Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 37
________________ એક વખત મધ્ય દેશમાં રહેનારા, વેદવિદ્યાના વિશારદોને પણ પોતાના બુદ્ધિબલથી હરાવનાર, ચૌદવિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણમાં હશિયાર, દેશાંતર જોવાને માટે નીકળેલા, શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણો ધારાનગરીમાં આવ્યા. તેઓ ફરતા ફરતા લક્ષ્મીપતિ શેઠના ઘરે આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈને આદરસત્કાર કરવા પૂર્વક ભિક્ષા આપી. હવે તેના ઘરની સામે ભીંત પર વીસ લાખ ટકાનો લેખ લખાતો હતો, તે હમેશાં જોવાથી પેલા બ્રાહ્મણોને યાદ રહી ગયો. કેટલોક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિનો ઉપદ્રવ થવાથી શેઠનું ઘર પણ બળી ગયું. તેમાં પેલો લેખ પણ નાશ થયો. આ કારણથી શેઠ ઘણી જ ચિંતામાં પડી ગયા. અવસરે ભિક્ષા માટે આવેલા આ બે બ્રાહ્મણો શેઠને ચિંતાતુર જોઈને આશ્વાસન આપવા લાગ્યા કે હે શેઠ ! તમારા જેવા ધીર પુરુષોએ આપત્તિના સમયમાં સત્ત્વને મૂકવું ન જોઈએ. એ સાંભળી શેઠે કહ્યું કે મને વિશેષ ચિંતા લેખ બળી ગયો તેની જ છે, બીજાની નથી ત્યારે બ્રાહ્મણોને તે યાદ હોવાથી, શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત, વર્ણ, જાતિના નામ અને વ્યાજ સહિત મૂલદ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તેઓએ તે લેખ લખી બતાવ્યો. તેની ઉપરથી શેઠે ચોપડામાં ઉતારો કરી લીધો અને બ્રાહ્મણોનો ઉપકાર માની ઘણો જ આદરસત્કાર કરવા પૂર્વક તે બંને બ્રાહ્મણોને પોતાને ત્યાં રાખી ઘણા સુખી બનાવ્યા. એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે-એ બંને બ્રાહ્મણો મારા ગુરુના શિષ્યો થાય તો શ્રી જૈનેન્દ્રશાસનને ઘણું જ દીપાવે. હવે સપાદલક્ષ દેશમાં આવેલા કુર્રપુર નામના નગરમાં અલ્લરાજાનો પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ૨૯ શ્રી સ્તંભન પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56