Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી નેમિનાથભગવાનનું શ્રી શત્રુંજયઉપર નહિ ચઢવાનું સ્વરૂપ
એક વખત વિહાર કરતાં શ્રી નેમિનાથ પ્રભુ શ્રી વિમલગિરિની તળેટીની ભૂમિઉપર દેવોસહિત સમવસર્યા ત્યાં ઘણાં ભવ્યપ્રાણીઓને પ્રતિબોધ કરી ગિરિરાજઉપર ચઢયા વિના બીજા દેશમાં વિહાર કર્યો.
मणिरुप्पकणयपडिमं - जत्थ रिसहचेइयं भरह विहिअं । सदुवीसजिणाययणं- सो विमलगिरी जयउ तित्थं ॥। ११ ॥
૧૨૧
ગાથાર્થ:- મણિ – રુપું અને સુવર્ણની પ્રતિમાવાલું ભરતરાજાએ કરાવેલું શ્રી ઋષભદેવપ્રભુનું ચૈત્ય બાવીશ જિનેશ્વરનાં મંદિર સહિત છે. તે વિમલગિરિતીર્થ જય પામો.
વ્યાખ્યા :– જે શત્રુંજ્ય નામના તીર્થઉપર ભરત રાજાએ કરાવેલું દેદીપ્યમાન સુવર્ણમય શ્રી ઋષભદેવપ્રભુનું ચૈત્ય છે. તેની ચારે તરફ બાવીશ જિનેશ્વરોની સુવર્ણમય – દેવકુલિકાઓ છે અને તે મુખ્ય પ્રાસાદમાં શ્રી ઋષભદેવ જિનેશ્વરની પ્રતિમા ને પુંડરીકસ્વામિની પ્રતિમા કરાવી અને બીજા જિનમંદિરોમાં શ્રી નેમિનાથ સિવાયના શ્રી અજિતનાથપ્રભુથી માંડીને શ્રી વીરપ્રભુ સુધીના જિનેશ્વરોની મણિ – રુપુંને સુવર્ણમય પ્રતિમાઓ સ્થાપન કરી છે તે વિમલ ગિરિતીર્થ જયવંતુ વર્તો. ॥ અહીં વિમલવાહન વગેરે કુલકરથી ઋષભજિનેશ્વરનો જન્મ – યુગલિક ધર્મનું નિવારણ – રાજ્ય વગેરેની સ્થાપના – નંદા અને સુમંગલા બે પત્નીનું પાણિગ્રહણ – સો પુત્રો ને બે પુત્રીની ઉત્પત્તિ - ભરતઆદિ સો પુત્રોને રાજ્ય આપવું. દીક્ષા ગ્રહણ કરવી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીનું સ્વરૂપ શ્રી ઋષભદેવના ચરિત્રમાંથી કહેવું. ॥
=
અયોધ્યા નગરીની બહારના ઉદ્યાનમાં વિહાર કરતા શ્રી આદિનાથ તીર્થંકર ઘણા કરોડ સાધુઓ અને દેવોવડે સેવાયેલા સમવસર્યા. ત્યાં આગળ શ્રી ઋષભદેવજિનેશ્વરની પાસે ધર્મ સાંભલવા માટે શ્રેષ્ઠ પરિવારવાળા ભરતચક્વર્તિ