________________
૧૬૮
માપવાનું કહ્યું તેમાં કાંઈક વિધેય છે. ૩-૬૨૮૫ બ: પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને ભગવાન હ, આચાર્યોં ઈત્યાદિક ચાર
ખમાસમણમાં પહેલું જે ભગવાનાં પદ છે તેમાં ભગવતુ શબ્દનો અર્થ શો થાય? કોઈક કહે છે કે-“સુધર્મા સ્વામી થાય” અને કોઈક“મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે. અને કોઈક “તીર્થકર અર્થ થાય” એમ બોલે છે. અને પ્રતિકમણ તગર્ભ ગ્રંથના બાલબોધમાં જ્યારે કારણે હિન્તર્લિ વાલઃ એમ લખ્યું છે, અને લધુપ્રતિકમાણ ગહિતમાં ભગવતુ શબ્દના ચાર અર્થ બતાવ્યા છે, માટે શો અર્થ
થાય? ઉત્તર:-પરંપરાએ ભગવતુ શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે, અને જે
પ્રતિકમાણ હેતુ ગર્ભના બાળબોધમાં “ચાર ખમાસમણે અરિહંતાદિક વાંદ” એમ કહ્યું છે, તે બાલબોધ કોનો કરેલ છે? તે જણાવવું
તે જોયા બાદ જણાશે. ૩-૬૨૯ પ્રશ્ન: દેરાસરમાં મૂલનાયકની દષ્ટિ દ્વારશાખના કેટલામા ભાગે લાવવી જોઈએ?
અને વિવેક વિલાસ વિગેરેમાં શું બતાવ્યું છે? ઉત્તર:-વિવેક વિલાસમાં
द्वारशाखाष्टभिर्भागैरधः पक्षात् विधीयते । मुक्त्वाष्टमं विभागं च, यो भागः सप्तमः पुनः ॥१॥ तस्यापि सप्तमे भागे, गजांशस्तत्र संभवेत् । प्रासाद-प्रतिमावृष्टिर्नियोज्या तत्र शिल्पिभिः ॥२॥
“ધારશાખાના નીચેથી ઉપર સુધી આઠ ભાગ કરવા. તેમાં સહુથી ઉપરનો આઠમો ભાગ છોડી દેવો, અને વળી સાતમા ભાગના આઠ ભાગ કરવા, તેમાં નીચેથી તેનો સાતમો ભાગ આવે તેમાં ગજાંશ સંભવે, માટે તેમાં શિલ્પીઓએ પ્રતિમાની દષ્ટિ રાખવી. ધારશાખાના કરેલા આઠ ભાગોમાંથી જે સાતમો ભાગ છે, તેના આઠ ભાગ કરવા. તેમાં નીચેના છે અને ઉપરનો એક છોડી દઈ સાતમા
ભાગમાં પ્રતિમાની દષ્ટિ રખાય છે તે જાણી લેવું. . ૩-૬૩૦ છે પણ: જિનમંદિરમાં ભમતીની દેરીઓ ૨૩ કરવી કે ૨૪? “મૂળ નાયક
સાથે ચોવીસ થાય માટે ૨૩ જ કરવી” એમ કોઈ કહે છે. તેથી આમાં પ્રમાણ શું?