________________
૨૯
અરિહંત પદ
ભગવાન ગૌતમસ્વામીની એમ ખાતરી થાય છે કે ભગવાન શ્રીમહાવીરદેવ સર્વજ્ઞ છે તેજ પળે તે ભગવાનના ઉપદેશ સ્વીકારે છે. આ સઘળા વ્યવહારમાં આશય શું છે ? એકજ ! જો ભગવાન સર્વજ્ઞ છે અને તેમના સર્વજ્ઞપણાની મને ખાતરી થાય છે ત્યારે તે હવે ભગવાન જે ઉપદેશ આપે છે એજ મારી પૂર્વ દિશા છે! એજ મારૂ જીવન છે અને એજ મારૂં કર્તવ્ય છે. ભગવાન શ્રીમહાવીરદેવના કથનને પામીને ખીજા કેાઈએ ત્યાગ કર્યો છે કે ત્યાગ કરવા લાયક છે કે એવા પ્રશ્નોના હવે અહી. અવકાશજ નથી. જ્યાં એવા નિર્ણય થાય છે કે ભગવાન સર્વજ્ઞ છે ત્યાં ભગવાન ગૌતમસ્વામીને પણ એજ નિશ્ચય થાય છે કે હવે તેા જે ભગવાનનું કથન તેજ મારૂં જીવન! કેવળી થયા વિના દેશના નહિ.
વિચાર કરી કે ભગવાન
શ્રીમહાવીરદેવના ઉપદેશથી ભગવાન શ્રીગૌતમસ્વામીને વૈરાગ્ય કેવી રીતે થયા ? વાદમાં! વાદમાં એક વાર પુરુષના નિર્ણય થયા, પુરુષનું સર્વજ્ઞપણું કબુલ રાખ્યું; પુરુષની મહત્તા કબુલ રાખી એટલે ખલાસ. હવે એનું કથન તેજ સત્ય. એ જ ભાવના પ્રભુસંમિત શાસ્ત્રો પરત્વે પણ ઘટિત છે. પ્રભુસમિત શાઓમાં શું છે ? ભગવાન શ્રીજિનેશ્વરાના મુખમાંથી જે ખેલ ખેલાયા, જે શબ્દો નીકળ્યા તે સઘળા એ પ્રભુસમિત શાસ્રોમાં છે; તેથીજ એ શાઓમાં હેતુ, યુક્તિ, દૃષ્ટાંત, ઉદાહરણને સ્થાન ન હોઈ શકે અને તે નથી જ ! અને પ્રભુસમિત શાસ્ત્રોમાં જે છે તે પણ જિને
1