________________
૧૫ કેટલીક ભિન્નતા છે, તો પણ તે વિધિ સુવિહિત પુરષોએ આચરેલ હોવાથી કોઈ જાતનો તર્ક-વિતર્ક કરવાની જરૂર નથી. કેમકે-“ગણધર મહારાજાઓની
સામાચારીમાં પણ યિાભેદ હોય,” તેમ શાસ્ત્ર ફરમાવે છે. ૧-૪૫ પ્રશ્ન: “એક નિગોદમાં સમયે સમયે અનન્તા જીવો પેસે છે; અને પૂર્વે
પેઠેલા અનન્ના નીલ્યા કરે છે.” આવી રીતે અનન્તા જીવો સમયે સમયે ગમનાગમન કર્યા કરે, તો તે નિગોદ કેટલા કાલ સુધી ટકી
શકે? ઉત્તર:- પન્નવાણા ટીકા વિગેરેમાં પ્રત્યુત્પન્ન એટલે પહેલાં ઉત્પન્ન થયેલ
વનસ્પતિ જીવોનો નિર્લેપકાળ-એટલે ખાલી થઈ જવું નિષેધ્યું છે, તો સંપૂર્ણ નિગોદનું રહેવાનું કાળપ્રમાણ કેવી રીતે કહી શકાય? અર્થાત
કહી શકાય નહિ. ૧-૪૬ પ્રશ્ન: “તિબ્બારપત્ર વાદ-ઈત્યાદિક ગાથાના અનુસાર તપરૂપ પ્રાયશ્ચિત્ત-આલોયણ
અપાય છે, પરંતુ આ ગાથાઓ કયા ગ્રંથમાં છે? ઉત્તર:-તિબ્બાર-ઈત્યાદિક ગાથાઓ કોઈ ગ્રંથમાં દેખી હોય, તેમ સાંભરતું
નથી. પરંતુ છૂટા પાનાઓમાં તો છે જ, અને પરંપરાથી આવેલ છે. ૧-૪૭ પ્રશ્ન: વર-વન-શાં-આ ગાથામાં જિનેશ્વરોના પાંચ વર્ગો કહેલા છે,
પરંતુ વર્તમાન જિનેશ્વરોનો સોના સરખો વર્ણ કોઈ ઠેકાણે સ્તોત્ર
વિગેરેમાં લખેલો છે. તેથી તેઓનું પંચવર્ણપણું કેવી રીતે સંગત થાય? ઉત્તર:-વન-આ ગાથામાં બતાવેલા તીર્થકરોના પાંચ વણ બરાબર જ
છે. અને સ્તોત્ર વિગેરેમાં વર્તમાન જિનેશ્વરોનો સુવર્ણવર્ણ લખ્યો છે તે હાલ વિચરતા જિનેશ્વરોની અપેક્ષાએ લખ્યો હશે, એમ સમજાય છે. કારણકે-છૂટા પાનાઓમાં તથા વિહરમાનજિન એકવિંશતિસ્થાનક ગ્રંથમાં
સીમંધર વિગેરે વિશે જિનેશ્વરોનો એકજ સુવર્ણવર્ણ લખેલો દેખાય છે. ૧-૪૮ પ્રશ્ન: “જિનવલભસૂરિકૃત પ્રાકૃતઆલાવારૂપ દીવાળી કલ્પમાં પડાવો
સવિડીયો ગુક્ઝિજિસં. શ્રાવક પડિકારૂપ ધર્મ વિચ્છેદ પામશે એમ લખેલ છે,” એવી વાત થાય છે, તો ત્યાંના પુસ્તક ભંડારમાંના
દીવાળીકલ્પમાં આ પાઠ છે કે નહિ? ઉત્તર:-જિનવલ્લભસૂરિકૃત આલાવારૂપ દીવાળીકલ્પ અમોએ દેખ્યો નથી.
પણ જિનપ્રભસૂરિકૃત આલાવારૂપ દીવાળીકલ્પ તો અહીં છે; અને તેમાં ઉપર લખેલો પાઠ છે. ૧-૪૯