભક્તિ કરવા-કરાવવાનો લાભ લાધ્યો છે, તે જીવનનું એક ચિરસ્મરણીય સંભારણું બની રહેવાનું છે.
આ સમગ્ર આયોજનોમાં નામી-અનામી દાતાઓનો, ટ્રસ્ટનો, ખંભાતમાં તથા ખંભાત બહારના અસંખ્ય પ્રભુભક્તોનો જે સહયોગ મળ્યો છે તે આનંદદાયક ઘટના છે. તો અમારાં સાધ્વીજી ભગવંતોએ આ બધામાં ભક્તિસભર રસ લઈને જે ઉલ્લાસ દાખવ્યો તથા પ્રેર્યો છે તે પણ ભૂલી શકાય તેમ નથી. આપણા સર્વ ઉપર શ્રીયંભણાજી દાદાની કૃપા નિરંતર વરસતી રહો !
પ્રસ્તુત પુસ્તિકા વિષે આ પુસ્તિકાનું લખાણ, શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી દાદાના પટ્ટધર, પરમવિદ્વાનું, પરમગીતાર્થ, અનેક ગ્રંથોના પ્રણેતા, પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજય પદ્મસૂરીશ્વરજી મહારાજે તૈયાર કરેલું અને તે હપ્તાવાર, “જૈન સત્ય પ્રકાશ' માસિકમાં વિ.સં. ૧૯૯૨માં પ્રકાશિત થયેલું.
તેમની ભાષા એકદમ સરળ છે તેમજ સ્તંભનજીને લગતા તથા શ્રી અભયદેવસૂરિ મહારાજને લગતા, તમામ પ્રાચીન ગ્રંથોના આધાર લઈને આ લખાણ તૈયાર થયું છે. તેથી એ મેટરને સામાન્ય પ્રાસંગિક ફેરફાર સાથે પુસ્તિકારૂપે પ્રગટ કરાવેલ છે. આશા છે કે સહુ ભક્તજનોને આ પુસ્તિકાની મદદથી તંભનજી પ્રભુ વિષે ઘણી બધી રસપ્રદ જાણકારી પ્રાપ્ત થશે.
– શીલચન્દ્ર વિજય સં. ૨૦૬૯, માગશરસુદિ ૩, શનિવાર નંદનવન તીર્થ, તગડી
Page #8
--------------------------------------------------------------------------
________________
આર્થિક સહયોગ
પૂજ્ય સાધ્વીશ્રી પૂર્ણભદ્રાશ્રીજી તથા મુક્તિપ્રભાશ્રીજીનાં
તથા
સ્વ. માતુશ્રી કમળાબેન રતિલાલની
પુનિત સ્મૃતિમાં
શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અર્થે શાહ જયંતીલાલ રતિલાલ પરિવાર
તરફથી...
8
Page #9
--------------------------------------------------------------------------
________________
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભન પાર્શ્વનાથ આ. વિજયપદ્મસૂરિ
શ્રી લંબાવતી નગરી (સ્તંભતીર્થ, ખંભાત, લઘુલંકા) માં કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકુંભ, કલ્પલતા વિગેરે પદાર્થો કરતાં પણ અધિક પ્રભાવવાળા શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં દર્શન કરનાર ભવ્ય જીવોના હૃદયમાં એ જ વિચારો પ્રકટે છે કે - આ પ્રતિમાજી કોણે અને ક્યારે ભરાવી ? કયા કયા ઇંદ્રાદિ ભવ્ય જીવોએ, કેટલા સમય સુધી, કયે સ્થળે, આ બિમ્બની પૂજા કરી કેવા કેવા લાભો મેળવ્યા ? આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ આ પ્રતિમાજીને કઈ રીતે ક્યાંથી પ્રકટ કર્યા ? આ બધી વિગતો શ્રી વિવિધ તીર્થકલ્પ, પ્રભાવક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ સપ્તતિકા આદિ ગ્રન્થોના આધારે તથા અનુભવી પરમોપકારી શ્રી ગુરુ મહારાજ આદિ ગીતાર્થ પુરુષોના વચનાનુસારે અહીં જાવ છું..
– લેખક
૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રીસ્તંભતીર્થ-તીર્થાધિપતિ મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રીસ્તંભન પાર્શ્વનાથ
(શાસ્રાધારિત ઈતિહાસ)
૧
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
यन्मार्गेऽपि चतुःसहस्त्रशरदो देवालये योऽर्चितः स्वामी वासववासुदेववरुणैः स्वर्वार्धिमध्ये ततः । कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः, पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥ १ ॥ પ્રતિમાના ભરાવનાર કોણ ?
ગઈ ચોવીશીમાં ૧૬મા તીર્થંકર શ્રીનમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. તે પ્રભુના નિર્વાણ સમયથી માંડીને ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં ત્રણ બિંબો ભરાવ્યાં. હાલ તેમાંના ૧ ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં મોજૂદ છે. એમ ત્રણ બિંબની બીના મૂલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ મણિમય બિંબની પડખેની
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨
Page #11
--------------------------------------------------------------------------
________________
(શ્રીશામળા) પાર્શ્વનાથની વિશાળ પ્રતિમાના લેખ ઉપરથી જાણી શકાય છે. આ વર્ણનમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાની જેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ, ગઈ ચોવીશીમાં ભરાવ્યું એમ જાણી શકાય છે. બીજી બાજુ નવીન ઉપદેશ- સપ્તતિકામાં એમ પણ કહે છે કે- આ પ્રભુના બિંબની આદિ નથી જણાતી. કેટલાએક આચાર્યો એમ કહે છે કે વર્તમાન ચોવીશીમાં થયેલા સત્તરમા તીર્થંકર કુંથુનાથ ભગવંતના સમયે થયેલા મમ્મણ શેઠે પ્રભુને પૂછયું કે- મારી મુક્તિ ક્યારે થશે ? જવાબમાં પ્રભુએ કહ્યું કે ભાવિ શ્રીપાર્શ્વનાથના તીર્થમાં તું મુક્તિપદ પામીશ. એમ સાંભળતાંની સાથે તેણે ન્યાયોપાર્જિત દ્રવ્ય વાપરીને આ બિંબ ભરાવ્યું. ઇંદ્રાદિકે કરેલી પૂજા –
દુનિયામાં સમુદ્રનું પાણી માપનાર તથા તારક (તારા) આદિ જયોતિષી દેવોનાં વિમાનોને ગણી શકનાર જે હોય તેવો દિવ્યપુરુષ પણ, આ પાર્થપ્રભુની પ્રતિમાનો મહિમા વર્ણવી શકે જ નહિ. પાર્શ્વ-પાર્શ્વ એવા નામાક્ષરોના જાપથી પણ સર્પાદિનું ઝેર ઊતરી શકે છે. અનેક વિઘ્નોને હઠાવવા માટે જેના અધિષ્ઠાયક સર્વદા જાગતાજ છે એવા આ પ્રભુના બિંબની પૂજાનો પવિત્ર લાભ, અનેક વિદ્યાધર, સુરેન્દ્ર, નૃપતિ આદિ ભવ્ય જીવોએ ઘણીવાર લીધો છે. તેમાં વીશમાં તીર્થકર શ્રીમુનિસુવ્રતસ્વામીના સમયમાં, આ પ્રતિમાજી ચંપાનગરીમાં બિરાજમાન હતા. તે સમયે ઐરિક તાપસના પરાભવાદિ કારણથી કાર્તિક શેઠે પરમ પવિત્ર જૈનેન્દ્રી દીક્ષા ગ્રહણ કરી આ જ પ્રભુબિંબનાં ધ્યાનથી સેંકડો અભિગ્રહ સિદ્ધ કર્યા છે. તે જ કાર્તિક અનુક્રમે સૌધર્મેન્દ્ર થયો. અવધિજ્ઞાનથી આ બિંબનો પ્રભાવ જાણીને પૂર્ણ ઉલ્લાસથી સાત્ત્વિકી ભક્તિ કરી. કેટલોક સમય વીત્યા બાદ
૧. ગઈ ચોવીશીમાં થયેલા શ્રીદામોદર નામના તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા આષાઢી-શ્રાવકે, ગણધર થઈને પોતાની મુક્તિ તે સમયે થશે, એમ પૂર્વોક્ત પ્રભુના વચનથી આ બિંબ ભરાવ્યું એમ પણ અન્યત્ર કહેલ છે.
૩ . શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #12
--------------------------------------------------------------------------
________________
વનવાસના પ્રસંગે ઇંદ્રના આજ્ઞાંકિત દેવોની સહાયથી રામચંદ્રજીએ દંડકારણ્યમાં આ પ્રતિમાને મેળવીને સીતાએ લાવેલાં ફૂલોથી તેની અપૂર્વ પૂજા કરી છે. એમ ૭ મહિના અને ૯ દિન સુધી આ અલૌકિક પાર્થપ્રભુનું બિંબ રામચંદ્રજી પાસે રહ્યું.
ત્યારબાદ રામચંદ્રજીનો કર્મોદયજનિત આપત્તિનો સમય જાણી, અધિષ્ઠાયક દેવોએ એ બિંબ ઇંદ્રને સોંપ્યું. ત્યાં સૌધર્મ દેવલોકમાં શકેન્દ્ર અગિયાર લાખ વર્ષો સુધી નિર્મલ ભક્તિ કરી. આ અવસરે યદુવંશમાં પ્રભુ શ્રી નેમિનાથ, બલદેવ, કૃષ્ણ નૃપતિ એમ ત્રણે શલાકાપુરુષો હયાત હતા. તે સમયે જરાસંઘની સાથે લડતાં કૃષ્ણ વાસુદેવે પોતાના સૈન્યની ઉપસર્ગથી પીડિત દશા જોઈને તેને દૂર કરવાના ઇરાદાથી શ્રીનેમિનાથ પ્રભુને ઉપાય પૂછળ્યો. જેના જવાબમાં પ્રભુએ કહ્યું કે-હે કૃષ્ણ ! મારા નિર્વાણ કાલથી માંડીને ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ ઘણા અધિષ્ઠાયક દેવોથી નમસ્કાર કરાયેલા શ્રી પાર્શ્વનાથ તીર્થકર થનાર છે. તે પ્રભુની પ્રતિમાના સ્નાત્ર-જલને છાંટવાથી આ ઉપસર્ગ નાશ પામશે. ફરીથી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે તે પ્રતિમાજી હાલ ક્યાં અને કોની પાસે છે ? જવાબમાં પ્રભુએ કહ્યું કે શક્રેન્દ્રની પાસે હાલ તે પ્રતિમા છે. આ બીના શક્રેન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને માતલિ સારથિ સહિત રથ અને એ પ્રતિમાજી કૃષ્ણને આપ્યાં. તેના દર્શનથી નૃપતિ ઘણાજ ખુશી થયા અને બરાસ, કેસર, પુષ્પાદિ પવિત્ર દ્રવ્યોથી પ્રભુ-બિંબની સ્નાત્રાદિ પૂજા કરી, સ્નાત્રનું પાણી રોગરૂપી ગ્રહથી પીડિત બનેલા સૈન્યની ઉપર છાંટ્યું. તેથી ઉપસર્ગ
૧. વરૂણદેવે ૧૧ લાખ વર્ષો સુધી પૂજા કરી, જુઓ. ઉપદેશ પ્રા. વ્યા. ૨૬૬ મું.
૨. નેમિનિર્વાણ અને શ્રી વીરપ્રભુનું અંતર ૮૪૦૦૦ વર્ષોનું કહ્યું છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી વીરનું અંતર ૨૫૦ વર્ષોનું સુપ્રસિદ્ધ છે. ૮૪ હજારમાંથી ૨૫૦ બાદ કરવાથી ઉપરની સંખ્યા ઘટી શકે છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ શ ૪
Page #13
--------------------------------------------------------------------------
________________
શાંત થયો. સંગ્રામમાં પ્રતિવાસુદેવ જરાસંધનો પરાજય થયો અને કૃષ્ણ નરેશનો વિજય થયો. તે વિજય પામવાના સ્થલે પ્રભુ શ્રીનેમિનાથની આજ્ઞાથી કૃષ્ણનરેશે બીજું પાર્શ્વનાથનું બિંબ શંખપુરમાં સ્થાપીને શક્રેન્દ્રે આપેલ આ બિંબને સાથે લઈ દ્વારિકા નગરી તરફ પ્રયાણ કર્યું. આટલી બીના વાસુદેવ થયા પહેલાંની સમજવી.
પછી—દ્વારિકામાં સર્વ રાજાઓએ કૃષ્ણ મહારાજાને વાસુદેવપણાનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે મણિ-સુવર્ણ-રત્નજડિત પ્રાસાદમાં આ શ્રીપાર્શ્વપ્રભુના બિંબને પધરાવી મહોત્સવપૂર્વક ૭૦૦ વર્ષ સુધી પૂજા કરી. કેટલોક સમય વીત્યા બાદ યાદવોએ દ્વિપાયન ઋષિની હાંસી કરી, તેથી ઋષિએ શ્રાપ આપ્યો કે દ્વારિકામાં દાહ લાગશે ! પરિણામે તેમ જ થયું. પરંતુ આ ચમત્કારી બિંબના પ્રભાવે જિનાલયમાં બિલકુલ અગ્નિની અસર ન થઈ. દ્વારિકાનો કોટ તૂટી ગયો. સમુદ્રનું પાણી નગરીમાં ફેલાયું, બિંબ સહિત જિનાલયની ઉપર પણ પાણીનો પ્રવાહ ફરી વળ્યો. શ્રી પાર્શ્વપ્રભુનું પવિત્ર બિંબ સમુદ્રમાં હતું તે પ્રસંગે ધરણેન્દ્ર ઇંદ્રાણીગણ સહિત ક્રીડા કરવા ત્યાં આવ્યા. પાપ-પુંજને દૂર કરનાર બિંબને જોતાંજ બહુ હર્ષ પામ્યા. ઇંદ્રાણીઓએ, નૃત્યાદિ કરીને, મહાકર્મનિર્જરાનો લાભ મેળવ્યો. એમ નિશ્ચિત સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર મહોલ્લાસપૂર્વક ૮૦ હજાર વર્ષો સુધી આ સમુદ્રમાં રહેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પૂજા કરી. આ તમામ બીના પશ્ચિમ દિશાના લોકપાલ વરૂણ દેવના જાણવામાં આવી. વરૂણદેવ એજ વિચારવા લાગ્યો કેઃ— “જેની ઇંદ્ર પણ પૂજા કરે છે તે બિંબની મારે પણ જરૂર પૂજા કરીને આત્મકલ્યાણ કરવું જોઈએ.” એમ વિચારીને તે દેવે ૪૦૦૦ વર્ષો સુધી આ શ્રી પાર્શ્વદેવના પરમ પ્રભાવક પવિત્ર બિંબની પૂજા કરી.
૫. શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #14
--------------------------------------------------------------------------
________________
૨
ઘણો સમય વીત્યા બાદ જ્યારે ત્રણે લોકમાં તિલક સમાન, વર્તમાન શાસનાધીશ્વર, શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરદેવરૂપી મેઘ, કેવલી અવસ્થામાં, ભરતક્ષેત્રમાં, અવિચ્છિન્ન સાતિશય વાણીરૂપી ધોધ-પાણીનો પ્રવાહ ભવ્ય જીવોરૂપી પ્રધાન ધાન્યરાશિ ઉપર સિંચી રહ્યા હતા ત્યારે, એટલે શ્રી મહાવીર પ્રભુના સમયે, મહાપ્રાચીન, પ્રવર જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન શ્રીકાંતિપુરીમાં, મહાપરાક્રમી, પ્રચુર વૈભવશાલી, ધનેશ્વર (અપર નામ સાગરદત્ત) નામનો સાર્થવાહ અનેક વહાણોમાં કરિયાણાદિ વિક્રય વસ્તુઓ ભરીને સમુદ્રની મુસાફરી કરતો કરતો અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યો. અવસરોચિત વ્યાપાર કરતાં ઘણો જ લાભ મેળવ્યો. કેટલોક સમય વીત્યા બાદ સ્વનગરી તરફ પ્રયાણ કર્યું. વહાણો વેગથી ચાલી રહ્યાં હતાં. બરોબર મધ્ય ભાગમાં આવતાં અચાનક વહાણ ચાલતાં બંધ પડી ગયાં. સાર્થવાહ ચિંતામાં પડ્યો.
આવા સંકટના પ્રસંગે શાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ સાર્થવાહને કહ્યું કે હે વત્સ ! તું ગભરાઈશ નહિ. વહાણ મેં થંભાવ્યાં છે. તેનું કારણ એ છે કે - જે સ્થળે વહાણો થંભ્યાં છે તે સ્થળે નીચે તળિયે મહામોહરાજાના અભિમાનને તોડનાર, વરૂણદેવથી વિશેષ મહિમાને પામેલા, શ્રીપાર્શ્વનાથ પ્રભુનું અલૌકિક બિંબ છે. તું તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ૬
Page #15
--------------------------------------------------------------------------
________________
બિંબને તારી નગરીમાં લઈ જા ! આવું દેવીનું વચન સાંભળીને સાર્થવાહે દેવીને કહ્યું કે હું સમુદ્રના તળિયેથી એ પરમપ્રભાવક પરમાત્માના બિંબને બહાર લાવવાને અસમર્થ છું. ત્યારે દેવીએ કહ્યું કે-હે શ્રાવક ! હું નીચે તળિયે જાઉં છું. મારી પાછળ પાછળ તારે આવવું. કાચા સુતરના સાત તાંતણાથી તે બિંબને બહાર કાઢી વહાણમાં પધરાવી નિર્વિઘ્નપણે તારી નગરીમાં જજે ! એમ સાંભળીને સાર્થવાહે તે પ્રમાણે કર્યું. નિષ્કારણ જગબંધુ, ત્રણે લોકના નાથ એવા પ્રભુના બિંબને જોઈને શેઠ ઘણો જ હર્ષ પામ્યો.
થોડા દિવસોમાં તે સાર્થવાહે પોતાની કાંતિપુરીના પાદરમાં આવી પડાવ નાખ્યો. નગરીનો પરિચિત જનસમૂહ સામો આવ્યો. અને મહાપરાક્રમી સાર્થવાહ, ઉચિત મુહૂર્તે, આ પ્રભાવક બિંબને મહોત્સવપૂર્વક નગરીમાં લઈ ગયો. જે (સામૈયાના) પ્રસંગે ઘણા ગવૈયાઓ વિવિધ ગાયનો ગાતા હતા. વિવિધ વાજિંત્રો પણ ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરતાં હતાં. સૌભાગ્યવંતી નારીઓ ધવલમંગલ ગાતી હતી. યાચકાદિને દાન દેવામાં આવ્યું ! અને રૂપા જેવો સફેદ પ્રાસાદ બંધાવી તેમાં પ્રભુબિંબને પધરાવી સાર્થવાહ હમેશાં ઉલ્લાસપૂર્વક ત્રિકાલ પ્રભુભક્તિ કરવા લાગ્યો. એમ કાંતિપુરીમાં આ બિંબ બે હજાર (મતાંતરે ૧ હજારો વર્ષો સુધી રહ્યું.
આ પ્રસંગે નાગાર્જુન યોગીનું વર્ણન ખાસ જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે-ક્ષત્રિયોમાં મુકુટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશલ એવો સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતો. તેને સુવ્રતા નામે પત્ની હતી. સહસ્રફણા શેષનાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એવો નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વર્ષનો થયો ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં, એક સિંહના બાલ (બચ્ચા)ને
૭ જ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #16
--------------------------------------------------------------------------
________________
ફાડીને તેમાંથી કંઈ ખાતો ખાતો પોતાને ઘેર આવ્યો. બાલકની આ ચેષ્ટા જોઈને ખેદ પામતાં પિતાએ ઠપકો આપ્યો કે– હે વત્સ ! આપણા ક્ષત્રિયકુલમાં નખવાળા સિંહાદિ પ્રાણીને ખાવાની મનાઈ છે. આ પ્રસંગે ત્યાં આવેલા એક સિદ્ધ પુરુષે સંગ્રામને કહ્યું કે પુત્રના આ કાર્યથી તું ખેદ ન કર ! જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યનો પણ, આ બાલક ભવિષ્યમાં જાણકાર થશે. પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એવો નાગાર્જુન અદ્ભુત કલાવાલા વૃદ્ધ પુરુષોનો સંગ કરવા લાગ્યો. ઘણી કલાઓ જાણેલી હોવાથી પર્વતો અને નદીઓ તેને ઘરના આંગણા જેવી થઈ પડી, અને દૂર દેશાંતર તેને ગૃહાંતર જેવું થઈ પડ્યું. પર્વતોમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે મહારહસ્યને જાણનારો થયો, અને રસસિદ્ધિ કરવામાં સાધનભૂત મહાઔષધિઓનો સંગ્રહ કરવા લાગ્યો.
એક વખત ફરતા ફરતા, તે નાગાર્જુન પોતાના નગરમાં આવ્યો ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વતભૂમિમાં નિવાસ કરી પાદલેપને ઇચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા એ આચાર્યને જ્ઞાપન કર્યું. ત્યાં તેના શિષ્યે તૃણરત્નમય પાત્રમાં સિદ્ધરસ લાવીને શ્રીપાદલિપ્તગુરુની આગળ મૂક્યો.
એટલે ગુરુ બોલ્યા કે એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યો ? અહો ! તેનો કેટલો બધો અપૂર્વ સ્નેહ' ! એમ કહેતાં તે (ગુરુ) જરા હસ્યા અને પાત્ર હાથમાં લઈ ભીંતે પછાડી ભાંગીને તેનો ભૂકો કરી નાખ્યો. તે જોતાં આવેલ પુરુષ મોઢું વાંકું કરીને ખેદ પામ્યો, ત્યારે તેને કહ્યું કે હે ભદ્ર ! તું ખેદ ન પામ. તને શ્રાવકો
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૮
-
Page #17
--------------------------------------------------------------------------
________________
પાસેથી સારું ભો(ભા)જન અપાવીશ, એમ કહી તે પ્રમાણે કર્યું. જતી વખતે ગુરુજીએ તે રસવાદીને મૂત્રથી ભરેલ કાચ-પાત્ર (કાચનું બનાવેલું વાસણ) આપ્યું. તેથી તે શિષ્ય વિચાર્યું કે—મારો ગુરુ ખરેખર મૂર્ખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઇચ્છે છે. એમ વિચારી તે શિષ્ય નાગાર્જુનની પાસે આવ્યો. અને કહ્યું કે “આપની સાથે તેની અદ્ભુત મૈત્રી છે,” એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને આપ્યું. તેણે ખુલ્લું કરી જોતાં મૂત્રની દુર્ગધ આવી, જેથી જાણ્યું કે-“અહો તે સૂરિની નિર્લોભતા (મૂઢતા ઠીક લાગે છે) !” એમ ધારી ખેદ પામેલા નાગાર્જુને પણ તે કાચ-પાત્રને પત્થર ઉપર પછાડી ભાંગી નાંખ્યું. એવામાં રસોઈ કરવા માટે દૈવયોગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો. તે વખતે અગ્નિનો યોગ થતાં તે મૂત્રથી પત્થરો પણ સુવર્ણ બન્યા. આવી સુવર્ણસિદ્ધિનો પ્રભાવ જોઈને શિષ્ય આશ્ચર્ય પામી ગુરુને આ બીના જણાવી કહ્યું કે-જરૂર તે આચાર્ય મહારાજની પાસે અદ્ભુત સિદ્ધિઓ છે, કે જેના મલમૂત્રાદિના સંબંધથી પત્થરો પણ સુવર્ણ (સોનું)રૂપ થાય છે.
નાગાર્જુને આશ્ચર્ય પામી વિચાર્યું કે-સૂરિજીની સિદ્ધિઓની આગળ મારી સિદ્ધિ શા હિસાબમાં છે ? ચિત્રાવેલી ક્યાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) ક્યાં ? શાકંભરી દુર્ગા)નું લવણ
ક્યાં ? અને વજકંદ ક્યાં ? દૂર દેશમાં રહેતા અને વનસ્પતિ (ઔષધો)ને એકઠી કરતા હમેશાં ભિક્ષા ભોજન કરવાથી મારો દેહ પ્લાન (નિસ્તેજ) થઈ ગયો છે. અને એ આચાર્ય તો બાળપણથી જ લોકોમાં પૂજાયા છે. આકાશગામિની વિદ્યાથી સાધ્ય સાધતાં તે હંમેશાં સુખમાં રહે છે ! વળી તેમના શરીરના મલમૂત્રાદિકના પ્રભાવે માટી અને પત્થર વિગેરે સો ટચના સુવર્ણ સ્વરૂપ બને છે. તે પૂજય સૂરિજીનો પ્રભાવ વચનાતીત અને અપૂર્વ છે. એમ ધારી
૯ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #18
--------------------------------------------------------------------------
________________
પોતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન આચાર્ય શ્રી પાદલિપ્ત પ્રભુની પાસે આવી નિરભિમાન બની કહેવા લાગ્યો કે હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપ પૂજ્યને જોવાથી મારો સિદ્ધિ-ગર્વ સર્વથા ગળી ગયો છે. હું કાયમને માટે આપશ્રીના ચરણકમલની સેવાનો લાભ લેવા ચાહું છું. વાજબી જ છે કે મિષ્ટાન્ન મળે તો તુચ્છ ભોજન કોને ભાવે ? એમ પોતાનો અભિપ્રાય જણાવીને નાગાર્જુન શ્રીપાદલિપ્તસૂરિજીની, પગ ધોવા આદિથી નિરંતર ભક્તિ કરવા લાગ્યો.
પોતાના નિત્યક્રમ અનુસાર, એકવાર શ્રી આચાર્ય મહારાજપૂર્વે કહેલ પાંચ (સિદ્ધગિરિ-ગિરિનાર, સમેતશિખર અષ્ટાપદ, આબુ) તીર્થો પર આકાશ માર્ગે જઈ ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં પાછા આવ્યા. કારણ કે કલિયુગમાં તે સૂરિજી વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થ વંદન કરીને આવ્યા ત્યારે ઔષધિઓને જાણવાની ઇચ્છાથી, નિર્વિકાર નાગાર્જુને તેમના પગ ધોયા. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં અને અડકતાં તેણે પોતાના બુદ્ધિબળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી તે તે ઔષધિયોને મેળવી, ઘુંટી એક રસ કરીને તેના વતી તેણે પગે લેપ કરી ઊડવા માંડ્યું, પરંતુ કુકડાની જેમ ઊંચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઊંચા ભાગથી નીચે પડતાં તેનાં ઢીંચણને લાગ્યું. લોહી વ્હેતી તેની જંઘા સૂરિજીએ જોઈને કહ્યું કે અહો, શું ગુરુ વિના પાદલપ સિદ્ધ થયો ? ત્યારે નાગાર્જુને કહ્યું કે ગુરુ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તો મેં મારા બુદ્ધિબલની પરીક્ષા કરી. આ તેનાં સરલ અને સાચાં વચનો સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીએ કહ્યું કેભદ્ર ! સાંભળ, હું તારી રસસિદ્ધિ કે શુશ્રુષા (ભક્તિ)થી રાજી થયો નથી, પરંતુ તારું અપૂર્વ બુદ્ધિબળ જોઈને રાજી થયો છું. કારણ કે
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૧૦
Page #19
--------------------------------------------------------------------------
________________
પગ ધોવા માત્રથી વસ્તુઓનાં નામ કોણ જાણી શકે ? માટે હું તને આકાશગામિની વિદ્યા આપીશ. પરન્તુ તું મને ગુરુદક્ષિણામાં શું આપીશ ? ત્યારે નાગાર્જુને કહ્યું કે-હે ભગવનું ? આપ જે ફરમાવો તે આપવાને હું તૈયાર છું. એટલે આચાર્ય બોલ્યા કે “તું વિદ્યાસિદ્ધ થાય તેથી મારા મનને સંતોષ છે. તને સત્ય અને પથ્ય હું કહીશ માટે આ ગાથા સાંભળઃ
दीहरफणिंदमाले महिहरकेसरदिसाबहुदलिल्ले । उप्पियइ कामभमरो जणमयरंदं पुहइपउमे ॥ १ ॥
અર્થ – જેને ફણીન્દ્રરૂપ લાંબા નાળ છે, પર્વતોરૂપી કેસરાં છે, દિશાઓ રૂપી પુષ્કલ પાંદડાં છે, એવા જગતું (પૃથ્વી)રૂપ કમલ પર મોહ પામેલ કાલરૂપ ભમરો મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે. વસ્તુસ્થિતિ એમ હોવાથી તે ભદ્ર ! અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, ત્રિપુટી-શુદ્ધ શ્રી જિનધર્મને અંગીકાર કર ! સૂરિજીનું આ વચન સાંભળીને નાગાર્જુને વિના સંકોચે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું.
પછી આચાર્ય મહારાજે કહ્યું કે-કાંજી અને ચોખાના ચોખ્ખા ધોણના પાણીથી ઔષધી ઘુંટીને પગે લેપ કરવાથી આકાશગામી થવાય. એમ સાંભળી, તે પ્રમાણે કરવાથી ગરૂડની પેઠે આકાશ માર્ગે ઉડીને તે યથેચ્છ સ્થાને જવા લાગ્યો. કૃતજ્ઞશિરોમણિ, વિદ્યાસિદ્ધ તે નાગાર્જુને તીર્થાધિરાજ, પ્રાતઃસ્મરણીય, શ્રી સિદ્ધગિરિની તળેટીમાં જઈને શ્રી ગુરુના નામે પાદલિપ્ત (પાલીતાણા) નામે નગર વસાવ્યું. ગિરિરાજની ઉપર શાસનાધિપતિ, ચરમ તીર્થકર, શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં ગુરુમૂર્તિને પણ સ્થાપના કરી. શ્રીગુરુ મહારાજને બોલાવીને તેણે બીજા પણ જિનબિંબોની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજે મૂલનાયક પ્રભુ શ્રી
૧૧ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #20
--------------------------------------------------------------------------
________________
મહાવીર દેવની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે. તે આજકાલના નિર્ભાગી મનુષ્યો જાણી શકાશે નહિ. પછી શ્રી ઉજ્જયંતગિરિની નીચે દુર્ગની પાસે ગુરુ મહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાર્જુને સર્વ તેવા પ્રકારનાં આવાસાદિક કરાવ્યાં. તેમાં શ્રીદશાર્હમંડપ, ઉગ્રસેનનું રાજભુવન, તથા વેદિકા પર વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે॰ પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જોવામાં આવે છે.
૧. ૧૩મા-૧૪મા સૈકાના અરસામાં.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૧૨
Page #21
--------------------------------------------------------------------------
________________
હવે પૃથ્વીપ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા હતો. તે ચક્રવર્તી જેવો અને ગુણવંત હતો. બીજી બાજુ, શ્રી કાલિકાચાર્યનો ભાણેજ અને યશસ્વી એવો બલમિત્ર નામે રાજા ભરૂચમાં રાજ્ય કરતો હતો. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરો ઘાલ્યો, તેમાં બહાર રહેતાં બાર વરસ નીકળી ગયા, છતાં તે રાજા નગર લઈ શક્યો નહીં. ઘણા સમય પછી પણ તે કિલ્લો લેવો અશક્ય જાણી તે કંટાળ્યો. એ પ્રસંગે નાગાર્જુને તે (સાતવાહન)ના મુખ્યમંત્રીને જણાવ્યું કે ભેદના પ્રયોગથી હું કિલ્લો જીતવાની યુક્તિ બતાવીશ, માટે મને નગરમાં મોકલો. ત્યારે મંત્રીએ વાત કબૂલ કરી. નાગાર્જુન સૈન્યમાંથી અલગ થઈ ભાગવતનો વેષ પહેરી નગરમાં દાખલ થયો. ત્યાં રાજમંદિરમાં જઈ તેણે રાજાને કહ્યું કે હે રાજન્ ! જીર્ણ દેવમંદિરોનો ઉદ્ધાર કરાવતાં અને સત્કારપૂર્વક મહા દાન આપતાં પુષ્કળ પુણ્ય પેદા કરી શકાય છે. તેથી આ વર્તમાન સંકટ દૂર થશે. એટલે દુર્ગરોધથી કંટાળેલા રાજાએ નાગાર્જુનનું વચન સત્ય માનીને તે પ્રમાણે કરવા માંડ્યું. કારણ કે આપત્તિકાલે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે. પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગોળા સહિત યંત્રો રચાવ્યાં અને ધર્મસ્થાનો ભાંગવા માંડ્યાં, તથા નવેસરથી બનાવવા માંડ્યા. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર
૧૩ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #22
--------------------------------------------------------------------------
________________
કરતાં રાજા બલમિત્રનો સર્વ ભંડાર ખાલી થઈ ગયો. પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લો કબજે કરી, બલમિત્રનો નિગ્રહ કરી સ્વનગર તરફ પ્રયાણ કર્યું.
એ પ્રમાણે સાતવાહન રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો. તેવામાં એક વખત રાજમહેલના દરવાજાની પાસે શાસ્ત્રસંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા. એટલે પ્રતિહારે રાજાને પૂછી અંદર જવા રજા આપી. રાજાની પાસે આવી આ પ્રમાણે એક શ્લોક બોલ્યા કે –
जीर्णे भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया । ગૃહસ્થતિરવિશ્વાસ:, પાંવાત: સ્ત્રીપુ માર્વવત્ II 8 | અર્થ – આત્રેય ઋષિએ ખાધેલું અનાજ પચ્યા પછી નવું ભોજન કરવું એમ કહેલું છે. કપિલ ઋષિએ સર્વ જીવોની ઉપર દયા ભાવ રાખવો એમ કહેલું છે. બૃહસ્પતિએ કોઈનો વિશ્વાસ ન કરવો એમ કહ્યું છે. તથા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદુતા (કોમળ સ્વભાવ) રાખવી. આ શ્લોક સાંભળીને રાજાએ ખુશ થઈ ઘણું દાન આપ્યું. ત્યારે તે કવિવરોએ રાજાને પૂછ્યું કે તમારો પરિવાર અમારી પ્રશંસા કેમ કરતો નથી ? એ સાંભળી રાજાએ ભોગવતી નામની વેશ્યાને કહ્યું કે તું આ કવિજનોના વખાણ કર ! ત્યારે તે બોલી કે આચાર્ય શ્રીપાદલિપ્ત વિના હું બીજા કોઈની સ્તુતિ કરતી નથી, કારણ કે તે જ સૂરિજી મહારાજ આકાશમાર્ગે ચાલવાને સમર્થ છે, વિદ્યાસિદ્ધ છે, અને મહાકિયાયુક્ત છે.
એવામાં સંધિ-વિગ્રહ કરાવનાર, મહાઅભિમાની અને પાદલિપ્તસૂરિજીની પ્રશંસાને સહન નહિ કરનાર શંકર નામનો એક રાજપુરુષ કહેવા લાગ્યો કે જેના પ્રભાવથી મરેલો જીવતો થાય, તેના
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૧૪
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રકટ પાંડિત્યને અમે માનીએ છીએ. બાકી શુક પક્ષીઓની માફક આકાશમાં ગમન કરનારા ઘણા વિદ્વાનો નજરે પડે છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે એ કલા પણ આચાર્યશ્રીમાં જરૂર સંભવે છે, કારણ કે કંચન કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ શિરોમણિ, પરમ પૂજય, જૈન મહર્ષિયો દૈવિક શક્તિને હઠાવી દે તેવી શક્તિના ધારક અને લબ્ધિ સિદ્ધિ પ્રભાવવાળા હોય છે.
આ કૌતુક જોવાને માટે જ રાજા સાતવાહને કૃષ્ણરાજાને પૂછાવીને પૂજય શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજને માનખેટ નગરથી બોલાવ્યા. એટલે તે જૈનાચાર્ય આવી બહારના બગીચામાં ઊતર્યા. આ બીના પંડિત, બૃહસ્પતિએ જાણી, આચાર્યની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તેણે ચાલાક પુરુષને ઓગળેલા ઘીથી ભરેલી કટોરી આપીને આચાર્યની પાસે મોકલ્યો. તેણે આવીને કટોરી સૂરિજીની પાસે મૂકી. ત્યારે ગુરુએ ધારિણી વિદ્યાના બલથી તેમાં સોય ભરાવીને ઉભા રાખી દઈને તે જ કટોરી તેની મારફતે મોકલાવી. તે જોઈને પંડિત બૃહસ્પતિ ઘણો જ ખેદ પામ્યો.
પછી રાજાએ સામા આવીને ગુરુમહારાજનો પ્રવેશ મહોત્સવ (સામૈયું) કર્યો. અને ત્યાં નિર્દોષ સ્થલે સૂરિજીએ ઉતારો કર્યો. અહીં રાજાની સમક્ષ તરંગલોલા નામની નવી કથાનો કહેનાર એક પાંચાલ નામે કવિ હતો. રાજાદિએ કરેલ શ્રીગુરુમહારાજનું અપૂર્વ સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી. સૂરિજીએ તેની કથાનાં વખાણ કર્યા નહિ. પણ તેમાં ઉલટું દૂષણ કાઢ્યું અને સ્પષ્ટ કહી દીધું કે મારા બનાવેલા ગ્રંથોમાંથી અર્થબિંદુઓની ચોરી કરીને તે પાંચાલ કથા નહિ, પણ કંથા (ગોદડી) બનાવી છે. કારણ કે એનું વચન ૧. હાલ માનખેડ નામથી પ્રસિદ્ધ છે.
૧૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #24
--------------------------------------------------------------------------
________________
હમેશાં, બાલકોને, ગોવાળીયાઓને અને સ્ત્રીઓને હર્ષ પમાડનાર છે, પણ વિદ્વાનોના દિલમાં હર્ષ ઉપજાવે તેવું નથી. આ કથાને ભોગવતી વેશ્યા બરાબર વર્ણવે છે.
હવે એક વખત આચાર્ય મહારાજે કપટથી પોતાનું મરણ બતાવ્યું. તે જાણી હા હા ના પોકાર કરતા ઘણા લોકો ત્યાં ભેગા થયા. એને પાલખીમાં સૂરિજીના શરીરને પધરાવીને વાજિંત્રોના નાદ સાથે ઉપાડીને ચાલતાં ચાલતાં અનુક્રમે જેવામાં પાંચાલ કવિના ઘરની પાસે આવ્યા તેવામાં ઘરની બહાર નીકળીને તે કવિ અતિશય શોક દર્શાવવા પૂર્વક કહેવા લાગ્યો કે અરે રે, મહાસિદ્ધિઓના ભંડાર શ્રીઆચાર્ય મહારાજ સ્વર્ગે ચાલ્યા ગયા ! સત્પાત્રમાં અદેખાઈ
કરનાર મારા જેવાને આ પાપથી મુક્તિ મળે તેમ નથી. કારણ કે તે આચાર્ય રત્નાકરની જેમ સર્વશાસ્ત્રોનાં નિધાન હતા. એમ ખેદ પ્રકટ કરતાં તેણે ગાથા દ્વારા જણાવ્યું કે—
सीसं कहं न फुट्टं जमस्स पालित्तयं हरंतस्स ।
जस्स म्हणिज्झराओ तरंगलोला गई वूढा ॥ १ ॥
અર્થ— જેના મુખરૂપ નિર્ઝરણાથી તરંગલોલારૂપ નદી પ્રકટ થઈ હતી, તે પાદલિપ્તસૂરિજીનું હરણ કરનારા એવા યમનું માથું કેમ ન ફૂટી પડ્યું ?
આ વચન સાંભળીને—‘પાંચાલના સત્ય વચનથી હું જીવતો થયો' એમ બોલતા આચાર્ય લોકોના હર્ષનાદ સાથે ઊભા થયા. આ પ્રસંગે ગુણવંતને જોઈને અદેખાઈ ધારણ કરનાર પાંચાલ કવિને રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કારપૂર્વક લોકોએ નગરની બહાર કાઢી મૂક્યો. ત્યારે બંધુસમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં અભિમાનરહિત એવા સૂરિજીએ તેને બચાવ્યો.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ “ ૧૬
Page #25
--------------------------------------------------------------------------
________________
એક વખત પોતાનું આયુષ્ય થોડું જાણીને નાગાર્જુનની સાથે સૂરિજી મહારાજ વિમલાચલ ઉપર પધાર્યા. ત્યાં શ્રીયુગાદીશને વંદન કરી સિદ્ધશિલાના જેવી એક પવિત્ર શિલાની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્રમા જેવા નિર્મળ ધર્મધ્યાનરૂપ પાણીના ધોધ પ્રવાહથી રાગાદિક અગ્નિને શમાવીને, યોગક્રિયાઓને અટકાવી. બત્રીશ દિવસ સુધી મનની સ્થિરતાપૂર્વક ધ્યાનલીન બની, જૂની ઝુંપડી જેવા ઔદારિક દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય સૂરિજી મહારાજ બીજા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવ થયા.
આકાશગામિની લબ્ધિના પ્રભાવે શ્રીપાદલિપ્તસૂરિજીની માફક ગિરિનાર આદિ તીર્થોની યાત્રા કરીને, સમ્યકૃત્વ મૂલ બારે વ્રતોની આરાધના કરીને અને પરમ પવિત્ર ભવોભવ ચાહના કરવાલાયક શ્રી જિનશાસનની પરમ પ્રભાવના કરીને સુશ્રાવક નાગાર્જુન આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ ને સાધી સુખી થયો.
પરમ પ્રભાવક શ્રી સ્તંભન પાર્શ્વનાથના વર્ણનમાં જેમ નાગાર્જુનના ચરિત્રની અગત્ય જાણીને તે બતાવ્યું, તેમ પાદલિપ્તસૂરિજીના ચરિત્રની પણ તેટલી જ અગત્ય રહેલી છે, જેનો નિર્ણય આગળ જરૂર થશે. તેમાં સૂરિજીના ચરિત્રનો ઘણો ખરો ભાગ ઉપર જણાવવામાં આવ્યો છે, છતાં જન્મભૂમિ, માતા-પિતાના પવિત્ર નામો આદિ બીના જાણવા જેવી હોવાથી ટૂંકામાં નીચે પ્રમાણે જણાવીએ છીએ.
૧, ધર્મરત્ન પ્રકરણની મોટી ટીકામાં કાંઈક ન્યૂનાધિક બનાવાળું નાગાર્જુનનું પ્રાકૃત ગાથાબદ્ધ ચરિત્ર આવે છે - તેમાં પાદલિપ્તગુરુએ નાગાર્જુનને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરાવ્યો એમ લખેલ હોવાથી તે બાર વ્રતધારી શ્રાવક હતો એમ કહી શકાય.
૧૭ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રીપાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન
કોશલા નગરીમાં વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં મહાગુણવંત ફુલ્લ નામના શેઠને પ્રતિમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે અનેક પ્રયત્નો નિષ્ફળ નીવડવાથી છેવટે વૈરોચ્યા નામે શાસનદેવીની આરાધના કરવા માંડી. અષ્ટાહ્નિકા મહોત્સવ પણ શરૂ કર્યો. આઠમે દિવસે સંતુષ્ટ થયેલ દેવી પાસે પુત્રની યાચના કરી, જેથી દેવીએ કહ્યું કે પૂર્વે નમિ વિનમિના વિદ્યાધરોના વંશમાં મૃતસાગરના પારગામી પૂજ્ય શ્રી કાલિકસૂરિ થયા; એ વિદ્યાધર ગચ્છમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રણે ભુવનના જીવોને પૂજનીય એવા આર્યનાગહસ્તિસૂરિજીના પાદશૌચનું પાણી પીવાથી તારી વાંછિત સિદ્ધિ થશે. પાદપ્રક્ષાલનનું પાણી મેળવીને પીધા પછી પ્રતિમા શેઠાણીએ સૂરિજીને વંદન કર્યું. ધર્મલાભરૂપ આશિષ દેતાં નિમિત્ત જોઈએ ગુરુજી હસ્યા અને બોલ્યા કે તે અમારાથી દશ હાથ દૂર રહીને જલપાન કર્યું, તેથી તારો પુત્ર દશ યોજનને આંતરે વૃદ્ધિ પામશે. મહાપ્રભાવશાલી તે પુત્ર યમુના નદીના કાંઠે મથુરામાં રહેશે. તેમ જ તારે બીજા મહાતેજસ્વી નવ પુત્રો પણ થશે. તે સાંભળી પ્રતિમા શેઠાણીએ કહ્યું કે - હે ભગવન્! પ્રથમ પુત્ર હું આપને અર્પણ કરીશ. તે ભલે આપની સેવામાં રહીને જિંદગી સફલ કરે, કારણ કે દૂર રહે તેથી મને શો લાભ? તે સાંભળી ગુરુ કહે કે નારો તે પ્રથમ પુત્ર શ્રીસંઘ આદિ સકલ જીવોનો ઉદ્ધારક અને બુદ્ધિગુણમાં બૃહસ્પતિના જેવો થશે. એમ ગુરુનું વચન સાંભળી તેણે શકુનની ગાંઠ બાંધી. ખુશ થઈ ઘરે આવી આ વાત ફુલ્લ શેઠને જણાવી. તે જ દિવસે નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યો. ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનોરથોની સાથે તે વૃદ્ધિ પામ્યો અને અવસરે સુલક્ષણ પુત્રનો જન્મ થયો.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૧૮
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા શેઠાણીથી ઉત્પન્ન થયેલ તે પુત્ર સૂર્ય જેવો દીપતો હતો. માતાએ વૈરોટ્યાની પૂજા કરી પુત્રને દેવીના ચરણે ધરી ગુરુને અર્પણ કર્યો. ગુરુજીએ “આ બાલક અમારો થઈને વૃદ્ધિ પામો” એમ કહી તેમણે તેને તે પાછો સોંપ્યો. એટલે અતિવાત્સલ્યથી તેમ જ ગુરુના ગૌરવથી માતાએ તેને ઉછેર્યો. નાગેન્દ્ર એવું નામ ધારણ કરનાર તે પુત્ર અનુક્રમે આઠ વર્ષનો થયો ત્યારે ગુરુએ પોતાની પાસે રાખ્યો. અવસરે ગુરુભાઈ શ્રીસંગમસિંહસૂરિજીએ દીક્ષા આપી. પૂજ્ય શ્રીમંડનગણિજીએ અપૂર્વ બુદ્ધિશાલી આ બાલસાધુને અભ્યાસ કરાવ્યો. એક વર્ષમાં ન્યાય-વ્યાકરણાદિ સકલ શાસ્ત્રોના રહસ્યને પણ જાણી તે મહાપ્રખર પંડિત થયા.
ઉત્તમ ગુણશાલી બાલમુનિ શ્રીપાદલિપ્ત મહારાજ પવિત્ર સંયમાદિથી દીપવા લાગ્યા. સર્વ પ્રકારે લાયક સ્વશિષ્યને જોઈને ગુરુજીએ કહ્યું કે હે પાદલિપ્ત ! તમે આકાશગામિની લબ્ધિથી વિભૂષિત થાઓ ! એમ કહીને દશમે વર્ષે પોતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા.
એક વખત શ્રી ગુરુમહારાજે આચાર્ય શ્રીપાદલિપ્તસૂરિ મહારાજને શ્રીસંઘના ઉપકાર મથુરા નગરીમાં મોકલ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને શ્રીપાદલિપ્તસૂરિજી પાટલીપુરમાં ગયા. ત્યાં મુરંડ રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કોઈ પુરુષે ગોળાકારે ગુંથેલો,
૧૯ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #28
--------------------------------------------------------------------------
________________
આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના છેડાનો ભાગ અદેશ્ય કરેલ છે એવો દડો રાજાને ભેટ કર્યો. રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે દડો પાદલિપ્તસૂરિની પાસે મોકલ્યો. તે જોઈ તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય મહારાજે તેને, મીણથી બરાબર મેળવેલો જાણીને, ગરમ પાણીમાં બોળતાં છેડો જોઈ, છૂટો કરીને, તે દડો રાજાની પાસે મોકલ્યો. આ બીના જાણી રાજા ઘણો જ ખુશ થયો. પછી રાજાએ ગંગાના કાંઠે ઊગેલા ઝાડની સોટી બંને બાજુ બરાબર ઘસાવીને તેનું મૂળ અને અગ્રભાગ (ટોચ) જાણવા માટે ગુરની પાસે મોકલી. ત્યારે તેને પાણીમાં નાખતાં મૂળ (નો ભાગ) વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને ટોચનો ભાગ શોધી કાઢી તે સોટીને રાજાની પાસે પાછી મોકલાવી. ત્રીજીવાર પણ રાજાએ જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક નાનકડી પેટિકા (ડાબલી) ગુરુની પાસે મોકલાવી. ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાંખી ઉઘાડીને રાજાને આશ્ચર્ય પમાડ્યું. પછી સૂરિજી મહારાજે તંતુઓથી ગુંથેલું ગોળ તુંબડું રાજસભામાં મોકલ્યું. ત્યાં કોઈ તેને ઉકેલી શક્યું નહીં, તેથી મૂકી દેવામાં આવ્યું. આ પ્રસંગે બીજા લોકોએ કહ્યું કે - આ કામ ગુરુથી જ બની શકે તેમ છે. એટલે રાજાએ બોલાવતાં તેમણે આવીને તે તરત ઉકેલી આપ્યું. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે ગુરુજી, બાળક છતાં, સિંહના બાળની જેવા મહાપરાક્રમી છે.
એક વખત રાજાને માથામાં વેદના થવા લાગી. એટલે મંત્રીની મારફત ગુરુને વિનંતિ કરાવતાં સૂરિજી મહારાજે ત્રણવાર પોતાના ઢીંચણની ઉપર તર્જની (અંગુઠાની પાસેની) આંગળી ફેરવીને રાજાની વેદના શાંત કરી. આ બાબતે કહ્યું પણ છે કે
जह जह पएसिणी जाणुयंमि पालित्तओ भमाडेइ । तह तह से सिरवियणा पणस्सइ मुरुंडरायस्स ॥१॥
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૨૦
Page #29
--------------------------------------------------------------------------
________________
મંત્રરૂપ આ ગાથા બોલતાં જેના મસ્તકને અડકવામાં આવે, તેની શિરોવેદના જરૂર શાંત થઈ જાય. તે પીડા આકરી હોય તો પણ તેમ કરવાથી નાશ પામે.
એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું મન સૂરિની પ્રત્યે આકર્ષાયું. તે તરત ગુરુમહારાજના ઉપાશ્રયે આવ્યો. રાજાએ ગુરુને પૂછયું કે – હે ભગવનું ! અમારા સેવકો તો પગારના પ્રમાણમાં પોતાનું કામ બજાવે, પણ તેવા પગાર વિના કેવલ ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આ શિષ્યો આપની આજ્ઞા બજાવવાને શી રીતે તત્પર રહે છે ? ત્યારે ગુરુએ કહ્યું કે - હે રાજન્ ! ઉભય લોકના હિતની ચાહનાથી આ શિષ્યો અમારાં કાર્યો ઉત્સાહથી બજાવવાને સાવધાન રહે છે. છતાં રાજાને ખાતરી ન થતાં ગુરુએ કહ્યું કે તમે તમારા વિનીત સેવકને બોલાવી અમુક કામ કરવાનું કહો કે જેથી તમને ખાતરી થાય. એટલા રાજાએ વિનીત વિશ્વાસી પ્રધાનને કહ્યું કે તપાસ કરો કે ગંગા નદી કઈ દિશા તરફ વહે છે ? રાજાનો હુકમ સાંભળીને મંત્રીએ નજીવા કામની વિશેષ તપાસ ન કરતાં માત્ર રાજાનું માન સાચવવા કેટલોક સમય જુગાર રમીને રાજાને કહ્યું કે‘ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે.” છૂપા બાતમીદારોએ જુગાર આદિનો વૃત્તાંત રાજાને જણાવ્યો.
પછી બાલસૂરિજીએ “હવે નવદીક્ષિત મારા શિષ્યનું ચરિત્ર જુઓ” એમ કહી એક નવા સાધુને બોલાવ્યો. તે તરત ગુરુમહારાજની પાસે આવ્યો. શ્રી ગુરુમહારાજે ફરમાવ્યું કે - હે વત્સ ! ગંગા નદી કઈ તરફ વહે છે, તેનો નિર્ણય કરીને મને કહે.
એ પ્રમાણે સાંભળી “આવસ્યહી’ એમ કહીને ઉપાશ્રયની બહાર નીકળી તે આગળ ચાલ્યો. ગુરુનો પ્રશ્ન અનુચિત છે એમ જાણતાં છતાં તેણે એક નિપુણ પુરુષને પૂછતાં તેણે કહ્યું કે ગંગા નદી પૂર્વ
૨૧ જ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #30
--------------------------------------------------------------------------
________________
દિશા તરફ વહે છે. એ પ્રમાણે બે ત્રણવાર તેણે પૂછી જોયું, તો પણ એ જ જવાબ મળ્યો. તો પણ બરાબર નક્કી કરવાને તે શિષ્ય ગંગાના પ્રવાહની આગળ ગયો. ત્યાં પણ સાવધાનપણે દંડાદિ પ્રયોગથી પૂર્ણ ખાતરી કરી ઉપાશ્રયમાં આવી ઇરિયાવહી પડિક્કમી ગુરુને કહ્યું કે—ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. રાજાના છૂપા પુરષોએ પણ તે જ પ્રમાણે સાચી બીના જણાવી. તે સાંભળીને રાજાને ગુરુવચનની ખાતરી થઈ.
રાજા આવા અનેક પ્રસંગ જોઈને ખરી ખંતથી સૂરિજીની સેવના કરી સમયને સફલ કરવા લાગ્યો, અપૂર્વ જ્ઞાનચર્ચાનો પણ લાભ લેવા લાગ્યો, અને દાનાદિ ચાર પ્રકારના ધર્મની આરાધનામાં ઉજમાલ થયો.
એક વખતે, બાલપણાના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ, તે નાના આચાર્યમહારાજ બાળકોની સાથે રમવા લાગ્યા. તેવામાં બહારગામથી વંદન કરવા આવનારા શ્રાવકોએ શિષ્ય જેવા જણાતા આ બાલગુરુને જ પૂછયું કે – યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિજી કયે ઉપાશ્રયે ઉતર્યા છે ? એ સાંભળી બુદ્ધિનિધાન ગુરુએ અવસર - ઉચિત પ્રશ્નનો મુદ્દો સમજીને તથા દેખાવ ઉપરથી આ બીજા ગામના શ્રાવકો છે એમ જાણીને યુક્તિપૂર્વક યોગ્ય જવાબ દઈને તે શ્રાવકો | ઉપાશ્રયમાં આવે તે પહેલાં જ પોતે આસન ઉપર બેસી ગયા. એવામાં શ્રાવકોએ આવી બહુ બહુમાનપૂર્વક ગુરુને વંદના કરી. બાલાસૂરિને ઓળખી વિચારવા લાગ્યા કે – “આ તો પહેલાં જેમને રમતા જોયા તે જ છે ! ગુરુમહારાજે આ પ્રસંગે વિદ્યાશ્રુત અને વયોવૃદ્ધના જેવી અપૂર્વ ધર્મદેશના આપીને તેમના વિકલ્પને દૂર કરવા માટે છેવટે જણાવ્યું કે – “ચિરકાલથી સાથે રહેનારા લોકોએ બાલકને બાલક્રીડા કરવા માટે અવકાશ આપવો જોઈએ.’ બાલ ગુરુમહારાજનું આ સત્ય વચન સાંભળીને તે શ્રાવકો ઘણા જ રાજી થયા.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૨
Page #31
--------------------------------------------------------------------------
________________
એક દિવસે પ્રૌઢ સાધુઓ બહાર ગયા ત્યારે બાલસૂરિ અને નિર્જન શેરીમાં જઈને ગાડાઓ પર કૂદકા મારવાની રમત રમવા લાગ્યા. પરવાદીઓએ ગુરુને જોયા. એટલે તેમને પણ પૂર્વની માફક ગુરુએ ઉપાશ્રય બતાવ્યો. વાદીઓના આવ્યા પહેલાં જ બાલસૂરિજી વસ્ત્ર ઓઢીને પાટ ઉપર સૂઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં વાદીઓએ પ્રભાત સમયને સૂચવનાર કૂકડાના જેવો અવાજ કર્યો. એટલે સૂરિએ બિલાડાના જેવો અવાજ કર્યો. પછી પરવાદીઓને આવવા માટે બારણું ઉઘાડી ગુરુજી પાટ ઉપર બેઠા. વાદીઓ બાલસૂરિની અદ્ભુત આકૃતિ જોઈને બહુ જ આશ્ચર્ય પામવા પૂર્વક ખુશ થયા. પછી તર્કશક્તિથી જીતાયેલા તે વાદીઓએ કઠિન પ્રશ્ન પૂછતાં એક ગાથામાં જણાવ્યું કે :
पालित्तय ! कहसु फुडं, सयलं महिमंडलं भमंतेणं ॥ વિઠ્ઠો મુઝો વ વેસ્થવિ, ચંપારસણીયત્નો પણ છે છે અર્થ – હે પાદલિપ્તસૂરિ મહારાજ ! સ્પષ્ટ રીતે કહો (કહે) કે સમસ્ત પૃથ્વીમંડલમાં વિચરતા એવા તમે (તે) સુખડના ઘોળ (પાણી) જેવો ઠંડો અગ્નિ દીઠો છે કે છે એમ સાંભળ્યો છે?
આ પ્રશ્નનો ગુરુએ તરત જ એક ગાથામાં જવાબ આપ્યો કે -
૨૩ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #32
--------------------------------------------------------------------------
________________
अयसाभिघायअभिदुम्मियस्स पुरिसस्स सुद्धहिययस्स ॥ होइ वहंतस्स फुडं, चंदणरससीयलो अग्गी ॥१॥ આચાર્ય મહારાજે આપેલા આ જવાબથી પોતે જીતાયા છતાં તે વાદીઓ ઘણા જ ખુશ થયા.
આ. શ્રી પદાલિપ્તસૂરિજીએ વિદ્વાનોના સંકેતના સંસ્કારયુક્ત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી, જેમાં કઠિન પદાર્થો સમજાવ્યા હતા. કૃષ્ણરાજા સૂરિજીનો પરમ ભક્ત હોવાથી ધાર્મિક ભાવને જગાવનારા આ સૂરિજીને બીજે વિહાર કરવા દેતો નહીં.
પહેલાં પાટલીપુત્ર નગરમાં, આર્ય ખપૂટાચાર્યના, સિદ્ધપ્રાભૃત વિદ્યાથી અલંકૃત, સમર્થ, વિદ્વાન શ્રી મહેન્દ્રમુનિજીએ બ્રાહ્મણોને બલાત્કારે દીક્ષા અપાવી હતી. તે જાતિવૈરને લઈને બ્રાહ્મણો તેમના પર અદેખાઈ કરવા લાગ્યા. એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષોને મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરાવી કે આપ અહીં પધારો. ત્યારે સૂરિજીએ વિચાર કરી જવાબ આપ્યો કે – હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ. ઉચિત અવસરે રાજાને જણાવીને ગુરુજી દિવસના પૂર્વ ભાગમાં (પૂનમના હેલે પહોરે) આકાશમાર્ગે થઈને મંદિરમાં આવ્યા. રાજા સહિત બધા લોકો શ્રીમુનિસુવ્રતસ્વામીના મંદિરમાં શ્રીગુરુનાં દર્શન કરી ઘણા રાજી થયા. અને આકાશગામી સૂરિજીને જોઈને પેલા બ્રાહ્મણો બધાએ ભાગી ગયા.
રાજાએ વિનયથી ગુરુને કહ્યું કે – જેમ કૃષ્ણ રાજાને આપે ધર્મલાભ આપ્યો, તેવી રીતે અહીંઆ કેટલાક દિવસ રહી અમને પણ કૃપા કરી તેવા પ્રકારનો લાભ આપો. એટલે ગુરુએ કહ્યું કે - હે રાજન્ ! તમારું કહેવું વાજબી છે, પરંતુ સંઘનો આદેશ અને રાજાનો ભાવ (સ્નેહ) અલંઘનીય છે. “દિવસના પાછલા પહોરે હું
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૨૪
Page #33
--------------------------------------------------------------------------
________________
પાછો આવીશ” એમ કહીને હું અહીં આવ્યો છું. હજુ શ્રી શત્રુંજય, ગિરિનાર, સમેતશિખર અને અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તેથી હે રાજન ! અમારી અંતિમ શિખામણ એ છે કે મહાપ્રભાવશાલી શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મની આરાધના કરવામાં જરૂર પ્રયત્નવંત થવું, કારણ કે સાથે આવનાર તે જ છે. બીજું નહીં જ. એમ કહી આકાશમાર્ગે ગુરુમહારાજ ચાલ્યા ગયા.
પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં કરતાં સૂરિજી સોરઠ દેશમાં પધાર્યા. વિહાર કરતાં અનુક્રમે ઢંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારા પુરુષોમાં મુખ્ય અને ભાવિ શિષ્ય એવો નાગાર્જુન નામે યોગી હતો, તે તેમને મળ્યો. (હવે પછીની સૂરિજીની પૂર્ણ બીના પૂર્વે કહેલા નાગાર્જુનના ચરિત્રમાં વર્ણવી છે, તે ત્યાંથી જાણી લેવી.)
નાગાર્જુને સ્વર્ણસિદ્ધિના રસને સિદ્ધ કરવા અનેક ઉપાયો કર્યા, છતાં રસ બંધાયો નહીં. એક વખત શ્રીપાદલિપ્તસૂરિજીની પાસેથી નાગાર્જુને સાંભળ્યું કે- મહામહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે (પ્રતિમા)ની દૃષ્ટિએ, સંપૂર્ણ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણોવાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તો સોનાસિદ્ધિનો રસ સ્થિર થઈને કોડીરેધી થાય. તે સાંભળી નાગાર્જુને પોતાના પિતા વાસુકીનું ધ્યાન કરીને તેને બોલાવ્યો. નાગાર્જુનના પૂછવાથી વાસુકીએ કહ્યું કે– કાંતિપુરીમાં બહુ મહિમાવાલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” એમ સાંભળી નાગાર્જુને કાંતિનગરથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી
૧. અહીં પહેલાં સંગ્રામ નામે ક્ષત્રિય કહ્યો છે તે પ્રભાવકચરિત્રના વચનથી અને ઉપદેશપ્રાસાદના વચનથી વાસુકી નામ કહેલ છે. વિશેષ બીના માટે જુઓસ્તંભનકલ્પ શિલોંજીમાં તથા ઉપદે પ્રા) ૨૬૬માં વ્યાખ્યાનમાં. ||
૨૫ % શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #34
--------------------------------------------------------------------------
________________
નદીના કાંઠે એકાંતમાં લાવીને સ્થાપના કરી. પછી રસસાધન કરવા માટે સિદ્ધ (વશ) થયેલા વ્યંતરદેવની સહાયથી શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હંમેશાં રાત્રે ત્યાં લાવીને તે સતી સ્ત્રીની પાસે રસનું મર્દન કરાવવા લાગ્યો. એમ રસને મર્દન કરાવવાના કારણે જવા આવવાએ કરી સતી ચંદ્રલેખા નાગાર્જુનને ભાઈ તરીકે માનવા લાગી.
એક વખત ચંદ્રલેખાએ રસને ઘુંટાવવાનું કારણ પૂછ્યું. નાગાર્જુને યથાર્થ કહ્યું કે – સ્વર્ણસિદ્ધિના રસને કોડીરેધી બનાવવા તેમ કરાવવામાં આવે છે. ચંદ્રલેખાએ આ બીના પોતાના બંને પુત્રોને જણાવી. માતાની પાસેથી આ બીના જાણી સોનાસિદ્ધિરસના લોભવાળા તે બંને બંધુઓ પોતાનું રાજય છોડીને નાગાર્જુનની પાસે આવ્યા. કપટથી રસને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પ્રચ્છન્ન વેષધારી બંને ભાઈઓએ પોતાની માતાના કહેવાથી “સ્વર્ણસિદ્ધિરસ કોડીરેધી અને સ્થિર થયો,’ એમ જાણીને નાગાર્જુનને વાસુકીના વચનાનુસાર શસ્ત્રથી મારી નાખ્યો. છ માસે આ રસ થંભી ગયો. (સ્થિર થયો), અને તેથી તે ઠેકાણે તે રસ કરતાં પણ બહુ પ્રભાવવાળું, બધા લોકોના વાંછિત પદાર્થને દેનારું, સ્તંભન(ક) નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીર્થ થયું, અને તે નામે નગર પણ ત્યાં પ્રસિદ્ધિ પામ્યું. અવસર્પિણીકાલની અસર થવાથી તે સ્થળે આજુબાજુ વાંસની ઝાડી ઊગી અને પ્રતિમાનું કેવલ મોટું જ બહાર દેખાવા લાગ્યું અને બાકીનો ભાગ જમીનમાં હોવાથી લોકોએ આ પ્રતિમાને યક્ષ એવું નામ આપ્યું. આ સ્થિતિમાં આ બિંબ ૫૦૦ વર્ષ સુધી રહ્યું.
આટલી બીના ઉપરથી એમ સિદ્ધ થયું કે સેઢી નદીના કાંઠે નાગાર્જુને સોનાસિદ્ધિના રસને થંભિત (સ્થિર) કર્યો. આ બાબતમાં
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૨૬
Page #35
--------------------------------------------------------------------------
________________
પેશાવરની પાસે તાયફા લોકના પ્રદેશમાં રહેનારા જૈનો એમ પણ જણાવે છે કેઃ– “આ બાજુ નાગાર્જુન પર્વતની પાસે પૂર્વે શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું. જેની નજીકમાં સેઢી નદી વહેતી હતી. પાર્શ્વપ્રભુના બિંબના પ્રભાવે નદી દૂર વહેવા લાગી. આ સ્થળે નાગાર્જુને કોડીવેધી સોનાસિદ્ધિના રસને મેળવ્યો, એમ પરંપરાએ અમે સાંભળ્યું છે.’
૨૭ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #36
--------------------------------------------------------------------------
________________
જે વાંસની ઝાડીમાં પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ મુખ જ દેખાતું હતું તે સ્થળે એક ગોવાલની ગાય, ભવિતવ્યતાના યોગે, દૂધ ઝરતી હતી. હમેશાં દોહવાના સમયે ગોવાળ ગાય દોહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણો સમય એમ થવાથી ગોવાલે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી. તો જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શોધતાં ગોવાળે સેઢી નદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યું. “ક્યા દેવ છે ?” એનો નિર્ણય પોતે કરી શક્યો નહીં, જેથી તેણે બીજા જૈન આદિ લોકોને પૂછ્યું. તેમાં જૈનોએ ખાતરીપૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગોવાળ આ બિંબને જોઈને ઘણો જ રાજી થયો. શ્રાવકોએ ગોવાલને દ્રવ્યાદિથી સંતોષ પમાડીને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થકલ્પમાં એમ કહ્યું છે કેશ્રીઅભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું તે વૃત્તાંત આ પ્રમાણે જાણવું. આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભના પાર્શ્વનાથ
જંબૂદ્વીપમાં શ્રીમાલવદેશની ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતો.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૮
Page #37
--------------------------------------------------------------------------
________________
એક વખત મધ્ય દેશમાં રહેનારા, વેદવિદ્યાના વિશારદોને પણ પોતાના બુદ્ધિબલથી હરાવનાર, ચૌદવિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણમાં હશિયાર, દેશાંતર જોવાને માટે નીકળેલા, શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણો ધારાનગરીમાં આવ્યા. તેઓ ફરતા ફરતા લક્ષ્મીપતિ શેઠના ઘરે આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈને આદરસત્કાર કરવા પૂર્વક ભિક્ષા આપી.
હવે તેના ઘરની સામે ભીંત પર વીસ લાખ ટકાનો લેખ લખાતો હતો, તે હમેશાં જોવાથી પેલા બ્રાહ્મણોને યાદ રહી ગયો. કેટલોક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિનો ઉપદ્રવ થવાથી શેઠનું ઘર પણ બળી ગયું. તેમાં પેલો લેખ પણ નાશ થયો. આ કારણથી શેઠ ઘણી જ ચિંતામાં પડી ગયા. અવસરે ભિક્ષા માટે આવેલા આ બે બ્રાહ્મણો શેઠને ચિંતાતુર જોઈને આશ્વાસન આપવા લાગ્યા કે હે શેઠ ! તમારા જેવા ધીર પુરુષોએ આપત્તિના સમયમાં સત્ત્વને મૂકવું ન જોઈએ. એ સાંભળી શેઠે કહ્યું કે મને વિશેષ ચિંતા લેખ બળી ગયો તેની જ છે, બીજાની નથી ત્યારે બ્રાહ્મણોને તે યાદ હોવાથી, શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત, વર્ણ, જાતિના નામ અને વ્યાજ સહિત મૂલદ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તેઓએ તે લેખ લખી બતાવ્યો. તેની ઉપરથી શેઠે ચોપડામાં ઉતારો કરી લીધો અને બ્રાહ્મણોનો ઉપકાર માની ઘણો જ આદરસત્કાર કરવા પૂર્વક તે બંને બ્રાહ્મણોને પોતાને ત્યાં રાખી ઘણા સુખી બનાવ્યા.
એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે-એ બંને બ્રાહ્મણો મારા ગુરુના શિષ્યો થાય તો શ્રી જૈનેન્દ્રશાસનને ઘણું જ દીપાવે.
હવે સપાદલક્ષ દેશમાં આવેલા કુર્રપુર નામના નગરમાં અલ્લરાજાનો પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ૨૯ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #38
--------------------------------------------------------------------------
________________
નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજ હતા. તેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચોરાશી ચૈત્યોનો (ચૈત્યવાસનો) ત્યાગ કર્યો હતો. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યા ત્યારે બંને બ્રાહ્મણોને સાથે લઈને, શેઠ લક્ષ્મીપતિ ગુરુમહારાજને વંદન કરવા આવ્યા. વંદન કરી શેઠ ઉચિત સ્થાને બેઠા અને તે બ્રાહ્મણો પણ બંને હાથ જોડીને ત્યાં બેઠા. બ્રાહ્મણોને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે ‘આ બંનેની અસાધારણ આકૃતિ સ્વપરને જીતનારી છે. ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહ્મણો ગુરુના સામું જોઈ રહ્યા. એથી ગુરુજીએ તેમને વ્રતયોગ્ય સમજી લીધા. પછી અવસરે ગુરુએ તેમને દીક્ષા આપી. મહાતપસ્વી એવા તે બંનેને યોગના વહનપૂર્વક સિદ્ધાંતનો અભ્યાસ કરાવ્યો અને તેમને યોગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપીને સ્વપટ્ટધર બનાવ્યા. અને તેઓ શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા.
અનુક્રમે વિહારને માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં શ્રીગુરુમહારાજે જણાવ્યું કે – પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તે જુલ્મને અટકાવવો. કારણ કે આ કાળમાં તમારા જેવા બીજા બુદ્ધિશાળીઓમાં શિરોમણિ કોઈ ભાગ્યે જ હશે. એ ગુરુવચનને વધાવી લેઈ, સપરિવાર બંને સૂરિજી મહારાજે ગુજરાત તરફ વિહાર કરતાં, અનુક્રમે પ્રાચીન શ્રીપાટણ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણી. છેવટે બંનેને ગુરુજીનું વચન યાદ આવ્યું. આ વખતે મહાપરાક્રમી અને નીતિશાલી દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. અહીંના રહીશ એક પુરોહિત સોમેશ્વરદેવના ઘેર તે બંને સૂરિજી મહારાજ ગયા.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ “ ૩૦
Page #39
--------------------------------------------------------------------------
________________
ત્યાં તેમણે કહેલાં વેદપદોનો ધ્વનિ સાંભળી પુરોહિત ઘણો ખુશ થયો. તેની વિનંતિથી બંને સૂરિજી તેના ઘરમાં આવ્યા. પુરોહિતે તેઓને ભદ્રાસન ઉપર બેસવાની વિનંતિ કરી. બંને આચાર્ય મહારાજે પોતાના સંયમધર્મનો વ્યવહાર સંભળાવી તે ઉપર બેસવાનો નિષેધ કર્યો અને શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદ્ તેમજ જૈનાગમથી સમાનતા પ્રકાશીને આશિષ દેતાં બોલ્યા કે “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કોઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !”
ફરી પણ તેમણે જણાવ્યું કે જૈનાગમનો અર્થ રૂડી રીતે વિચારીને અમે દયાપ્રધાન જૈનધર્મનો સ્વીકાર કર્યો છે. એમ સાંભળી પુરોહિતે પૂછ્યું કે તમે નિવાસ (ઉતારો) ક્યાં કર્યો છે ? તેમણે કહ્યું કે અહીં ચૈત્યવાસીઓની મહા કનડગત થતી હોવાથી ક્યાંયે પણ સ્થાન મળી શકતું નથી. આ બીના સાંભળી ગુણગ્રાહી અને વિચારશીલ એવા પુરોહિતે સપરિવાર બંનેને રહેવા માટે પોતાનું મકાન ખાલી કરી આપ્યું અને કહ્યું કે આપ ખુશીથી અહીં ઊતરો. ત્યાં તેઓ નિર્દોષ ભિક્ષા-ધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા.
—
—
બપોરે પુરોહિતે યાજ્ઞિક, સ્માર્ત્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો, ત્યાં જ ત્યાં ચૈત્યવાસીઓના પુરુષો આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કે- તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ. કારણ કે ચૈત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં
સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરોહિતે કહ્યું કે -
૩૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #40
--------------------------------------------------------------------------
________________
રાજસભામાં આ વાતનો નિર્ણય કરવાનો છે. એટલે તેમણે આવીને પોતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા. ત્યાં પુરોહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે હે દેવ ! બે જૈનમુનિ પોતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપ્યો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટ-પુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં, મારી આપને ભૂલ જણાય તો ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવો.
પુરોહિતે કહેલી બીના સુણીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે હે ચૈત્યવાસીઓ ! કોઈ પણ દેશથી આવેલા ગુનિજનો મારા નગરમાં રહે, તેનો તમે શા માટે અટકાવ (નિષેધ) કરો છો ? તેમાં ગેરવાજબી શું છે ? રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તે ચૈત્યવાસીઓ બોલ્યા કે– હે રાજેન્દ્ર! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્રગચ્છીય, ચૈત્યવાસી શ્રીશીલગુણસૂરિએ ઘણો ઉપકાર કરેલો હોવાથી કૃતજ્ઞ એવા તે રાજાની સમક્ષ શ્રીસંઘે એવી વ્યવસ્થા કરી કે— ‘સંપ્રદાયનો ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે. માટે જે મુનિ ચૈત્યગચ્છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, પણ બીજા નહિ. તો હે રાજન્ ! તે પ્રાચીન રિવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવો જોઈએ. રાજાએ કહ્યું કે તે પ્રમાણે જ કબૂલ છે, પરંતુ ગુણિજનોને આદર જરૂર દેવો જોઈએ. જો કે રાજ્યની આબાદી તમારી હેમષ્ટિને આધીન જ છે. છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખો ! રાજાના આ વાક્યને તેઓએ માન્ય રાખ્યું. કેટલોક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યો. ત્યાં રહેલા બંને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીવોને સત્યના સાધક
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૩૨
=
Page #41
--------------------------------------------------------------------------
________________
બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦માં જાલોર (મારવાડ)માં રહીને આઠ હજાર શ્લોક પ્રમાણ ‘બુદ્ધિસાગર’ નામે નવું વ્યાકરણ બનાવ્યું.
એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ અનુક્રમે ધારા નગરીમાં પધાર્યા. અહીં મહીધર નામનો શેઠ અને ધનદેવી શેઠાણીને અભયકુમાર નામનો મહાગુણવંત પુત્ર હતો. પુત્ર સહિત શેઠ સૂરિજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસારતાને જણાવનારી નિર્મલ દેશના સાંભળી અભયકુમારને વૈરાગ્ય પ્રકટ્યો. તે સંયમ લેવાને ઉત્સુક થયો. પિતાની અનુમતિ હોવાથી ગુરુમહારાજે અભયકુમારને દીક્ષા આપી. ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષાનો અભ્યાસ કરી મહાજ્ઞાની એવા શ્રીઅભયમુનિજી યોગોદ્દહન કરવા પૂર્વક સોળ વર્ષની અંદર સ્વપર શાસ્ર પારગામી બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુયોગમય રંગમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડા રાજા અને કોણિકની વચ્ચે થયેલા રથ કંટકાદિ યુદ્ધનું વર્ણન કરતાં વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે - તે સાંભળીને ક્ષત્રિયો લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનનુઆનું વર્ણન કરીને એવો શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને સર્વે શાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કેઅહો, અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે ત નાગનત્તુક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીઘી કે - હે બુદ્ધિનિધાન શિષ્ય ! તારે અવસર જોઈને વ્યાખ્યાન વાંચવું.
૩૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #42
--------------------------------------------------------------------------
________________
એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે - હે મહારાજ ! શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલી ‘સંવરંતરવિયાળિયાર્દિ ઇત્યાદિ ચાર ગાથાનો કૃપા કરી અર્થ સમજાવો ! ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓનાં તમામ વિશેષણોનું શૃંગારરસથી ભરેલું સંપૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુંવરીએ આ વર્ણન સાંભળ્યું. કુંવરીએ વિચાર્યું કે “આ મારો સ્વામી થાય તો જન્મ સફલ થાય ! હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લોભ પમાડું, એવું વિચારી ઉપાશ્રયના બારણા પાસે આવીને બોલી કે - હે બુદ્ધિમાન પંડિત ! બારણું ઉઘાડો ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવા માટે આવી છું. આવો અકાળે સ્ત્રીનો શબ્દ સાંભળીને ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપ્યો કે – પહેલાં તમને જે શિખામણ આપી હતી તે બધી ભૂલી ગયા, અને
જ્યાં ત્યાં હોશિયારી બતાવો છો, પણ શું તમને શરમ આવતી નથી ? હવે શું કરશો ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં
૧. આ સ્તવનના બનાવનાર શ્રીનેમિનાથના ગણધર શ્રીનંદિષેણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણે આ સ્તવન બતાવ્યું.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૩૪
Page #43
--------------------------------------------------------------------------
________________
આવેલા પહેલા સીમંત પાથડા (નરકાવાસ)માં લઈ જનારી આ સીમંતિની આવી છે.” તે સાંભળી અભયદેવે કહ્યું કે – “હે પૂજ્ય ગુરુજી ! આપની કૃપાથી તે નિરાશ બનીને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આ બાબત આપ જરા પણ ચિંતા કરશો નહીં.” પછી અભયદેવે બારણાં ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે - હે રાજપુત્રી ! અમે જૈન સાધુ છીએ. તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાતો પણ કરતા નથી, તો પછી ગુણગોષ્ઠી અમારાથી કરી શકાય જ નહીં. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ ધોતા નથી, સ્નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી. તેમજ નિર્દોષ એવું અન્ન ભિક્ષા વૃત્તિએ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મલ, મૂત્ર, વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુગંધમય અને બીભત્સ છે. તેમાં સારભૂત શું છે ? તામસી વૃત્તિવાળા જીવો જ નિંદનીય કિંધાકલની જેવા વિષયોને ચાહે છે. તેઓની સેવનાથી મહાબૂરા રોગો પેદા થાય છે. જેવી તીવ્ર ઉત્કંઠા દુર્ગતિદાયક વિષયાદિની સેવનામાં અજ્ઞાની જીવ રાખે છે, તેવી અથવા તેથી પણ અધિક તીવ્ર ઉત્કંઠા ધર્મની સાધના કરવામાં રાખે તો તે થોડા જ સમયમાં મુક્તિપદને પામે. અમારા શરીરની સારવાર નાનપણમાં માતાપિતાએ જ કરી હશે, ત્યારપછી અમે તો બિલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગધમય શરીરનો સ્પર્શ તારા જેવી સમજુ રાજપુત્રીને સ્વપ્નમાં પણ કરવા જેવો નથી. આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સુણીને તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી.
પછી તે ગુરુની પાસે આવ્યા, ત્યારે શ્રી ગુરુ મહારાજે કહ્યું કે – તારું બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાનકાલમાં તેને
૩૫ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #44
--------------------------------------------------------------------------
________________
શમાવવું વાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશમાં કરેલો જુવારનો હુમરો તથા કાલિંગડાનું શાક વાપરવું. જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિયોએ પણ કહ્યું છે
तडवजं कलिंगं च, भोज्यं शीतं च वातुलम् ।
कपित्थं बदरीजंबू-फलानि नंति धीषणाम् ॥ અર્થ - તડબૂચ, કાલિંગડું, ઠંડું તથા વાયુ કરનાર ભોજન, કોઠ, બોર અને જાંબૂ એ સાત વસ્તુઓ બુદ્ધિને હણે છે.
શ્રીઅભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલોક સમય વીત્યા બાદ ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજીએ અભયદેવને યોગ્ય જાણીને (સં. ૧૦૮૮માં) આચાર્યપદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણા ભવ્ય જીવોને સન્માર્ગની દેશના દઈ સાત્ત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ. સિદ્ધાંત તથા વૃત્તિઓનો પ્રાયે ઉચ્છેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્રાદિ રહ્યાં, તેઓનો વૃત્તિઆદિ સાધનો નષ્ટ થયેલાં હોવાથી યથાર્થ શબ્દાર્થ મહા પ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણવો મુશ્કેલ થયો. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધ રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે- પૂર્વે મહાશાસનના થંભ સમાન પરમપુજ્ય શ્રીશીલાંગકોટિ (શીલાંગાચાર્ય કોટ્યાચાર્ય) નામના આચાર્ય અગિયારે અંગની વૃત્તિઓ રચી હતી, તેમાં હાલ કાળને લઈને બે અંગ (આચારાંગ, સૂયગડાંગ)ની જ વૃત્તિ હયાત છે. બાકીના અંગોની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ. તેથી સંઘના
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૩૬
Page #45
--------------------------------------------------------------------------
________________
–
હિતને માટે હવે શ્રી સ્થાનાંગાદિ નવે અંગોની નવી ટીકાઓ બનાવવાનો ઉદ્યમ કરો ! દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે – હે માતાજી ! સુગૃહીતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જેવો અલ્પબુદ્ધિ અસમર્થ છે, તો પછી ટીકાઓ તો કેમ બનાવી શકું ? કારણ કે કદાચ કોઈ સ્થલે સૂત્રવિરુદ્ધ કહેવાઈ જાય તો મહા પાપ લાગે. જેથી સંસારમાં અનંતીવાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે – હે સુજ્ઞશિરોમણિ ! આ કાર્ય કરવામાં તમે જ લાયક છો, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સંદેહ પડે તો મને પૂછવું. હું મહાવિદેહક્ષેત્રના વિહરમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને પૂછીને તે બાબતનો ખુલાસો કહીશ. માટે આ કાર્ય તમે શરૂ કરો. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે - તમે યાદ કરશો કે તરત જ હાજર થઈશ.
દેવીના વચનથી ઉત્સાહવંત થયેલા શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરૂઆત કરી. ૧ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને પાટણમાં બનાવી. (અન્યત્ર કહેલ છે કે પાટણની બહાર બનાવી.) આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃદ્ધ મહાશ્રુતધરોએ આવૃત્તિઓને શુદ્ધ કરી. તે પછી શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી. આ વખતે એક રસપ્રદ બીના બની. તે આ પ્રમાણે
=
શાસનદેવીએ આવીને ગુરુમહારાજને કહ્યું કે પહેલી પ્રતિ (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે. એમ કહી
૧. આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે- જો કે – અભયદેવસૂરિના સમયમાં નવ અંગોની ટીકાઓ હયાત ન હોવાથી તેમણે નવી ટીકાઓ બનાવી, એમ પ્રભાવકચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે. તેમ બીજા સૂત્રોની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
૩૭
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #46
--------------------------------------------------------------------------
________________
પોતાની જ્યોતિથી દૃષ્ટિતેજને આંજી, ત્યાં એક સોનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગોચરી લઈને આવ્યા. ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા, પૂછતાં સૂરિજીએ બધી બીના કહી; પછી શ્રાવકોને બોલાવી ઘરેણું બતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકો પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે – “ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકો. તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની કીંમત આંકી શકતા નથી.’ એટલે શ્રાવકોએ એ ઘરેણું રાજાની આગળ મૂક્યું, અને તેની સત્ય બીના પણ કહી દીધી. રાજાએ ખુશ થઈને કહ્યું કે - કોઈ મહા તપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય આંકે તે આપીને જ હું આ લઈ શકું. શ્રાવકોએ કહ્યું-આનું મૂલ્ય જે આપ આપો તે અમારે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ (ટકા) અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તકો લખાવીને સૂરિજીને વહોરાવ્યાં. તેમ જ પાટણ, તામ્રલિસી, આશાપલ્લી (આશાવલ) ધોલકા આદિ નગરના રહીશ મહાધનિક ૮૪ શ્રાવકોએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતો લખાવી હર્ષપૂર્વક આચાર્ય મહારાજને આપી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઇષ્ટતત્ત્વરૂપ તાળાને ઉઘાડવાની કુંચી જેવી, નવે અંગની ટીકાઓ પ્રવર્તમાન થઈ.
ટીકાઓ બતાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ધોલકા નગરમાં પધાર્યા. ઉજાગરો, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાર્ય મહારાજને કોઢ (રક્તદોષ) રોગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઇર્ષાળુ લોકો કહેવા લાગ્યા કે – “સૂત્રવિરુદ્ધ લખવાથી સૂરિજીને કોઢ થયો છે.” એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થયેલા અને પરલોકની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું
શ્રી સ્તંભન પાર્શ્વનાથ દ ૩૮
Page #47
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કર્યું. સ્વપ્નમાં ગુરુએ પોતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયો. આથી ગુરુએ વિચાર્યું કે— ‘કાળરૂપ આ ભયંકર સર્પે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તો હવે અનશન આદરવું એ જ મને યોગ્ય છે.’ એ પ્રમાણે ચિંતવતાં ગુરુને બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્રે કહ્યું કે મેં તમારા દેહ (શરીર)ને ચાટીને રોગને દૂર કર્યો છે. એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે-મરણની બીકથી મને ખેદ થતો નથી, પરંતુ રોગને લીધે પિશુન લોકો જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતો નથી. ત્યારે ધરણેન્દ્રે કહ્યું કે —એ બાબત, હે ગુરુજી, તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી જૈનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરો કે જેથી તે થતી નિંદા અટકી જશે અને તે નિંદકો જ જૈનધર્મના વખાણ કરશે.
—
શ્રીકાંતાનગરીનો રહીશ, ધનેશ નામનો શ્રાવક વહાણ ભરીને સમુદ્રમાર્ગે જતો હતો, ત્યારે અધિષ્ઠાયક દેવે તેના વહાણ ચાલતાં અટકાવી દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે તેણે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાઓ મેળવી હતી. તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થ થયું. બીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન (થાંભણા) ગામના પાદરમાં વહેતી સેટીકા (સેઢી) નદીના કાંઠે વૃક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભન) પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરો, કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને તે બિંબના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણાં) નામનું ગામ સ્થાપન કર્યું ૧. આ બીના શ્રી પ્રભાવકચરિત્રમાં કહેલી છે.
૩૯ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #48
--------------------------------------------------------------------------
________________
હતું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશો તો તમારી પણ પવિત્ર કીર્તિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ શ્વેતસ્વરૂપે તમારી આગળ, બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તો બતાવશે.” એ પ્રમાણે કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર પોતાના સ્થાને ગયા.
ઇંદ્ર કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણા ખુશ થયા. તેમણે આ રાતે બનેલો તમામ વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. તે સાંભળીને શ્રીસંઘે યાત્રાએ જવાની તૈયારી કરી. તેમાં ૯૦૦ ગાડાં સાથે હતાં. શ્રીસંઘના આગ્રહથી સૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યો ત્યારે ત્યાં બે ઘરડા ઘોડા અદૃશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે “હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘેર જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહામહેનતે પણ લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે રથલે ગુરુજીને દૂધ બતાવ્યું. એટલા પાસે બેસીને ગુરુજી પ્રાકૃતભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક ગતિદુયળ ઇત્યાદિ બત્રીશ ગાથાઓનું નવું સ્તોત્ર રચીને બોલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. એટલે સંઘ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, ત્યાં તે પ્રતિમાના સ્નાનજળથી એમનો રોગ મૂળમાંથી દૂર થયો. તે વખતે શ્રાવકોએ ગંધોદકથી પ્રભુબિંબને હવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્ત્વિક પૂજાનો અપૂર્વ લ્હાવો લીધો. તે સ્થળે નવું દહેરાસર
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૪૦
Page #49
--------------------------------------------------------------------------
________________
બંધાવવા માટે એક લાખ રૂપિયા ભેગા થયા. અને ગામના મુખ્ય લોકોએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી.
શ્રી મલ્લવાદિ-શિષ્યના શ્રાવકોએ ત્યાંના રહીશ આત્રેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દ૨૨ોજ પગાર તરીકે એક દ્રમ્પ આપવામાં આવતો હતો. તેમાંથી થોડું ભોજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી, કે જે 'હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂર્તો અભયદેવસૂરિજીએ ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાતે ધરણેન્દ્રે આવીને સૂરિજીને વિનંતિ કરી કે-મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંની છેલ્લી બે ગાથાઓ ગોપવી રાખો. સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થળ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહોત્સવમાં પ્રથમ ધોળકાના મુખ્ય શ્રાવકે જળ કળશ લઈને ભગવંતને અભિષેક કર્યો. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષર પંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે, એમ લોકોમાં સંભળાય છે.
શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમજીવન પાળી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રીઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પંચાશકશાસ્ત્રની ઉપર અપૂર્વ વિદ્વત્તાભરેલી ટીકા બનાવી છે.
શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના સંબંધમાં શ્રી ઉપદેશપ્રાસાદને અનુસારે આ વૃત્તાંત છે—આચાર્યપદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં સંભાણક ૧. ૧૩-૧૪મા સૈકામાં.
૪૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #50
--------------------------------------------------------------------------
________________
ગામથી ધોલકા થઈને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કોઢના મહારોગથી તે એવા દુઃખી થયા કે હાથપગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહી. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકોને કહ્યું કે-આ રોગની પીડા બહુ થતી હોવાથી હું એક પણ ક્ષણ તે સહન કરવા સમર્થ નથી, તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકો ઘણા દિલગીર થયા. તે પછી તેરસની અડધી રાત્રે શાસનદેવીએ આવીને સૂરિજીને કહ્યું કેહે ગુરુજી ! ઉંધો છો કે જાગો છો ? ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે – જાગું છું. દેવીએ કહ્યું કે- ઊઠો, આ સૂતરની નવ કોકડી ઉકેલો ! ગુરુ બોલ્યા કે- આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું ? દેવીએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે – લાંબો કાળ જીવીને હજુ નવ અંગની વૃત્તિ કરવાનું જેના હાથમાં છે તેને આ તે શા હિસાબમાં છે ? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યું કે - આવા શરીરે હું નવ અંગોની ટીકાઓ શી રીતે બનાવીશ ? દેવી બોલી કે - છ મહિના સુધી આયંબિલ તપ કરજો. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો, અને કઠિન શબ્દોની ટીકા કરીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયો, ત્યારે ધરણેન્દ્ર ધોળા સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટીને નીરોગી બનાવ્યું અને સૂરિજીને કહ્યું કે- સેઢી નદીના કાંઠે, પલાસ (ખાખરાનું ઝાડ)ના વનમાં શ્રી થંભન પાર્શ્વનાથની પ્રતિમા
૧. આ રોગ સંભાણક ગામમાં થયો, એમ સ્તંભનકકલ્પશિલોચ્છમાં કહ્યું છે.
૨. આ શ્રાવકોમાં ઘણાખરા નજીકનાં ગામોમાં રહેતા હતા, અને પાક્ષિક પ્રતિક્રમણ કરવા માટે આવતા હતા. અનશનની ઇચ્છાવાળા ગુરુએ ખમાવવા માટે પણ તેમને બોલાવ્યા હતા.
૩. સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રકટ કર્યા પછી ટીકાઓ બનાવી, એવો પણ ઉલ્લેખ બીજા ગ્રંથોમાં મળે છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૪૨
Page #51
--------------------------------------------------------------------------
________________
જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રગટ કરો. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહ્નથી તે મૂર્તિનું સ્થાન તમે નિશ્ચયે જાણજો.
સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને ગોવાળના બાળકોએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનનો નિશ્ચય થવાથી ગુરુજીએ પાર્શ્વનાથનું નવીન સ્તોત્ર રચવા માંડ્યું. તેનાં ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય કહેતાં તરત જ શ્રી પાર્શ્વનાથનું અલૌકિક બિંબ પ્રગટ થયું. તે તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યોના આ સ્તોત્રની શરૂઆતમાં નતિદુયા પદ હોવાથી જયતિહુયણ નામે એ સ્તોત્ર ઓળખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામ્યો ને ગુરુજી નીરોગી બન્યા.
પછી શ્રી સંઘે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી ત્યારે ગુરજીએ પૂર્વે કહ્યા પ્રમાણે તમામ બીના શ્રી સંઘની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કોણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાનો મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને નવું દહેરું બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે, વિ.સં. ૧૩૬૮ની સાલમાં દુષ્ટ સ્વેચ્છાએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો, ત્યારે વર્તમાન સ્તંભતીર્થમાં-ખંભાતમાં તે બિંબ લાવવામાં આવ્યું. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્તંભતીર્થ (ખંભાત, તંબાવતી નગરી)માં હયાત છે.
૧. સોળ કાવ્યો બોલ્યા પછી આખા બિંબનાં દર્શન ન થયાં, માટે સત્તરમા કાવ્યમાં કહ્યું કે – ગયપર્વવરd fગોસર એમ બત્રીશ કાવ્યો બનાવ્યાં. તેમાંથી બે કાવ્યો ગુપ્ત રાખ્યાં, એમ શ્રી જિનપ્રભસૂરિ કહે છે.
૪૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવક-ચરિત્રમાં કહ્યું છે કે- સૂરિજી મહારાજ પાટણમાં કર્ણ રાજાના રાજયમાં દેવલોક પામ્યા. આ વાક્યનો અર્થ એમ પણ સંભવે છે કે- કર્ણના રાજ્યકાળમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. પરંતુ પટ્ટાવલિઓના લેખ પ્રમાણે તો ઘણાખરા એમ માને છે કે, કપડવંજમાં સૂરિજી સ્વર્ગે ગયા. સંવતનો વિચાર એ છે કે પટ્ટાવલિમાં સં૦ ૧૧૩૫માં સ્વર્ગે ગયા, એમ કહ્યું, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૩૯માં સ્વર્ગે ગયા.
ઉપર જણાવેલા વૃત્તાંતમાંનો કેટલોક વૃત્તાંત શ્રીગિરનારના લેખને અનુસારે જણાવેલ છે. વિ૦ નં૦ ૧૩૬૮ની સાલમાં આ બિંબને ઉપદ્રવના કારણે ખંભાતમાં લાવવામાં આવ્યું. એથી એમ જણાય છે કે – કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી અને મંત્રી વસ્તુપાલના સમયમાં આ પ્રતિમાજી થાંભણા ગામમાં હતાં.
મહાચમત્કારી નીલમણિમય શ્રી સ્તંભનપાર્શ્વનાથની પ્રતિમાની વર્તમાન બીના આ બિંબનાં દર્શનાદિ કરવાથી વર્તમાનમાં પણ કોઢ
૧. આણંદ સ્ટેશનની નજીકમાં આ ગામ છે. એનું જૂનું નામ સ્તંભનપુર હતું. ડાકોર-ઉમરેઠ પાસે, સેઢી નદીના કિનારે હાલ થામણા ગામ વિદ્યમાન છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જી ૪૪
Page #53
--------------------------------------------------------------------------
________________
વગેરે નાશ પામે છે. મંત્રી પેથડના પિતા શ્રી દેદ સાધુનાં બેડીનાં બંધન આ પ્રતિમાના ધ્યાનમાત્રથી તત્કાલ તૂટી ગયાં હતાં. જેમ આ બિંબની ભક્તિ કરવાથી વિઘ્નો નાશ પામે છે, તેમ આશાતના કરનાર જીવ મહાદુ:ખી બને છે તે વાત પણ નિઃસંદેહ છે.
સ્તંભતીર્થ (ખંભાત)ના રહીશ, દાનવીર શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્ર શેઠ પોપટભાઈના વખતમાં આ નીલમણિમય ચમત્કારી બિંબ કાષ્ઠમય મંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન હતું. એક વખત આ રત્નમય પ્રતિમાને જોઈને એક સોનીની દાનત બગડી અને તે એ પ્રતિમાને ક્યાંક ઉપાડી ગયો. પરંતુ શેઠ શ્રી પોપટભાઈના માતાજીના એ પ્રતિમાનાં દર્શન કર્યા પછી જ ભોજન ક૨વાના, અભિગ્રહરૂપ તપના પ્રભાવથી એ પ્રતિમાજીની જલ્દી ભાળ લાગી. આ પછી શ્રી સંઘે ફરીને કોઈની દાનત ન બગડે અને આવો પ્રસંગ ન બનવા પામે એ આશયથી એ રત્નમય પ્રતિમાજી ઉપર શ્યામ લેપ કરાવ્યો. તેથીજ નીલમણિમય છતાં અત્યારે તે પ્રતિમા શ્યામ દેખાય છે. (આ ઘટના સં. ૧૯૫૪-૫૫ની છે.)
શ્રી સંઘના પ્રયાસથી વિ૦ સં૦ ૧૦૮૪માં નવીન દહેરું તૈયાર થયું. અને તેમાં મૂલનાયક તરીકે આ બિંબની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રીસંઘે તપોગચ્છાધિપતિ, શાસનસમ્રાટ, ગુરુવર્ય, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પધારવાની વિનંતિ કરી. જેથી સપરિવાર સૂરિજી મહારાજ ત્યાં પધાર્યા અને વિ૦ સં૦ ૧૯૮૪ના ફાગણ સુદ ત્રીજે શુભ મુહૂર્તે શ્રી સંઘે શ્રી ગુરુમહારાજના હાથે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે અહીંના શ્રી
સંઘે તથા બહારગામના ભાવિક ભવ્ય જીવોએ પણ સારો ભાગ લીધો હતો.
૪૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #54
--------------------------------------------------------------------------
________________
મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પડખેના ભાગમાં રહેલ મોટાં શ્યામ પ્રતિમાજી પાછળના ભાગમાં પોલા છે, જે પોલાણમાં મૂલનાયકજી રહી શકે છે. એથી ઉપદ્રવના પ્રસંગે મૂલનાયકના રક્ષણ માટે તેમ કર્યું હોય એમ અનુભવી ગીતાર્થ પુરુષો કહે છે.
છેવટે એ બીના જણાવવી બાકી રહે છે કે - વિવિધતીર્થકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ કહ્યું છે કે આચાર્ય શ્રી અભયદેવસૂરિએ પ્રકટ કર્યા બાદ આ પ્રતિમાજી કાંતિપુરીમાં ફરી પણ અમુક સમય સુધી રહ્યાં. પછી કેટલાક સમય સુધી સમુદ્રમાં રહ્યાં. ત્યાર બાદ ઘણા નગરોમાં પણ રહ્યાં હતાં. (એથી એમ પણ સંભવે છે કે ત્યાર બાદ વિ૦ સં૦ ૧૩૬૮માં ખંભાતમાં આવ્યાં
હશે.) માટે ભૂતકાળમાં આ પ્રતિમાજી કયે કયે સ્થાને રહ્યાં અને ભવિષ્યમાં રહેશે એ બીના કહેવાને માનવ સમર્થ નથી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, કાશી, નાસિક, મિથિલા નગરી, રાજગૃહી આદિ તીર્થોમાં પૂજા, યાત્રા, દાનાદિ કરવાથી જે પુણ્યાનુબંધી પુણ્યબંધ, નિર્જરા આદિ લાભ મળે, તે લાભ અહીં શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુના ફક્ત ભાવ-વિધિપૂર્વક દર્શન કરવાથી મળી શકે છે. આ પ્રભુને વંદન કરવાના વિચારથી, માસખમણ તપનું અને ઉલ્લાસપૂર્વક વિધિ સાચવીને પ્રભુ બિંબને જોવાથી છમાસી તપનું ફળ મળે છે, તો પછી દ્રવ્ય-ભાવ-ભેદે પૂજાદિ ભક્તિ કરવાથી વધારે લાભ મળે તેમાં નવાઈ શી ? આ લોક સંબંધી અને પરલોક સંબધી સકલ મનોવાંછિતો તત્કાલ પૂરવાને આ બિંબ સમર્થ છે. આ
૧. આમ બનવું સંભવિત નથી લાગતું. ૧૧૩૧માં પ્રગટ થયેલ પ્રતિમા, ૧૩૬૮ સુધીમાં કાંતિપુરીમાં, સમુદ્રમાં, વિવિધ નગરોમાં ગઈ હોય તે શક્ય જ નથી. ખંભાતમાં તો થામણાથી જ આવી હોવાનું જણાય છે. લાગે છે કે લેખનદોષથી અમુક વાક્યો તીર્થકલ્પમાં વ્યુત્ક્રમ પામીને બેવડામાં હોય.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૪૬
Page #55
--------------------------------------------------------------------------
________________
બિંબને હંમેશા ત્રિકાળ નમસ્કાર કરનારા જીવો પરભવમાં વિદ્યાવંત, અદીન અને ઉત્તમ રૂપવંત થાય છે અને ઉત્તમ કુલમાં જન્મ પામી કુપુત્ર, કલત્રાદિનાં દુઃખો હઠાવી વિશિષ્ટ સંપદાઓ પામે છે. વળી જે ભવ્ય જીવ, પરમ સાત્ત્વિક ભાવે, આ પ્રભુની એક ફૂલથી પણ પૂજા કરે, તે ભવિષ્યમાં ઘણા રાજાઓને નમવા લાયક ચક્રવર્તી થાય છે; જે ભવ્ય જીવ અષ્ટપ્રકારી પૂજા કરે, તેને ભવિષ્યમાં ઇંદ્રાદિની પદવી જરૂર મળે છે અને જે ભવ્ય જીવ ઘરેણાં આદિ ચઢાવી પૂજા કરે તે જીવ ત્રણે ભુવનમાં મુકુટ જેવો થઈને અલ્પ કાલે મુક્તિપદને પામે છે.
એ પ્રમાણે, શ્રીસંઘદાસ નામના મુનીશ્વરે આ શ્રી સ્તંભન પાર્શ્વનાથની બીના ઘણા વિસ્તારથી કહી હતી. તેને સંક્ષેપમાં ‘શ્રી પદ્માવતીની આરાધના કરીને શ્રી સીમંધરસ્વામીને પૂછાવીને ઠેઠ સુધી શાસનરક્ષક તપાગચ્છની મર્યાદા કાયમ રહેશે” એવો સત્ય નિર્ણય મેળવી, શ્રી સંઘને કહી સંભળાવનારા શ્રી જિનપ્રભસૂરિજીએ પ્રાકૃત ગદ્ય-પદ્ય રચનામાં જણાવી છે. તેને અનુસાર, બીજા પ્રભાવકચરિત્રાદિ ગ્રંથોને અનુસાર તથા પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ આદિ સાધનોને અનુસાર ટુંકામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર મેં બનાવ્યું છે. દુર્ગતિનાં દુઃખોને દૂર કરનારું અને હાથી, સમુદ્ર, અગ્નિ, સિંહ, ચોર, સર્પ, શત્રુ, ગ્રહ, ભૂત, પ્રેતાદિના તમામ ઉપદ્રવોને નાશ કરનારું આ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર હે ભવ્ય જીવો, તમે જરૂર વાંચો, વિચારો, સાંભળો અને સંભળાવો ! જેથી ભવિષ્યમાં ચિરસ્થાયી કલ્યાણમાલા તમને જરૂર મળશે.
જ્યાંના મંદિરમાં શાસનાધીશ્વર શ્રી જીવસ્વામી મહાવીર મહારાજાની અલૌકિક પ્રતિમા કે જે પ્રભુના વડીલ બંધુ રાજા શ્રી
૪૭ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
Page #56
--------------------------------------------------------------------------
________________ નંદીવર્ધને પ્રભુની હયાતીમાં ભરાવી હતી અને ૧૮૮૫ની સાલમાં જે બિંબની પ્રતિષ્ઠા થઈ હતી, તે બિંબ મૂલનાયક તરીકે છે. જ્યાં શાસન પ્રભાવક જંગડુશાહ, જાવડશાહ આદિ મહાશ્રાવકો થયો છે, અને જે મારા ગુરુવર્યની જન્મભૂમિ છે, તે શ્રી મધુમતી (મહુવા) નામની પ્રાચીન નગરીમાં ગુરુ મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી વિક્રમ સંવત ૧૯૯૨ના કાર્તિક સુદ પંચમીને દિવસે પૂર્વે બનાવેલા સંસ્કૃત શ્લોકબદ્ધ ચરિત્રના ક્રમ પ્રમાણે આ ચરિત્ર બનાવ્યું. આ ચરિત્ર બનાવવાથી ઉત્પન્ન થયેલા પુણ્યવડે હું એ જ ચાહું છું કે સર્વે જીવો શ્રી સ્તંભન પાર્શ્વનાથની સાત્ત્વિક ભક્તિ કરી મુક્તિ પદ પામો. ગુજરાતી પદ્યમાં (પાંચ ઢાળ રૂપે) આ ચરિત્રને ટુંકામાં જાણવાની ઇચ્છાવાળા જીવોએ શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાદિ સંગ્રહમાં સ્તંભપ્રદીપ છપાયો છે તે જોઈ લેવો. 1. આ બુક, શેઠ માણેકલાલ મનસુખભાઈ સંઘવીએ ૧૯૭૯ની સાલમાં છપાવી હતી. શ્રી સ્તંભન પાર્શ્વનાથ દ 48