Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૪૧૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
खलानां कण्टकानां च, द्विविधैव प्रतिक्रिया । ૩પાનમુલમંડ઼ોવા, ટૂરતો વા વિસર્ઝનમ્ર दुज्जणजण बबूलवण, जड़ सिंचह अमीरण । तोइज कंठा फाडण, जातिहां तिणइं गुणेण ॥ ३ ॥
કોઇ વખત નીચ પણ કાર્યથી મોટાની પંક્તિમાં સ્થાપન કરાય છે. અંગારો પણ સ્થિરતાને માટે કપૂર સરખી ક્યાવડે સ્થાપન કરાય છે. ખલ પુરુષોની અને કાંટાઓની બે જ પ્રકારે પ્રતિક્રિયા છે. જોડાથી મુખ ભાંગી નાંખવું અથવા દૂરથી ત્યાગ કરવો. દુર્જનજન અને બાવલનું વન જો અમૃતવડે સિંચન કરાય તો પણ તેના જાતિના ગુણવડે કાંટાને ફાડનારું ( ઉગાડનારું) થાય છે. ધર્મના જ પ્રભાવથી તમારા સઘળા પુત્રોને બંધનમાંથી છોડાવી મારાવડે અહીં લવાયા છે. દયામાં તત્પર એવા તમારા પુત્રોએ શંખચૂડ વગેરે વિધાધરોને રાજ્ય પાછું વાળવાથી ઉપકાર કર્યો છે.
तुष्यन्ति भोजनैर्विप्रा - मयूरा घनगर्जितैः । સાધવ: પરસમ્પન્ત્યા, હતા: વિપત્તિğશા नालिकेरसमाकारा, दृश्यन्ते केऽपि सज्जनाः । અન્યેતુ વત્રાજારા, દિવ મનોરમાઃ ધરા
બ્રાહ્મણો ભોજનવડે તૃપ્ત થાય છે.મયૂરો વાદળની ગર્જનાવડે ખુશ થાય છે સજજનો બીજાની સંપત્તિથી ખુશ થાય છે. અને દુર્જનો પારકાના દુ:ખમાં ખુશ થાય છે. કેટલાક સજજનો નાળિયેરના સરખા આકારવાલા દેખાય છે. બીજાઓ તો બોર સરખા આકારવાલા બહારથી જ મનોહર હોય છે. ભીમે સર્વ ભાઇઓની આગળ આદરપૂર્વક યું કે જો તમારો આદેશ હોય તો હું દુર્યોધનને મારી નાખું. કુંતીએ ક્હયું કે હંમેશાં ધર્મમાર્ગે ચાલનાર મનુષ્યોને ક્લ્યાણ થાય છે શત્રુઓ ખરેખર પોતાની જાતે જ ક્ષય પામે છે. રાજ્ય – ઉત્તમ સંપત્તિ ભોગો – ઉત્તમકુલમાં જન્મ – ઉત્તમરૂપ – પાંડિત્ય – લાંબુંઆયુષ્ય ને આરોગ્ય આ બધાં ધર્મનાં લ જાણવાં. અનુક્રમે પાંડુપુત્રોને દ્વૈતવનમાં પૃથ્વીઉપર આવેલા સાંભલીને અધમ એવો દુર્યોધન ત્યાં ગુપ્તપણે ગયો. ત્યાં દુર્યોધન રાજા સરોવરને કાંઠે સૈન્ય સ્થાપન કરીને પાંડુપુત્રોને વિઘ્ન કરવાની ઇચ્છાવાળો સવારમાં રયો.
स्नेहेन भूतिदानेन कृत: स्वच्छोऽपि दुर्जन: । दर्पणश्चान्तिके तिष्ठन्, करोत्येकमपि द्विधा ॥ १ ॥
સ્નેહવડે સંપત્તિ આપવાવડે સ્વચ્છ કરાયેલો એવો પણ દુર્જન અને દર્પણ – પાસે રહેલા એને પણ બે પ્રકારે કરે છે. સરોવરમાં પ્રવેશ કરતો મર્દોન્મત એવો દુર્યોધન ચિત્રાંગદ નામના વિધાધરવડે નિષેધ કરવા છતાં પણ પેો. તેથી ક્રોધ પામેલા ચિત્રાંગદે નાના ભાઇઓ સહિત –શ્રેષ્ઠ પરિવાર સહિત – દુષ્ટ ચિત્તવાલા દુર્યોધનનું હરણ કર્યું. તે વખતે અંત:પુરની સ્ત્રીઓએ વિદ્યાધરવડે હરણ કરાયેલા પતિને જાણીને આક્રંદ કરતાં તેણીઓએ યુધિષ્ઠિર પાસે આદરથી ધણીની ભિક્ષા માંગી