Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧૦૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
કરવાં. અને તે પાંદડાઓનું ચૂર્ણ કરીને પોતાની પાસે રાખવું ને સાઇઠ કર્ષક પ્રમાણ શીશાની અંદર એક વાલપ્રમાણ તે ચૂર્ણ નાંખવું. પાત્રમાં નાંખીને તેને અગ્નિમાં આઠ પ્રહર સુધી ધમવું(ઉકાળવું)તે સર્વ દારિદ્રને નાશ કરનારું જાતિવંત સોનું થશે. એ પ્રમાણે જે મારું કહેલું જો હમણાં તમારાવડે કરાય તો તમારા ઘરમાંથી દાદ્ધિ દૂર થાય. આ પ્રમાણે સાંભળીને સિધ્ધપુરુષને નમી તત્સણ (તુંબડીના) બીજ લઈને મિત્રો પોતાના ઘરમાં આવ્યા. ગુએ લી વિધિવડે પૃથ્વીતલમાં બીજો વાવી સોનું કરી લાંબા કાળસુધી સુખી થયા.
વિધિવડે કરાયેલી ધર્મક્યિા મોક્ષને આપનારી થાય. બીજા મનુષ્યવડે અર્ધી ક્યિા કરીને પું સધાયું (કરાયું) તે માણસ કંઈક સુખી થયો. ત્રીજાપુ ગુરુએ કહેલી થોડી વિધિ કરીને લોઢું ક્યું (બનાવ્યું)ને ચોથાએ તે ગુની હીલના અવગણના કરી. અને તે લોઢાને પામીને તે ઘણો દુઃખી થયો. આ પ્રમાણે કરેલું પુણ્ય પણ સુખદુ:ખ આદિ ઉત્પન્ન કરે છે.
દેવપૂજા ને પ્રતિક્રમણ વગેરે સઘળાં મુખ્યકાર્યોને તોજીવ સુખદુઃખ આદિની પરંપરાને પામે છે. અનુક્રમે સોમે સંઘસહિત શ્રી શત્રુંજયગિરિ ઉપર ઘણું ધન વાપરી – જલ્દી – પુણ્યના સમૂહને ઉપાર્જન કર્યો. અનુક્રમે પોતાનો બધો વૈભવ સાતક્ષેત્રમાં વાપરી હર્ષવડે મોક્ષની પ્રાપ્તિ માટે દેવેન્દ્ર સૂરિ પાસે દીક્ષાગ્રહણ કરી. સોમમુનિ શ્રી સિધ્ધગિરિ ઉપર ઘણું તપતપી અનુક્રમે કેવલજ્ઞાન પામી. ક્વલ્યનગર – મોક્ષમાં ગયા.
વીર અને ધીર પણ પ્રૌઢભાવથી શ્રી શત્રુંજયગિરિ ઉપર યાત્રા કરી પોતાના આયુષ્યના ક્ષયે આઠમા સ્વર્ગમાં ગયા. ને ચોથો ભાવરહિત એવો તે દવ્યને નહિ પામીને જન્મપર્યત દુઃખી થયો. ને ધર્મ વિના ભવોભવમાં દુ:ખી થયો. આ રાત્રુજય ગિરિ ઉપર જે દેવોને વખાણે છે, અને તપ કરે છે તે જલ્દી સ્વર્ગ અને મોક્ષસુખ વગેરે પામે છે. કહ્યું છેકે: - અન્યતીર્થોમાં મનુષ્યોને સોયાત્રાવડે જે પુણ્ય થાય છે. તે પુણ્ય શ્રી શત્રુંજયગિરિ ઉપર એક યાત્રાવડે પ્રગટપણે થાય છે. શ્રી પુંડરીકગિરિ ઉપર એક એક પગલું આપવાથી (ભરવાથી) કરોડો ભવથી કરેલા પાપો મુકાય છે. શ્રી ધર્મ જિનેશ્વર પાસેથી ઈત્યાદિ ધમોપદેશ સાંભળી અનેક પ્રાણીઓ શ્રીશત્રુંજયગિરિ ઉપર મોક્ષમાં ગયા.
શ્રી શત્રુંજય ઉપર શીધર્મજિનેવરનું આવવાનું સ્વરૂપ સંપૂર્ણ