________________
૨૩૧
આ ગાથાના વ્યાખ્યાનમાં યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે કે “નિગોદ શબ્દ કરી શરીર કહેવાય છે, તેથી માંસમાં શરીરવાળા અના જીવો ઉપજે છે.” તો તે શરીરો કયા? માંસજ શરીરપણાએ પરિણમે તે કહેવાય? કે તરૂપ અસંખ્યાતા શરીર ઉપજે, તે કહેવાય? અને
તે અનન્તા જીવોને આબાધા થાય? કે નહિ? ઉત્તર:-માંસમાં રસથી અનેક બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેમજ
ગામ = પવર/ આ ગાથામાં નિગોદ જીવોની ઉત્પત્તિ બતાવી છે. તેમાં નિગોદ શબ્દનો અર્થ સૂક્ષ્મ જીવો એ પરંપરા પ્રમાણે પ્રચલિત છે, પરંતુ “સાધારણ વનસ્પતિ પેઠે અનન્ત જીવોના આશ્રયભૂત એક શરીર તે નિગોદ” એવો અર્થ પ્રચલિત નથી. કેમકે-પ્રતિકમાણસૂત્ર ટીકામાં માંસની અંદર તેવા જ વર્ણવાળા અનેક જીવો ઉપજવાનું કહ્યું છે, પરંતુ અનંતા કે અસંખ્યાતા કહ્યા નથી, તેથી જ્યાં અનન્ના કે અસંખ્યાતા કહ્યા હોય, ત્યાં અનન્ત અને અસંખ્યાત શબ્દનો અર્થ બહુ અર્થ જાણવો, એવી પરંપરા છે. અને તે શરીરો માંસપુદ્ગલપણે અને અન્ય પુદ્ગલપાણે મિશ્રિત ઉત્પન્ન થતા સંભવે છે. જેમ છાશ, ચોખાનું ઓસામણ વિગેરેમાં બેઈદ્રિય જીવો ઉપજવાનું કહ્યું છે; તેની પેઠે માંસના જીવોને પણ પીડા ઉપજે છે, એમ સંભવે છે, પરંતુ એક શરીરમાં રહેલા અનન્ત
જીવોની પેઠે ન ઉપજે, તેવું જાણ્યું નથી.૪-૮૯૦ પ્રશ્ન: શુદ્ધ સમકિતધારી શ્રાવક મરણ પામી તુરત મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે
ઉપજે? કે નહિ? ઉત્તર:-મરણ સુધી અતિચાર વિનાની સમકિતની આરાધના હોય, તો
વૈમાનિકદેવોમાંજ શ્રાવક જાય છે એમ જાણવું, નિરતિચાર આરાધના ન હોય, તો યથાસંભવ બીજે પણ ઉપજે છે, તેથી શ્રાવક મહાવિદેહોમાં
પણ મનુષ્યપણે ઉપજે છે./૪-૮૯૧ પ્રશ્ન: તપસ્યાથી નિકાચિત કર્મનો ક્ષય થાય? કે નહિ?. ઉત્તર:-નિકાચિતકનો પણ તપસ્યાથી ક્ષય થાય છે, એમ ઉત્તરાધ્યયનસૂત્રટીકા
વિગેરેમાં કહ્યું છે..૪-૮૯૨ા. પ્રશ્ન: વીરભગવંતે કયા ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું? ઉત્તર-પચીસમા નંદન ષિના ભવમાં લાખવષેનું ચારિત્ર પાણી અને વીજસ્થાનક