Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
રત્નાકરના વિષયમાં સોમ અને ભીમની કથા
ચોરને અન્ન આપનાર અને ચોરને સ્થાન આપનાર આ પ્રમાણે ચોર સાત પ્રકારે કહ્યાં છે. પારકાનું દ્રવ્ય હરણ કરીને જે જિનેશ્વરની પૂજા કરે છે. તે ચંદનવૃક્ષને બાળીને અંગારાનો વેપાર કરે છે. હવે પછી તારે બીજાનું આપ્યા વગરનું દ્રવ્ય જરાપણ ન લેવું. તેથી તને ખરેખર આ લોક ને પરલોકમાં સુખ થશે.
સંતોષ કરનાર પુરુષને આ લોક અને પરલોકમાં સતત સુખ થાય છે. અને અસંતોષથી દુઃખ થાય છે. તેમાં સંશય નથી.
सर्पाः पिबन्ति पवनं न च दुर्बलास्ते, शुष्कैस्तृणैर्वनगजा बलिनो भवन्ति; कन्दैः फलैर्मुनिवरा गमयन्ति कालं, सन्तोष एव पुरूषस्य परं निधानम्॥२९॥
સર્પે પવન પીએ છે પણ તેઓ દુર્બલ નથી. વનના હાથીઓ સુકા ઘાસવડે બલવાન હોય છે. મુનિવરો તાપસી કંદ અને ફ્લોવડે કાલપસાર કરે છે. સંતોષ એજ પુરુષનું પરમ નિધાન છે. તે પછી ભીમે કહયું કે - હંમેશાં મારે સદ્ગતિ માટે પારકાનું ધન આપ્યા સિવાયનું જરાપણ ન લેવું. એક વખત તે બન્ને ભાઈઓ શ્રી ગુર્પાસે ગયા. અને શત્રુંજય પર્વતનું (રત્નાકર ઇત્યાદિ) માહામ્ય સાંભળ્યું. ભીમે કહયું – સિદ્ધગિરિઉપર ગયેલાં મેં પગલે પગલે જોયું પણ મણિઓને જોયા નહિ. તો તમે આમ કેમ કહો છો ? ગુરુએ કહયું કે તે મણિનીખાણ દેવતાથી અધિક્તિ છે. આથી ભાગ્યવિના કોઈ મનુષ્ય જોઈ શક્તો નથી તે પછી ભીમે તે પર્વત ઉપર આવી તીર્થંકરની પૂજા કરી હયું કે જ્યારે હું મણિનીખાણને જોઈશ ત્યારે જ હું ખાઈશ. ( ભોજન કરીશ ) દશ દિવસ ગયા ત્યારે દેવે આવીને આ પ્રમાણે હયું કે હે ભીમ ! તું ઊભો થા. તેને રત્નખાણ પ્રગટ થશે. જેટલામાં ભીમ ઊભો થઈને આગળ જુએ છે તેટલામાં રત્નનીખાણ – તેને દ્રષ્ટિગોચર થઈ. હવે દેવે કહ્યું કે હું તારા પર તુષ્ટ થયો છું. તું પાંચમણિ ગ્રહણ કર. અને મારી ઉપર અનુગ્રહ કર. તું સાહસવાળો ને હમણાં ચલાયમાન કરવા છતાં પણ તું ચલાયમાન થયો નહિ. તે રત્નની ખાણમાંથી વણિકે પાંચમણિ પ્રાપ્ત કરીને “રત્નખણી' નામનો અરિહંતનો પ્રાસાદ કરાવ્યો. અનુક્રમે સોમ અને ભીમ ગુરુપાસે ચારિત્ર લઈને રાત્રુજયપર ગયા ને કર્મક્ષય કરીને મોક્ષ પામ્યા.
રત્નાકર વિષયમાં સોમ અને ભીમની કથા સંપૂર્ણ