Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 403
________________ કાર્ડ-૩ – ગાથા-૫૮-૫૯ સન્મતિપ્રકરણ કોઈ પણ વાદીએ વાદકથામાં કેવું કથન કરવું જોઈએ કે જેથી તે હાર ન ખાય તે જણાવે છે. हेउविसओवणीअं, जह वयणिज्जं परो णियत्तेइ । जइ तं तहा पुरिल्लो, दाइंतो केण जिव्वंतो ॥ ५८ ॥ एगंताऽसब्भूयं, सब्भूयमणिच्छियं च वयमाणो । लोइयपरिच्छियाणं, वयणिज्जपहे पडइ वादी ।। ५९ ॥ हेतविषयोपनीतं, यथा वचनीयं परो निवर्तयति । यदि तत्तथा पूर्वमेव दापयमानः केन जीयमानः ॥ ५८ ॥ एकान्तासद्भूतं सद्भूतमनिश्चितञ्च वदन् । लौकिकपरीक्षितयोः, वचनीयपथे पतति वादी ॥ ५९ ॥ ગાથાર્થ – કોઈ પણ એકવાદી દ્વારા એકનયની જ દૃષ્ટિ રાખીને તેના આગ્રહપૂર્વક હેતુ અને તે હેતુના વિષયભૂત (સાધ્ય)ને રજુ કરાય છે અને તે રજુ કરાયેલા કથનને પરવાદી (બીજોવાદી) બીજા નયનો આશ્રય લઈને જે રીતે તે અનુમાનને તોડી પાડે છે તે રીતે તે બરાબર જ છે. પરંતુ જો તે કથન, પ્રથમવાદી વડે (તે બીજાનયની અપેક્ષા રાખીને જ) પહેલેથી જ તે રીતે રજુ કરાયું હોત તો તે પ્રથમવાદી કોના વડે જિતાત ? અર્થાત્ કોઈના વડે પણ ન જિતાત, તેથી એકાત્તે અસદ્ભૂત (મિથ્યા) વાદને કહેનારો, અને સદ્ભત (સત્ય) વાદને પણ અનિશ્ચિતપણે કહેનારો વાદી ગમે તેટલો હોંશિયાર હોય તો પણ તે વાદી લૌકિક અને પરીક્ષક પુરૂષોની દૃષ્ટિમાં નિંદનીયપણાને પામે છે. / ૫૮-૫૯ || | વિવેચન - વાદભૂમિમાં ઉતરેલો અથવા ધર્મચર્ચામાં જોડાયેલી કોઈ પણ વાદી પોતાની જે બાજુ એકાન્તદૃષ્ટિ ઢળેલી છે. તે બાજુનો જ પક્ષ લઈને તે બાજુના એકાન્ત આગ્રહપૂર્વક હેતુને અને હેતુથી સિદ્ધ કરવા ધારેલા પોતાના વિષયભૂત સાધ્યને (એકાન્તાગ્રહવાળા હેતુ અને એકાન્તાગ્રહ યુક્ત સાર્થવાળા પૂર્વપક્ષને) જ હંમેશાં તે રજુ કરે છે. એકાન્ત આગ્રહી હોવાથી તે વાદી બીજી બાજુની વસ્તુસ્થિતિ જોતો જ નથી તેથી તે પ્રતિવાદી વડે હાર ખાય છે. જેમ કે એકલા પર્યાયાર્થિકનય તરફ જ જેની દૃષ્ટિ ઢળેલી છે તેવો બૌદ્ધદર્શનાનુયાયી વાદી “સર્વ ક્ષ , સર્વત્' સર્વ વસ્તુઓ ક્ષણિકમાત્ર છે સત્ હોવાથી આવા પ્રકારની એકાન્તવાદ વાળી હેતુની અને તેના સાધ્યભૂત ક્ષણિકતાની જે રજુઆત કરે છે તે વાદી આવા પ્રકારની એકાત્ત એક દૃષ્ટિનો આગ્રહી બન્યો હોવાથી તેના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434