________________
૨૩૬
- પોડશક પ્રકરણ દર્શન
નૈયાયિક અર્થાત જ્ઞાનને આધાર આત્મા એટલે જ્ઞાન ઉત્પન્ન થાય તે આમાં જ થાય. જેમ તિજોરીમાં હીરે મૂકાય તેમ.
દરેક દર્શનકાર જીવને માને પણ જ્ઞાનનું સ્થાન, જ્ઞાન વગરના આત્માને માને. આપણે જેને જ્ઞાનમય આત્માને માનીએ છીએ. જીવ છે એ માન્યતા સર્વ તત્ત્વકારેની સરખી છે, પણ જીવના સ્વરૂપમાં ભેદ છે.
હીરાનું સ્વરૂપ જાણવું, તેની પરીક્ષા કરવી, એ બાળકમાં ન હેય. તેમ અહીં જીવને જાણ ખરે પણ તેના સ્વરૂપને ન માનવું, આત્માનાં જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ લક્ષણે માનનાર હોય તે તે જૈન દર્શન જ છે. જીવ નામની શ્રદ્ધાને સમ્યકત્વ કહીએ તે દરેક દર્શનકાર સમ્યકૃત્વી બને, પણ તેમ નથી. અહીં તે “તરવાઈઝરા રચન ” એટલે સ્વરૂપે કરીને જે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યકત્વ છે. ત્યારે હવે કહે કે ઇતર દર્શને-નૈયાયિક, સાંખ્ય, બૌદ્ધ શૈવ કે વૈશેષિક આદિ કોઈ પણ દર્શનમાં કેવળજ્ઞાનવાળો છવ માનવામાં આવ્યું નથી. કેવળજ્ઞાનવાળો
જીવ જેણે માન્ય હોય તેણે જ્ઞાનને રોકનારાં કર્મો માન્યાં હોય. દીવાને તેજસ્વરૂપ માને તે જ તેના આચ્છાદનને માને
હવે ફક્ત-જૈનેએ જીવને કેવળજ્ઞાનસ્વરૂપ માને છે, તેથી જ્ઞાનાવરણીય કર્મ માન્યું છે અને તેથી ઈતર દર્શનમાં આવારક કર્મો છે જ નહિ અને તેથી જ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી એમ નક્કી થયું. હવે આવરણે માનતા નથી તેમ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી. માત્ર જીવ શબ્દ પકડી કે મર્યાદા કરનારે પદાર્થ કેઈક હેય તે તે ગતિની છે. હવે જીવ પદાર્થ રાખે છે. તેથી સ્વરૂપે શ્રદ્ધા થઈ ન ગણાય. આથી સમ્યક્ત્વ પણ ન હોય. જેમ બચ્ચાએ કાચના કટકાને હીરો શબ્દ કહીંને પેટીમાં રાખે તેથી ઝવેરી ન ગણાય. તેમ અહીં પણ જ્ઞાન રહિત-કેવળજ્ઞાનસ્વરૂપ વિનાના જીવને માનવાવાળા તે સમ્યક્ત્વ વિનાના છે.