________________
દર્શનપદ
૧૭૫ થઈ જાય છે પરંતુ સમ્પન્દર્શન તે ત્યાં પણ ઉભુંજ રહે છે. સિદ્ધપણામાં બધું સડીને ચાલ્યું જાય છે. સિદ્ધપણું પ્રાપ્ત થયું કે ત્યાં પછી કાંઈ રહેતું નથી, પરંતુ વીતરાગપણમાં સમ્યકત્વ, જ્ઞાન, અને વીતરાગપણું એ ત્રણ વસ્તુ કાયમ રહે છે. “ ઉપશમ આદિ ભાવના જે પાંચ ભેદે છે તે સિદ્ધપણામાં નષ્ટતા પામે છે પરંતુ ત્યાં પણ સમ્યકત્વ, જ્ઞાન, અને વીતરાગપણું એટલી વાત તે ટકી જ રહે છે. વીતરાગ અને સિદ્ધ સર્વ સત્તાધીશ છે, તેમને સર્વ કાંઈ છે; પરંતુ એટલું યાદ રાખવાની જરૂર છે કે તે બધાએ પ્રતિજ્ઞા લઈને પછી પિતપતાના પદ ઉપર ચઢેલા છે! રાજાએ પ્રજા પરત્વે વફાદારીના સેગન લીધા હોય અને તે રાજા પોતાના દેશના એકાદ ભાગને બીજા દેશને ત્યાં વેચી દેવાની વાત કરે તે લોકે દંડે લઈને સામે થાય છે અને રાજાને પણ સિંહાસન ઉપરથી ખેંચી પાડે છે. તે જ પ્રકાર અહીં કલ્પી લે. અરિહંત ભગવાને કે સિધે જે સમ્યકત્વથી પદભ્રષ્ટ થાય તે તરતજ તે તીર્થંકરપદ ઉપરથી ઉતરી જાય છે, પછી તેમને તીર્થકર માનવાપણું રહેતું જ નથી. ત્યારે હવે કહે, એવા કેટલાક તીર્થકર તીર્થકરપદ ઉપરથી ભ્રષ્ટ થયા છે? જવાબ મળશે કે એક નહિ ! એટલાજ માટે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તે તીર્થકરોનું શું થાય એ પ્રશ્ન કરતાં જ “કલ્પના કરો.” એ શબ્દ મેં વાપર્યો છે. તીર્થકર કદી સમ્યકત્વ ભ્રષ્ટ થાય અને તે તીર્થકરના સિંહાસન ઉપરથી ઉતરી પડે એવું કદી બનતું જ નથી, પરંતુ અહીં એ કલ્પના કરાવી છે તેનું કારણ એટલા પુરતું છે કે સમ્યકત્વના ગુણની મહત્તા શી છે તેની આપણે વાત કરીએ છીએ.