Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 399
________________ ૩૬૨ કાર્ડ-૩ – ગાથા-૫૬-૫૭ સન્મતિપ્રકરણ ગાથાર્થ - પર એવો કોઈ પણ એકાન્ત વાદી અર્થની (પદાર્થની-સાધ્યની) સિદ્ધિ જાણે સાધર્મથી કરે કે જાણે વૈધર્મ્સથી કરે કે ભલે ઉભયથી કરે, તો પણ પરસ્પર મલ્લની જેમ લઢતા આ બધા વાદો અસહ્વાદ અર્થાત્ મિથ્યાવાદ ઠરે છે. તે પ૬ // સામાન્ય” એ દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. અને “વિશેષ” આ પર્યાયાર્થિકનયનું વક્તવ્ય છે. પરંતુ સમાન બલવાન પણે (એટલે કે નિરપેક્ષપણે) રજુ કરાયેલા આ બન્ને નયો વિભજનવાદને (એટલે કે અનેકાન્તવાદન) ઓળંગી જાય છે અથવા આ બન્ને નય સમ્યક્ટ્રકારે (ાત્ પદ યુક્તપણે) રજુ કરાયા છતાં વિભાજનવાદને (એકાન્તવાદને) દૂર કરે છે. પછી વિવેચન - સંસારમાં રહેલાં છએ દ્રવ્યો પરિણામી નિત્ય છે. એટલે નિત્યાનિત્ય છે. સામાન્ય પણ છે અને વિશેષ પણ છે. દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. ઉત્પાદવ્યય અને ઘવ્યધર્મવાળા છે. કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે ત્યાં શરીરધારી જીવ અને પુગલ આમ એ બે દ્રવ્ય જ ચક્ષુર્ગોચર છે. શેષ દ્રવ્યો ચક્ષુથી અગોચર છે. આવું જગતનું સ્વરૂપ સ્વયં સહજ છે જ, અને તે પારિણામિકભાવવાળું છે. કોઈ કોઈ વાદીઓ (દર્શનકારો)ની દૃષ્ટિ પદાર્થના ઉભયાત્મક સ્વરૂપમાંથી ચલિત થઈને કોઈ પણ એકબાજુના સ્વરૂપ તરફ વધારે પડતી ઢળી ગયેલી બની જાય છે. તેથી તે બીજી બાજુના સ્વરૂપની સંપૂર્ણપણે અવગણના કરીને પોતાની ઢળેલી દૃષ્ટિ વાળા એકસ્વરૂપને જ એકાન્ત સ્વીકારી લે છે. અને તેના એકાન્ત આગ્રહને લીધે તેની સામેના સ્વરૂપના એકાન્ત આગ્રહી એવા પ્રતિવાદીની સાથે લડાઈમાં ઉતરી પડે છે. અને તેથી પરસ્પર વાદવિવાદ જામે છે. જેમ કોઈ એક માણસ પોતાના કોઈ મિત્રનો અત્યન્ત પક્ષપાતી બની જાય છે. તેનો જ રાગ કરે છે. ત્યારે લેવા-દેવા વિના તેના વિરોધી સાથે તે લડી પડે છે તેમ અહીં સમજવું. આવો વાદવિવાદ જ્યારે વધારે પડતો જામે છે ત્યારે રાજાની ન્યાયસંપન્નતાના કારણે તેની નિશ્રામાં પણ આ વાદ ચાલે છે. અને હાર-જીત મેળવાય છે. આવા પ્રકારની વાદ ભૂમિમાં ઉતરનાર કોઈ પણ વાદી અનેકાન્તદૃષ્ટિ રાખ્યા વિના પોતાના માનેલા વિષયનો એકાન્તઆગ્રહ રાખવા પૂર્વક જો વાદમાં પ્રવર્તે તો તે અવશ્ય હાર જ પામે છે. અસદ્ગાદી પણે જ પંકાય છે અને તટસ્થ એવા સજ્જનપુરૂષોની દૃષ્ટિમાંથી ઉતરી જાય છે. તથા નિંદાપાત્ર પણ બને છે. તે વાત આ ગાથાઓમાં સમજાવે છે - ન્યાયશાસ્ત્રમાં સાધ્ય સાધવા માટે રજુ કરાતો હેતુ બે પ્રકારની વ્યાતિ દ્વારા સાધ્યસિદ્ધિ કરે છે. ૧ એક અવયવ્યાપ્તિ અને ૨ બીજી વ્યતિરેક વ્યાપ્તિ. ત્યાં અવયવ્યાપ્તિ સાધર્મ દ્વારા સાધ્યસિદ્ધિ કરે છે અને વ્યતિરેક વ્યાપ્તિ વૈધર્મ દ્વારા સાધ્યસિદ્ધિ કરે છે આ વાત ન્યાયશાસ્ત્રને જાણનારા આવા ગ્રંથોના અભ્યાસી જીવો સારી રીતે જાણતા જ હોય છે. છતાં આ વાત એક પ્રસિદ્ધ ઉદાહરણથી સમજીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434