________________
કાણ્ડ-૨ – ગાથા-૧૮
સન્મતિપ્રકરણ
વિવેચન - આ અભેદવાદ તર્કથી અને યુક્તિપ્રમાણોથી એવો સંગત થાય છે કે જાણે આ પક્ષ જ સાચો છે. આ અભેદવાદની જ વાત નિર્વિવાદ છે. પરંતુ આગમપાઠોના વિરોધનું શું કરવું ? તેનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે - તે તે આગમશાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે લખાયેલાં જે જે વાક્યો (પાઠો) હોય છે તેને જો તમે વિશિષ્ટ ન કરો, ફેંદો નહીં, ઊંડા ઉતરો · નહીં, કયા આશયથી અને કઈ અપેક્ષાએ આ વાક્યો લખાયાં છે. તે જો જાણો નહીં અને લખાયેલા શબ્દો અને કેવળ તદ્વાચ્ય શબ્દાર્થોને જ પોપટીયા જ્ઞાનમાત્રથી જ ઉપરછલ્લી રીતે વિચારો તો તમને તે તે સૂત્રોમાંથી એવા અર્થો જણાશે કે આ માન્યતા તો પરદર્શનની છે. જૈનદર્શનની નથી. આમ પરદર્શનની માન્યતાવાળા પક્ષોથી વિસા = અભિન્ન અર્થાત્ તુલ્ય તે તે પક્ષો ભાસશે. તેથી જાણકાર અનુભવી કુશળ પુરૂષ તે તે સૂત્રોના અર્થો નય-નિક્ષેપા લગાડીને જૈનદર્શનને માન્ય અર્થ થાય તેવી અર્થસંગતિ કરવાપૂર્વક તે તે સૂત્રોના અર્થનો વિભાગ કરવો જોઈએ. કેવળ શબ્દાર્થમાત્રને પકડી રાખવો જોઈએ નહીં. શબ્દમાત્ર વાચ્ય અર્થને બદલે ઐદંપર્ય અર્થ સમજવો જોઈએ.
૧૫૪
જેમ કે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં જ પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે ‘‘નિત્યાવસ્થિતાન્યરૂપાળિ'' ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો નિત્ય છે. અવસ્થિત છે અને (આગળ સૂત્રમાં કહેવાતા પુદ્ગલાસ્તિકાયને છોડીને શેષ ચાર દ્રવ્યો) અરૂપી છે. આ સૂત્રમાં આ સિવાય
· આગળ પાછળ કોઈ બીજો શબ્દ નથી. તેથી શબ્દ પ્રમાણે અર્થ કરતાં ઉપરોક્ત અર્થ જ થાય છે. આ પાંચે દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનાં છે માટે નિત્ય છે. પરદ્રવ્યોની સાથે રહેવા છતાં પરદ્રવ્ય સ્વરૂપે થતાં નથી પોતાના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર) છે અને વર્ણાદિ ગુણોથી રહિત છે માટે અરૂપી છે.
જૈનદર્શનમાં સર્વત્ર એવી વાત આવે છે કે સર્વ દ્રવ્યો નિત્યાનિત્ય છે. પરિણામીનિત્ય છે. આ વાત સાચી માનવી કે કેવલ નિત્યત્વને કહેનારી તત્ત્વાર્થસૂત્રની પાંચમા અધ્યાયમાં કહેલી ઉપરની વાત સાચી માનવી ? જો તમે આ સૂત્રને કંઈ ફેંદશો નહીં, કોઈ અપેક્ષા લગાડશો નહીં, કોઈ રીતે જો વિભાગ કરશો નહીં તો એકલા નિત્યત્વને કહેનારૂં આ સૂત્ર શું સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિકદર્શનના વક્તવ્યતા જેવું નહી બની જાય ? શું એકલું નિત્યત્વ જૈનદર્શનકારોને માન્ય છે ? તો અનુભવી કુશલ પુરૂષે અહીં શું કરવું જોઈએ ? કહેવું જ પડશે કે આ વાક્ય દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી લખાયું છે. દ્રવ્યદૃષ્ટિએ • પાંચે દ્રવ્યો નિત્ય છે. તો આ દ્રવ્યયર્થિકનયની અપેક્ષા અથવા દ્રવ્યની દૃષ્ટિ ભલે મૂળસૂત્રમાં લખી નથી તો પણ અર્થની સંગતિ કરવા કુશલ અનુભવી પુરૂષે નય લગાડવો જોઈએ, તેમ નવા ગાળણૅ આ પાઠમાં પણ જાણકાર મહાત્માઓએ અપેક્ષા લગાડવી જોઈએ. બીજા શાસ્ત્રપાઠોની સાથે વિરોધ ન આવે તેવો અર્થ આ પાઠનો કરવો જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org