________________
૧૦૭
કારણભૂત આશાતનાનું વર્જન, સમકિત વિના ઘટતું નથી. માટે વિમાનના અધિપતિ દેવો સમકિતવત્ત હોય છે. વળી, બીજાઓ કલ્પના કરે છે કે-“વિમાનનો અધિપતિ દેવ મિશ્રાદષ્ટિ છતાં જિનપ્રતિમાને પૂજે છે, તે દેવલોકની મર્યાદા છે તેથી પૂજે છે.” તો અધિપતિ દેવની અનુવૃત્તિથી તેમાં રહેલ બીજા મિબાવી દેવો પણ પૂજા કરતા હોવા જોઈએ. એમ કેમ કલ્પના કરતા નથી? સમકિતી દેવો તો “આ પૂજા મોક્ષને માટે થશે” એ બુદ્ધિએ પૂજા કરે છે, જે બધા દેવો પૂજા કરતા હોય, તો-સૂત્રમાં સહિં તેવા અહિં તેવી ય મળને સર્વ દેવ દેવીઓને અર્ચનીમ એવી પાઠરચના હોત. પણ તેમ નથી, પણ નકુળે તેવા
i -“બહુ દેવ-દેવીઓને અર્ચનીય છે” એવો પાઠ છે. તેથી નક્કી થાય છે કે જે સમકિતષ્ટિ દેવો છે, તે જ જિનપ્રતિમાને પૂજે છે, અને નમુત્યુમાં સૂત્રથી આવે છે, એમ બુદ્ધિમાનોએ વિચારી લેવું. વળી કેટલાક વિકલ્પ કરે છે કે-પર્વ ઉ; તેવાણુપ્રિમાણે અંતેવાસી તીસર નામ अणगारे छठंछद्रेण जाव सक्कस्स देविंदस्स देवरण्णो सामाणिया देवा
મહિલ્દિયાII “આ પ્રકારે આપના શિષ્ય તીખક આણગાર છઠ્ઠછઠ્ઠ તપે કરી સામાનિક દેવ થયા ઈત્યાદિ યાવતુ શકઈંદ્રના સામાનિક દેવો કેવા મહર્ધિક હોય?” આ પ્રકારે ભગવતી ત્રીજ શતકના પહેલા ઉદેશામાં શકઈના સામાનિક દેવોની ઉત્પત્તિ પોતપોતાના વિમાનમાં કહી, અને વિમાનનું અધિપતિપણું બતાવ્યું. તેથી સર્વ સામાનિક દેવો વિમાનના અધિપતિ કહ્યા, તેથી તેમાં રહેલ સંગમક દેવ પણ વિમાન અધિપતિ જ થઈ જશે, અને તે તો અભવ્ય હોવાથી જરૂર મિથ્યાદષ્ટિ જ છે. તેથી સર્વ વિમાનના અધિપતિઓ સમકિતી જ હોય, એમ કેમ કહી શકાય?” આમ જે બોલે છે તે પણ રૂડું નથી. કેમકે પ્રવચનનો અભિપ્રાય તેઓએ જાણ્યો નથી. કેમકે સયંસિ વિમાસિક આ પાઠના બળે કરી વિમાનનું અધિપતિપણું સામાનિક દેવોનું કરી શકશે નહિ. કેમકે તેવો પાઠ તો વિમાનનું અધિપતિપણું ન હોય તેવા સ્થલે પણ દેખાય છે. જેમકે-જ્ઞાતાધર્મ કથામાં કાલીદેવીની કાલાવતંસક વિમાનમાં ઉત્પત્તિ બતાવી છે. અને સૂરપ્રભાદેવીની સૂરપ્રભ વિમાનમાં કહી છે. ભાવતુ પાાદેવીની સૌધર્મ કલ્પમાં પાવતંસક વિમાનમાં કહી છે, અને શાન દેવલોકમાં કૃષ્ણાવતંસક વિમાનમાં કુણગાદેવીની કહી છે. અને સિદ્ધાંતમાં દેવીઓને ભવન અને વિમાનો કહ્યા નથી. અપરિગૃહીતા દેવીઓને જ કહ્યા છે. હવે ભાવાર્થ
!