________________
દ નપદ
મેાક્ષરૂપી કાચનું કારણ શું?
સંસારના સઘળાં રાજ્યા દુનિયાના વ્યવહારમાં કેવી રીતે વર્તે છે; તેને આ નમુના છે ! જેમ ત્યાં પ્રતિજ્ઞાને મહત્ત્વ છે તેવુંજ મહત્ત્વ અહીં સકત્વને રહેલું છે. શ્રીજિનેશ્વર બને, તીર્થંકર થાય તે પણ સભ્યસ્વરૂપ પ્રતિજ્ઞાનું પાલન તેમને પણ કરવાનું જ છે. તી કરપદની પ્રાપ્તિ થાય ત્યારે પણ સમ્યક્ત્વ તે હાવું જ જોઇએ અને પ્રાપ્તિ થઈ ચૂકી હેાય તે અવસ્થામાં પણ સમ્યક્ત્વ તા રહેવું જ જોઈએ. જો સમ્યક્ત્વ જાય તે જિનેશ્વરપણું ખલાસ ! જિનેશ્વરપણું એ પહેલું નથી. શ્રી જિનેશ્વર ભગવાન્ એ પહેલા ખરા, પણ જિનેશ્વરપણા કરતાં તે સમ્યક્ત્વ પહેલું છે. ભગવાન્ જન્મ્યા, જન્મ્યા તેજ પળે તે તીર્થંકર હતા? પછી મેાટા થાય છે, સમ્યક્ત્વ પામેલા છે, આથીજ તીથંકરપણા રૂપી કાર્યનું સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સભ્યચારિત્ર, અને ક્ષમ્યક્તપ-એ કારણુ માનવું પડયું છે. જે વસ્તુ ન હોય ત્યાં સુધી જે કાંઇ અને તે તેનુંજ કારણ છે. અર્થાત્ ધારો કે એક એરડામાં ૧૦૦માણસ છે. સેા માણસા પરસ્પર એક ખીજાને જોઇ શકતા નથી, એટલામાં ત્યાં કાઈ દીવા લઈ આવ્યું! અત્યાર સુધી કોઇ કાઈને દેખતું ન હતું. હવે દીવા આવતાંજ બધા એકબીજાને જોઇ શક્યા છે, માટે જોઈ શકવારૂપ કાર્યનું કારણ બને છે. માણસનું અસ્તિત્વ તા હોય છેજ પરંતુ માણસે પરસ્પર દેખે છે તે દીવાના કારણુથી. એજ પ્રમાણે કેવળજ્ઞાન થયું હોય, કેવળજ્ઞાન થયા પછી દેશેાનફ્રાડ
૧૭૩