Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
જો હું યદ્રથને ન માસ્તો ખરાબ બુધ્ધિવાલો પંડિત અનધ્યાયના દિવસે વિધાર્થીઓને ભણાવે તે પાપવડે હું લેપાઉં ! જો હું યદ્રથને ન મારુંતો એક કૂવાના પાણીવાલાને ધર્મ કર્મથી રહિત એવા ગામમાં જે પાપ થાય તે પાપથી લેપાઉં ! જો હું જ્યદ્રથને ન મારુ તો બ્રાહ્મણો ઠંડીથી ભય પામેલા હોય અને ક્ષત્રિયો યુધ્ધભીરુ હોય તેને જે પાપ લાગે તે પાપથી હું લેપાઉં ! જો હું યદ્રથને ન મારું તો કૂતરાં – કૂકડાને બિલાડાઓને દિવસે દિવસે જે પોષણ કરે છે તેને જે પાપ લાગે તે પાપથી હું લેપાઉં ! જો હું યદ્રથનેન મારું તો ખોટી સાક્ષી આપે જે કૃતઘ્ન હોય જે મદિરાપાન કરનારો હોય – અને ખરાબસ્રીનો પતિ હોય તેને જે પાપ લાગે તે પાપથી હું લેપાઉં ! જો હું યદ્રથને ન મારું તો અન્નદાતા ભયથી રક્ષણ કરનારા અને ગુરુને માને નહિ તેને જે પાપ લાગે તે પાપથી હું લેપાઉં ! જો હું યદ્રથને ન મારું તો પોતાના ભાઇઓ ઉપર જેને પ્રીતિ ન હોય અને બીજા ઉપર પ્રીતિ હોય તેને જે પાપ લાગે તે પાપ થી હું લેપાઉં ॥ કુંતીએ ને હ્યું કે તું મારો પુત્ર છે. છતાં પણ તેણે હ્યું કે પહેલાં મેં દુર્યોધન રાજાની સેવાકરી છે. અને હમણાં દુર્યોધનના નજીકપણાને છેડતાં મારી કઇ શોભા થાય ? ને અપકીર્તિ ઘણી થાય, પૃથ્વીતલમાં માતા પુત્રના હિતને જ ઇચ્છે છે. પરંતુ હું દુર્યોધન છેડી દેવા માટે જરાપણ શક્તિમાન નથી. કુંતીએ ક્યું કે સર્વેને હંમેશાં માતા માન્ય હોય છે. ક્યૂ ક્યું કે હું જાણું છું પણ તમારું કહેલું શું કરાય ?
L
આ બાજુ યવન દ્વીપમાંથી વણિકો દ્વારિકાનગરીમાં રત્નબલો વેચીને રાજગૃહ નગરમાં ગયા. જરા સંધની પુત્રી જીવયશાને અલ્પમૂલ્યથી ગ્રહણ કરતાં તેના ઉપર વણિકો ક્રોધ પામ્યા, તમે હમણાં વ્હેલા મૂલ્યથી દ્વારિકા નગરીમાં કૃષ્ણરાજાની સ્રીઓએ બમણાં મૂલ્યથી લીધી છે. આ સાંભળી જીવયશાએ ક્યું કે તે કૃષ્ણ કોણ છે? તે કહો, તેઓએ કહ્યું કે કંસ હણાયો તે કૃષ્ણ કહેવાય છે. આ વચન સાંભળીને રોવામાં તત્પર એવી જીવયશાએ પિતાની પાસે આવીને કૃષ્ણ આદિ યાદવોની સ્થિતિ કહી કે પિતા ! જો તમે મારાપતિનો ઘાત કરનાર કૃષ્ણને નહિં મારો તો હમણાં મારું પણ જીવિત નથી. ક્યું છે કે:
अणथोवं- वणथोवं - अग्गिथोवं कसायथोवं च નહુ મે વીસતિમાં, થેવેપિ સાયક્ષેતમ્નિાશા
=
થોડું દેવું થોડા ઘા – થોડો અગ્નિ – ને થોડા ક્યાય એ થોડા હોયતો પણ વિશ્વાસ કરવા લાયક નથી. થોડો ક્યાય બાકી હોય તો પણ વિશ્ર્વાસન કરવો. વિધાતાએ ઝેરના નિશ્ચિત વિભાગ કરીને વીંછીના પૂંછડામાં, સર્પના મુખમાં દુર્જનના હૃદયમાં વિષ સ્થાપન કર્યું છે. વૈર – અગ્નિ – વ્યાધિ – વાદ ને વ્યસન – લક્ષણવાલા વિકાર પામેલા પાંચ વકારો મોટા અનર્થ માટે થાય છે. આ પ્રમાણે પુત્રીનું વાક્ય સાંભળીને રોષથી લાલ થયેલા જરાસંધ ત્યાં શત્રુને નિર્દયપણે હણવા માટે તૈયાર થયો. વણિકોની પાસે કૃષ્ણની સ્થિતિ સારી રીતે પૂછીને જરાસંધ શત્રુને હણવા માટે તૈયાર થયો. સહદેવ વગેરે લાખો પુત્ર – ચેદિરાજા – શિશુપાલ – મસ્તેજ – સ્વર્ણનાભ – રુક્તિરાજ – ધરાપાલ – ધરાધીશ – મહોજા – ગજકેશરી – રિપુમલ્લ – વગેરે અનેક રાજાઓ મલ્યા.
મંત્રીશ્વરોએ અને ખરાબ શકુનોવડે ઘણા પ્રકારે વારવા છતાં પણ જરાસંધ સેનાવડે પૃથ્વીતલને ચલાયમાન કરતો ચાલ્યો. નારદના મુખેથી જરાસંધને આવેલો સાંભળીને કૃષ્ણ પણ અગ્નિની પેઠે ોધરૂપી અગ્નિથી પ્રજવલિત