________________
પોતાની જ્યોતિથી દૃષ્ટિતેજને આંજી, ત્યાં એક સોનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગોચરી લઈને આવ્યા. ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા, પૂછતાં સૂરિજીએ બધી બીના કહી; પછી શ્રાવકોને બોલાવી ઘરેણું બતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકો પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે – “ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકો. તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની કીંમત આંકી શકતા નથી.’ એટલે શ્રાવકોએ એ ઘરેણું રાજાની આગળ મૂક્યું, અને તેની સત્ય બીના પણ કહી દીધી. રાજાએ ખુશ થઈને કહ્યું કે - કોઈ મહા તપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય આંકે તે આપીને જ હું આ લઈ શકું. શ્રાવકોએ કહ્યું-આનું મૂલ્ય જે આપ આપો તે અમારે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ (ટકા) અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તકો લખાવીને સૂરિજીને વહોરાવ્યાં. તેમ જ પાટણ, તામ્રલિસી, આશાપલ્લી (આશાવલ) ધોલકા આદિ નગરના રહીશ મહાધનિક ૮૪ શ્રાવકોએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતો લખાવી હર્ષપૂર્વક આચાર્ય મહારાજને આપી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઇષ્ટતત્ત્વરૂપ તાળાને ઉઘાડવાની કુંચી જેવી, નવે અંગની ટીકાઓ પ્રવર્તમાન થઈ.
ટીકાઓ બતાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ધોલકા નગરમાં પધાર્યા. ઉજાગરો, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાર્ય મહારાજને કોઢ (રક્તદોષ) રોગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઇર્ષાળુ લોકો કહેવા લાગ્યા કે – “સૂત્રવિરુદ્ધ લખવાથી સૂરિજીને કોઢ થયો છે.” એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થયેલા અને પરલોકની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું
શ્રી સ્તંભન પાર્શ્વનાથ દ ૩૮