________________
સિદ્ધચક્ર માહાસ્ય
પણ શ્રી અરિહંતને ઉપાસે છે ત્યારે તેમને શું મળે છે ? જે અભવ્ય છ શ્રી અરિહંત ભગવાનને માને છે અને ચારિત્ર પાળે છે તેમને મળવાનું સ્થાન તે દેવલોક છે. સિદ્ધોની આરાધના શા માટે?
જે કઈ શ્રી સિદ્ધ ભગવાનના ઉપાસક નથી, જેનું અંતિમ ધ્યેય સિદ્ધત્વ નથી તે સમજી લે કે અરિહંત ભગવાનને પ્રદેશમાં પ્રવેશ જ કરી શક્યા નથી ! અભવ્ય જી પણ ચારિત્ર લઈ શકે છે, તેને પૂર્ણ રીતે પાળી પણ શકે છે, પરંતુ તેમનું અંતિમ લક્ષ્ય સિદ્ધત્વ ન હેવાથી તેઓ નવ વૈવેયક દેવલોક સુધી જાય છે. આ વસ્તુની પ્રાપ્તિમાં ખરું મહત્વ નથી; જે કોઈ મહત્ત્વ છે તે શ્રી સિદ્ધત્વની પ્રાપ્તિમાં જ છે. તેથી આપણું ઉમેદવારી તે સિદ્ધપણાને માટે જ હેવી જોઈએ. અરિહંતસેવા, અરિહંતની ભક્તિ એ સઘળું સિદ્ધપણાને અંગે જ ફળદાયી છે, જે સિદ્ધપણું ન હોય તે આ બધી સંસારની રમત પ્રમાણે જ અરિહંત ભગવાનની સેવા એ પણ એક સંસારની રમત જ બની જાય છે. અરિહંતેને આપણે માનીએ છીએ, પરંતુ વિચાર કરે કે અરિહંતેને આપણે શા માટે માનીએ છીએ ? અરિહં તેને આપણે તેમના ગુણે દ્વારાએ માનીએ છીએ; અન્ય કારણાર્થે માનતા નથી. તે હવે વિચાર કરો કે અરિહંતે કરતાં તે સિદ્ધત્વમાં ગુણે વધારે છે, તે પછી સિદ્ધત્વને શા માટે ન આરાધવું ? તેની સેવા શા માટે ન કરવી ?