________________
૨૫૪
ત્રિકાળ ચૈત્યવંદન કરવા તે જઘન્યથી શ્રાવકનો આચાર કહેલ છે. અને
नवकारेण जहन्ना, चिइवंदण मज्झ दंड-थुईजुअला। पणदंडथुइचउक्कग-थयपणिहाणेहिं उक्कोसा॥१॥
નમસ્કાર કરી જઘન્ય ચૈત્યવંદન થાય, અને દંડક અને સ્તુતિયુગલે મધ્યમ થાય, અને પાંચ નમુત્યુષ્ય, સ્તુતિ ચાર, સ્તવ અને પ્રણિધાને કરી ઉત્કૃષ્ટ થાય છે.” ભાષ્યની આ ગાથામાં છેલ્લે વાવિલું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે, તે ગ્રહણ કરવું. તે ઈરિયાવહિયા કરવા પૂર્વક કરાય છે. પણ જઘન્ય અને મધ્યમ માટે તે પ્રમાણે નથી.
આ પ્રકારે દરરોજ ત્રિકાલ ચૈત્યવંદન કરવાનો શ્રાવકનો જઘન્ય આચાર છે. અને તે આચાર પોસાતીઓએ અવશ્ય કરવો જ જોઈએ. નહિંતર, શ્રાવકોને પોસહ વિગેરે કરવાથી ઉત્કૃષ્ટ આચારનું આરાધન ક્યાંથી થાય? કેમકે-કોઈપણ ઠેકાણે રોજ કરવામાં આવતો અવિરોધિ જઘન્ય આચાર છોડીને ઉત્કૃષ્ટ આચારની આરાધના થાય, તેવું જોયું પણ નથી; અને સાંભળ્યું પણ નથી. જો જઘન્ય આચાર પાળવામાં ન આવે, તો ઉત્કૃષ્ટ આચારની પ્રાપ્તિ થવી દુર્લભ થાય છે.
આ કારણથી જ શ્રાવકના અણુવ્રતાદિક વિશિષ્ટ આચારોની આરાધના કરવાની ઈચ્છાવાળો શ્રાવક, ભગવતે કહેલ તત્ત્વાદિકની શ્રદ્ધા વિગેરે જઘન્ય આચારોનું ઉલ્લંઘન કર્યા સિવાય જ અણુવ્રત વિગેરે વિશિષ્ટ આચારનો આરાધક થઈ શકે છે. નહિંતર તો, આરાધક થઈ શકતો નથી. તેથી પ્રવચન સારોદ્ધારની ટીકા અને મહાનિશીથ વિગેરે ગ્રંથો, અને પરંપરા મુજબ પોસાતીઓને ત્રિકાલ ચૈત્યવંદન કરવાનું યુક્તિયુક્ત છે. નહિંતર
તો ઉત્કૃષ્ટ આચારની આરાધના ઘટી શકે નહિ, એ જાણવું. ૪-૯૬૧ પ્રશ્ન: પહેલાં સાધુઓ યોગ કરીને બારે અંગે ભણતા હતા? કે એમને
એમ ભણતા હતા? ઉત્તરઃ–પહેલાં યોગો વહન કરીને બાર અંગે સાધુઓ ભણતા હતા. કદાચિત
કોઈ યોગવહન કર્યા સિવાય પણ દ્વાદશાંગી ભણ્યા” એવું શાસ્ત્રમાં જોવામાં આવે છે, પરંતુ તે ચર્ચાનો વિષય નથી. કેમકે તે આગમ વ્યવહારી હતા-આગમ વ્યવહારી જે પ્રકારે લાભ જાણે, તે પ્રમાણે કરે છે. I૪-૯૬૨