Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 405
________________ સઝ3893838 કષાયોને સદુપયોગ 3200 જીવ માત્રનું ધ્યેય એક જ છે પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્યાત્મવૃન્દના ઉપકારાર્થે ધર્મોપદેશ દેતા થકાં, પ્રથમ તે સ્થિતિનું ભાન કરાવતાં ફરમાવે છે કે-આ જીવ અનાદિ કાળથી રખડે છે. રખડે છે અર્થાત રખડયા કરે છે, રખડી રહ્યો છે. તે પ્રયત્ન વિનાને છે એમ નથી, આળસથી રખડે છે એમ નથી, ત્યારે છે શું? જે વિચારણીય છે તે એ જ છે-એક પણ ભવમાં આ જીવ ઉદ્યમ કર્યા વિના રહ્યો નથી. અનાદિ કાળથી ઉદ્યમ ચાલુ, પ્રવૃત્તિ ચાલુ છતાં રખટપટ્ટી પણ ચાલુ ! કહે ત્યારે કે એ પ્રવૃત્તિ એવી જ હેવી જોઈએ. અલબત, ધ્યેય તેવું ન હોય પણ પ્રવૃત્તિ તેવી જ હોય, અન્યથા રખડપટ્ટી ચાલુ રહી શકે શી રીતે? જગતના તમામ ને અંગે, જીવમાત્રને અંગે વિચારીએ તે તેઓ એક જ સાધ્યથી પ્રવૃત્તિ કરી રહેલ છે. પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન છે, પણ સાથે એક જ છે. કોઈ ધન, માલમિલકત માટે પ્રવૃત્તિ કરે છે, કેઈ કુટુંબાદિ પરિવારને અંગે ધમાલ કરે છે, કઈ મજશેખ, વિલાસ માટે પ્રયત્ન કરે છે, કઈ કલા, હુન્નર, ઉદ્યોગ આદિમાં રપચ્ચે રહે છે. તાત્પર્ય કે પ્રવૃત્તિ જુદી જુદી છે. પણ પ્રવૃત્તિકારોનું યેય એક જ છે કે સુખ મેળવવું. દુઃખ દૂર કરવું તથા સુખ પ્રાપ્ત કરવું. કેવળ આ જ ધ્યેય છે. કઈ ભલે કૃષિ આદિમાં આગળ વધે, બંગલા વગેરે વધારે, કેઈ સ્ત્રી, પુત્રાદિના પરિવાર પાછળ સતત પરિશ્રમ ઉઠાવે, કઈ ધંધા પાછળ પાગલ બને. પણ એ તમામમાં ધ્યેય એક જ કે સુખ મેળવવું.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482